અંકલેશ્વર માર્ગો પર ત્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરવા પાલિકા દ્વારા પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ એસ.ડી.એમ અંકલેશ્વર સાથે સંકલન કરી આગામી દિવસોમાં અડચણ રૂપ લારી ધારકો નોટિસ પાઠવી દૂર કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ દબાણ ધારકો અડચણ રૂપ જગ્યા પર થી પોતાનું દબાણ દૂર કરવા તાકીદ કરી છે. આ અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું. કે જે ટ્રાફિક ને અડચણ રૂપ દબાણ છે એ જ દબાણ દૂર કરવામાં આવશે. કોઈપણ શ્રમજીવીની રોજીરોટી ના છીનવાઈ એવી કોઈ જ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે.
અંકલેશ્વરમાં સત્તાપક્ષ દ્વારા માર્ગને અડચણ રૂપ લારી ગલ્લા દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને પાલિકા ધ્વરા સંયુક્ત પણે દબાણ દૂર કરવા મક્કમ બન્યા છે. વિપક્ષ દ્વારા માત્ર નોનવેજ ની જ મુસ્લિમ સમાજની લારી હટાવાનો કેમ ઈરાદો તેવો સવાલ કરી વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે. વિપક્ષ દ્વારા પણ અડચણરૂપ તમામ દબાણ દૂર કરવા માંગ કરી પક્ષપાત વગર તમામ દબાણ દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
આગામી દિવસમાં તમામ વિભાગનું સંકલન કરી દબાણ દૂર કરવામાં આવશે. તો વિપક્ષના સભ્ય અને વોર્ડ નંબર 4ના સભ્ય રફીક ઝઘડિયા વાલા એ સવાલ ઉઠાવ્યા હતા કે માટે ત્રણ રસ્તા જ કેમ અને નોનવેજની લારી ઓ જ કેમ માત્ર એક સમાજની જ લારી-ગલ્લાને કેમ નિશાન બનાવવામાં આવી રહી છે. જેવો પાલિકા સભ્ય પણ નથી અને તેવો આ માંગ કરી રહ્યા છે. મહિલા પદાધિકારીઓની જગ્યા એ તેના પતિ નિર્ણય કે વહીવટ કરી શકે નહિ. ત્યારે વોર્ડ નંબર 4ના મહિલા સભ્યના પતિની દખલગીરી ગેરવ્યાજબી અને નિયમ વિરુદ્ધ છે.