ભરૂચ પોલીસના કેમેરા માત્ર ઈ–ચલણ પુરતા રહયા હોય તેમ ભરૂચ નગર પાલિકાના કોન્ટ્રાકટરના ટ્રેકટર ચાલકે સ્ટેશન રોડ ઉપર વાહનોની અવર જવર વચ્ચે ટ્રેકટર સ્ટીયરીંગ સીટ ઉપર નહી બેસી બોનેટ ઉપર બેસી ટે્રકટર ચાલકે પોતાનું અને અન્ય લોકોના જીવનું જોખમ ઉભું કરતાં સ્ટન્ટ સાથે ટ્રેકટક ચાલકના વિડીયો સામે આવતા ભરૂચ એ.ડિવીઝન પોલીસ ટે્રકટર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરશે કારણ કે ભરૂચ નગર પાલિકાના ડોર ટુ ડોર વાહનોના ચાલકોને પણ જોખમી રીતે વાહનો હંકારતા હોય તેવું સામે આવ્યું છે.

ભરૂચમાં નગર પાલિકા ધ્વારા જાહેર માર્ગો ઉપર ડિવાઈડર અને લોખંડની ગ્રીલનું કામ સુરતના હરપલાણી એજન્સીને કામ અપાયું છે અને કામ ચાલી રહયું હોય તેવામાં ભરૂચનાા સ્ટેશન રોડ ઉપર ડિવાઈડરનું કામ ચાલી રહયું હોય અને રાત્રીના સમયે વાહનોની અવર જવર હોવા છતાં કોન્ટ્રાકટરનો ટ્રેકટર ચાલક સ્ટેશન રોડ ઉપર ડિવાઈડરને અડીને જોખમી સ્ટન્ટ કરી રહયો હોય તેમ વિડીયોમાં દેખાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

 

ડ્રાઈવરની સીટ ઉપર બેસીને ડ્રાઈવીંગ કરવાને બદલે બોનેટ ઉપર બેસી એક હાથ પાછળ કરી સ્ટેયરીંગ ફેરવી રહયો હોય અને જો ચાલકથી ચુક થઈ જાય તો મોટા અકસ્માત સાથે જાહેર માગો ઉપરથી પસાર થતાં અન્ય વાહનોના પણ જીવનું જોખમ ઉભું થઈ શકે તેવું સામે આવતા હવે ભરૂચ પોલીસ ટ્રેકટર ચાલકને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી બની ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here