વરણામા પાસેથી પસાર થતી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે રૂ. 5.92 લાખનો 11.85 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન રેલવેની એન્ટી નાર્કોટિક્સ ટીમને બે બિનવારસી બેગમાંથી આ જથ્થો મળ્યો હતો.

લાંબા અંતરની ટ્રેનમાં ફરી એક વખત બિનવારસી બેગોમાં મૂકેલો ગાંજાનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડયો છે. વરણામા પાસેથી પસાર થતી વખતે ટ્રેનમાં તપાસ દરમિયાન બે બેગમાંથી ૧૧.૮૫ કિલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવેની એન્ટી નાર્કોટિક્સ ટીમનો સ્ટાફ ટ્રેનોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પેટ્રોલિંગમાં હતો. ગઇકાલે તેઓ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરતા હતા ત્યારે વરણામા રેલવે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના એન્જિન પછી બે જનરલ કોચમાં વચ્ચેના ભાગમાં બે બેકપેક બિનવારસી હાલતમાં જોવા મળી હતી.

આ બંને બેગો કોની માલિકીની છે તે અંગે તપાસ કરવા છતાં કોઇ માલિક મળ્યો ન હતો જેથી પોલીસે એક મરૃન તેમજ બીજી વાદળી રંગની બેગની ચેન ખોલી તપાસ કરતા અંદરથી ખાખી રંગની સેલોટેપ બાંધેલ ૧૨ બંડલો મળ્યા હતાં. આ બંડલોમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ હોય તેવી તીવ્ર વાસ આવતી હોવાથી તેમાં ગાંજો હોવાની આશંકા સાથે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતા બંને બેગો સાથે સ્ટાફ ઉતરી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here