ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારી પર નિયંત્રણ લાવવા તથા બજારમાં વેચાતી નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાર્ટીએ ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રિત કરવા રજૂઆત કરી છે, તેમજ માગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સહિત દેશમાં ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ અને શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ભાવવધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની છે.
આવેદનમાં બજારમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કરીને તેનાથી ગ્રાહકોના આરોગ્ય અને આર્થિક હિતોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પાર્ટીએ નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ કરવાની માગ કરી હતી.

આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા, પ્રદેશ મહામંત્રી પીયુષ પટેલ, ગુજરાત ઉપપ્રમુખ નર્મદાબેન વસાવા અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here