વાગરા -પીસાદ માર્ગ પર ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે એક પરિવારની ખુશીઓ છીનવી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

પ્રાથમિક માહિતી અનુસાર, ટેન્કર નંબર GJ-18-AZ-5090 અને બાઇક નંબર GJ-16-EE-9024 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટેન્કર બાઇકને અંદાજે 100 ફૂટ સુધી ઘસડી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં સુતરેલ ગામના એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ટેન્કર ચાલક વાહન સ્થળ પરજ મૂકી ફરાર થઇ ગયો હતો.

અકસ્મતાની ભયાનકતા અને યુવાનના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોતાના વ્હાલસોયા સ્વજનને ગુમાવ્યાના આઘાતમાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચતાં જ પરિવારજનોનાં હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનોના આક્રંદ અને કરુણ વિલાપથી ઉપસ્થિત લોકો પણ ભાવુક બની ગયા હતા. એક તરફ અકસ્માતનું ભયાનક દૃશ્ય અને બીજી તરફ સ્વજનને ગુમાવનાર પરિવારનો આક્રંદ આ દૃશ્ય સૌને હચમચાવી દીધા હતા.

જોકે, ટક્કર કયા સંજોગોમાં થઈ, અકસ્માત સમયે બંને વાહનોની ગતિ કેટલી હતી અને દુર્ઘટના માટે જવાબદાર પરિબળો કયાં હતાં, તે પોલીસ તપાસનો વિષય છે. આ અકસ્માતમાં સંડોવાયેલા ટેન્કર અને બાઇકના નોંધણી નંબર અનુક્રમે GJ-18-AZ-5090 અને GJ-16-EE-9024 હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિકજામ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો, વાહનોની સ્થિતિ અને અન્ય સંજોગો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વાગરા-પીસાદ માર્ગ પર બનેલી આ કરુણ ઘટના ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. એક યુવા મોતથી પરિવારની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જ્યારે ઈજાગ્રસ્તની સારવાર અને સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. હવે પોલીસ તપાસમાં અકસ્માતની વાસ્તવિ હકીકત બહાર આવે અને જવાબદારી નક્કી થાય તે જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here