નર્મદાના ચિકદા તાલુકાના કમોદવાવ ગામે આવેલ આયુષ્યમાન ભારત સબસેન્ટર ખાતે ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવામાં આવતી હોવાનો મામલો સામે આવતાં સરકારી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ સરકાર વીજળી બચાવવા અને ઊર્જા સંરક્ષણ માટે લોકોને અપીલ કરે છે, તો બીજી તરફ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે જ દિવસના અજવાળામાં સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખીને વીજળીનો બિનજરૂરી બગાડ થતો હોય તેવા દૃશ્યો સામે આવતાં જવાબદાર તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

આખરે દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની જવાબદારી કોની છે? શું સબસેન્ટરના જવાબદાર કર્મચારીઓનું આ તરફ ધ્યાન જતું નથી કે પછી સરકારી વીજળીના વપરાશ પ્રત્યે કોઈને જવાબદારીનો અહેસાસ જ રહ્યો નથી?

હવે સવાલ એ છે કે સંબંધિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતની તપાસ કરશે ખરા? સરકારી વીજળીનો બિનજરૂરી બગાડ અટકાવવા જવાબદાર સામે પગલાં લેવામાં આવશે કે પછી આ મામલો પણ અન્ય પ્રશ્નોની જેમ ફાઇલોમાં જ દબાઈ જશે? સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here