નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે પંચાયત ના કર્મચારી ને BTP પાર્ટી દ્વારા ગામમાં લગાવેલ ઝંડાઓ ઉતારી લેવા દબાણ કરનાર પંચાયત સરપંચ ના પતિ દીવાલ શેઠ સહિત તેના પુત્ર નર્મદા જીલ્લા પંચાયત ના સભ્ય હિતેશ વસાવા સામે મૃતકની પત્ની એ આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના આરોપ લગાવ્યા હતા.

ત્યારે પોલીસે સામાં પક્ષે સરપંચ ની ફરિયાદ નોંધી ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાન ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે આદિવાસી વિસ્તારોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. મૃતકની પત્ની ગીરજાબેન વસાવા પોતાના પતિના મોત માટે હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠને જવાબદાર ગણાવી રહ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરતી ન હોય આદિવાસીઓએ પોલીસ મથક માં અડિંગો જમાવ્યો હતો, જેથી પોલીસ ને ગતરોજ મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી.

દેડીયાપાડા પોલીસે આરોપી દિવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે આઇ.પી.સી. ની ધારા 306, 506(2) અને 114 મુજબ નો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આજ રોજ ડેડીયાપાડા બંધ નું પણ એલાન આપવામાં આવ્યું હોય બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here