મહારાષ્ટ્રમાં એક ડૉક્ટરના લગ્ન હાલ ચર્ચામાં છે. તેઓ ગાડી, હેલિકોપ્ટર કે બળદગાડું નહીં, પરંતુ સાઈકલ પર જાન લઈને નીકળ્યા હતા.
સાઇકલ પર નીકળેલી આ જાને શહેરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આશરે 100 સાઇકલ સવારો વરરાજા સાથે લગ્નમાં સામેલ થયા હતા. પર્યાવરણપ્રેમી ડૉ. રાજેન્દ્ર કુમાર સોનોનેના પુત્ર ડૉ. વિરાજપનાં લગ્ન 21 નવેમ્બરે થવાનાં છે. આ લગ્નના 2 દિવસ પહેલાં આજે નીકળેલી

આ જાનને ‘રાઇડ ફોર લવ’ નામ આપવામાં આવ્યું હતું.
હેરના રસ્તાઓ પર ફૂલોથી શણગારેલી સાઇકલ અને ખાસ ટી-શર્ટ પહેરીને નીકળેલા આ ગ્રુપે લગ્નની ખુશીઓને ફિટનેસ, પરસ્પર જોડાણ અને સ્વચ્છ વાતાવરણના સંદેશ સાથે જોડીને એક અનોખું દૃશ્ય સર્જ્યું હતું. અકોટાના રસ્તાઓ પર સામાન્ય રીતે લગ્નની મોસમમાં જોવા મળતા દૃશ્યથી આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. હાથી-ઘોડા કે મોંઘી કારને બદલે વરરાજાએ સાઇકલ પસંદ કરી હતી. શહેરની અલગ-અલગ સાઇકલ ક્લબ અને ફિટનેસ સાથે જોડાયેલા લોકોની હાજરીએ આ જાનને સામૂહિક પહેલનું સ્વરૂપ આપી દીધું હતું.
રાઇડ ફોર લવ’એ લોકોનું ધ્યાન ખેંચ્યું
ફૂલોથી શણગારેલી સાઇકલ પર સવાર જાનૈયાઓની ટી-શર્ટ પર ‘રાઇડ ફોર લવ’ લખેલું હતું. અકોટાના મુખ્ય રસ્તાઓ પરથી જ્યારે આ વરઘોડો પસાર થયો ત્યારે રાહદારીઓ અને દુકાનદારો થોડી ક્ષણો માટે થંભી ગયા હતા. ઘણા લોકોએ પોતાના ફોન કાઢીને આ અનોખી જાનના વીડિયો ઉતાર્યા હતા, કારણ કે રોજિંદા લગ્નપ્રસંગોમાં આવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે છે.






