ભરૂચ પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોનું શોષણ અટકાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પોલ્ટ્રી ફાર્મરોને મળતા વર્તમાન વળતરમાં યોગ્ય વધારો કરવા માંગ કરવામાં આવી હતી.બોઇલર ઇન્ટિગ્રેશન ફાર્મર એસોસિએશન દ્વારા રાજ્યના પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને અન્યાયી શરતો સામે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોલ્ટ્રી ફાર્મરોનું આર્થિક શોષણ અટકાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

જેમાં જણાવાયું છે કે હાલમાં કંપનીઓ દ્વારા પ્રતિ કિલોગ્રામ માત્ર 7 થી 8 રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવે છે, જે વર્તમાન મોંઘવારી, વીજળી, મજૂરી, પાણી વિગેરેના વધેલા ખર્ચ સામે ખૂબ જ ઓછું છે. ​ભારત સરકારના પશુપાલન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, કેટલીક ઇન્ટિગ્રેશન કંપનીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી.​

રોગચાળો કે હવામાનમાં ફેરફાર જેવા કુદરતી કારણોસર નુકસાન થાય ત્યારે પૂરતું વળતર મળતું નથી. ઉલટાનું કંપનીઓ દ્વારા મનસ્વી રીતે દંડ ફટકારવામાં આવે છે. તેથી પોલ્ટ્રી ફાર્મરોને મળતા વર્તમાન વળતરમાં યોગ્ય વધારો કરી ઓછામાં ઓછું 12 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here