દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સાયખા-વિલાયત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સાથે મળીને આ તાલીમ યોજી હતી. ભરૂચના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાત અધિકારીઓએ ફાયર સેફ્ટી, ફર્સ્ટ એઇડ, આગ સમયે બચાવ કામગીરી અને જરૂરી સંદેશાવ્યવહાર અંગે પ્રાયોગિક તાલીમ આપી.
દિવાળીના તહેવારો દરમિયાન ઔદ્યોગિક એકમોમાં આગ કે અન્ય દુર્ઘટના થાય તો સમયસર કાર્યવાહી કરવા દહેજ અને સાયખા-વિલાયતના સુરક્ષા કર્મીઓને તાલીમ અપાઈ. દહેજમાં આશરે 100 અને વિલાયતની કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં આશરે 80 કર્મીઓએ ભાગ લીધો.
દિવાળી દરમિયાન કેટલાક ઔદ્યોગિક એકમોમાં સ્ટાફ ઓછો હોય છે, જ્યારે કેટલાક કારખાનાં સંપૂર્ણ બંધ રહે છે. આવા સમયે સુરક્ષા કર્મીઓ જ ફરજ પર હોય છે. આગ, ધડાકા કે બીજી આકસ્મિક સ્થિતિમાં સમયસર પગલાં લઈને જાનમાલનું નુકસાન અટકાવી શકાય, એ હેતુથી તાલીમ યોજાઈ હતી.
કાર્યક્રમનું આયોજન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક ડી.બી. ગામીત, એસ.પી. પાઠક, મદદનીશ નિયામકો એ.આર. પિઠીયા અને વાય.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના એમ.બી. પટેલ અને સાયખા-વિલાયત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ડો. મહેશ વશીએ પણ માર્ગદર્શન આપ્યું હતું.





