હાલમાં ક્લસ્ટર કો-ઓર્ડિનેટરને રૂ. 16,400 પગાર મળે છે. તેને વધારી રૂ. 40 હજાર કરવા તથા 10 વર્ષથી વધુ સમયથી કામગીરી કરતા કર્મચારીઓની જોબ સિક્યોરિટી સહિતની માગણીઓ સંદર્ભમાં આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને ભરૂચના એસબીએમના 40થી વધુ કર્મીઓએ સમર્થન આપ્યું છે.

ભરૂચ જિલ્લાના 40થી વધુ સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાતના કર્મચારીઓએ વેતનવધારા સહિતની માગણીઓને સમર્થન આપ્યું છે. કર્મચારીઓના સંગઠન દ્વારા જૂના સચિવાલય ખાતે ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. કર્મચારીઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓને પણ લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
બંને યોજનાઓ હેઠળ રાજ્યની તાલુકા પંચાયતોના તાબા હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત તથા સામૂહિક શૌચાલય, ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન સહિતની સ્વચ્છતાલક્ષી કામગીરી કર્મચારીઓ છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેડર મુજબ પગારમાં વધારો કરવામાં આવે તેવી માગ છે.

હાલમાં ક્લસ્ટર કો-ઓર્ડિનેટરને રૂ. 16,400 પગાર મળે છે. તેને વધારી રૂ. 40 હજાર કરવાની રજૂઆત કરાઈ છે. કરાર આધારિત તથા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારધોરણ એકસમાન કરવા માગ કરાઈ છે.
વયમર્યાદા સુધી ફરજમુક્ત ન કરવા જોબ સિક્યોરિટી નક્કી કરવાની પણ માગ છે.

વાર્ષિક ઈજાફો સમયસર આપવા પણ માગ કરાઈ છે. માગણીઓનો યોગ્ય સમયમાં ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન કરવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here