ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ અભિયાન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી એમડી (MD) ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDC પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ પોતાની થાર કારમાં નશાકારક પદાર્થોનો જથ્થો લઈને વેચાણ અર્થે આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી હતી. થાર કારમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા મુખ્ય સૂત્રધાર અને બજાજ પલ્સર બાઇક પર આ જથ્થો ખરીદવા આવેલા અન્ય બે ઇસમો એમ કુલ ત્રણ શખ્સોને પોલીસે ઘેરી લઈ દબોચી લીધા હતા.

પોલીસે તપાસ હાથ ધરતા તેમની પાસેથી 4 ગ્રામ જેટલું પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને 460 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નશાના આ કારોબારમાં વપરાયેલી થાર કાર, બજાજ પલ્સર બાઇક, મોબાઇલ ફોન અને ડ્રગ્સ-ગાંજાનો જથ્થો મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ અંકલેશ્વર GIDC પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here