ભરૂચના શેરપુરા ગામમાં પોસ્ટમેન તરીકે ટપાલ આપવા ગયેલા પોસ્ટમેને ઘરનો દરવાજો ખખડાવી આ ટપાલ તમારી છે તેમ કહેતાં જ ઘરમાંથી નીકળી એક ઈસમે પોસ્ટમેનને ગંભીર પ્રકારે મારી ગામમાં દોડાવી દોડાવી અર્ધનગ્ન કરતાં ઈજાગ્રસ્તે પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદી આકાશ દવેએ ફરીયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યોર્ છે કે, ૩જી નવેમ્બરના રોજ તેઓએ ભરૂચ લાલબજાર હેડ પોસ્ટ ઓફીસ ખાતે ગયેલા અને તેમને શેરપુરા ગામની ટપાલોની વહેચણી કરવા આપી હોય ફરીયાદી પોસ્ટમેન શેરપુરા ગામમાં એકટીવા લઈ ટપાલ આપવા જતાં તેઓએ ગામમાં મુબીના માઝ પટેલનાઓના ઘરની પુછપરછ કરતાં એક ગ્રીલવાલા દરવાજાને ખખડાવવા જતાં અંદરથી દરવાજો ખુલ્લો હોય જેથી ટપાલ માટે ફરીયાદીએ ઘરમાં બુમ મારેલ અને ત્રીજા રૂમમાંથી એક ઈસમ બહાર આવી ટપાલ અંગે મેં એને પુછતાં તે અચાનક ઉશ્કેરાઈ ગયેલો અને ફરીયાદી પોસ્ટમેનને ગાળો ભાંડવા સાથે છાતી ઉપર ફેટો મારવા લાગતાં પોસ્ટમેન પોતાની એકટીવા મુકીને જીવ બચાવવા ભાગવા જતાં હુમલાખોર ઈસમ સલમાનનાઓએ પોસ્ટમેનનો પીછો કરી દોડાવી દોડાવીને કપડા ફાડી નાખી અર્ધનગ્ન કરી ગંભીર પ્રકારે માર મારતા અને તેવી જ સ્થિતિમાં હેર્ડ પોસ્ટ ઓફીસે પહોંચતા આખરે પોસ્ટ વિભાગના ઉપરી અધિકારીએ પણ ઈજાગ્રસ્તને નવી ટી–શર્ટ અપાવી ગુગલ–પેથી ચુકવણી કરાવી એ.ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે સરકારી કામમાં રુકાવત તથા ગંભીર પ્રકારે માર મારવો તથા સરકારી દસ્તાવેજો ફાડી નાખવા અને કપડા ફાડી નુકશાન કરવું સહિતની વિવિધ કલમો હેઠળ શેરપુરાના સલમાન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here