ભરૂચ નગર સેવા સદન દ્વારા સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ભરૂચમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નગર સેવા સદન દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી યોજાયેલી આ સફાઈ ઝુંબેશમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, હરેશ અગ્રવાલ સહિતના આગેવાનો તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.સફાઈ ઝુંબેશ દરમિયાન માર્ગ પર સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સાથે જ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમમાં આગેવાનો અને સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here