ભરૂચમાં લોખંડી પુરુષ અને ભારતના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (RCC) ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ સ્મિતા સોનીના માર્ગદર્શન હેઠળ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયતના પટાંગણમાંથી કરવામાં આવ્યો હતો. પદયાત્રા જિલ્લા પંચાયતથી નીકળી સોનેરી મહેલ ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સુધી પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત સૌ સભ્યોએ સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
આ પ્રસંગે RCCના મોટી સંખ્યામાં સભ્યો તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સરદાર પટેલના રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમના અંતે RCCના સેક્રેટરી સુનય સોનાવાળાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.





