The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 73

અંકલેશ્વરમાં નગરપાલિકા પ્રમુખ અને પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓને અપાયું આવેદન

ભગવાન શ્રીજી 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. અને ભરૂચ– અંકલેશ્વર સહિત વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમા બેસાડવાનું શરૂ થઇ ગયું છે. 2 વર્ષ બાદ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે ગણેશ મંડળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં વિવિધ ગણેશ મંડળો મૂંઝવણમાં મુકાયા છે.

અંકલેશ્વર ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ પ.વ.ડી. વિભાગના અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામા આવ્યું અને વિનંતી કરવામાં આવી કે ભગવાન ગણેશ સહુના વિઘ્નો દૂર કરવા તો આવી રહ્યા છે. પરંતુ તેઓને સ્થાપિત કરવા માટે તેઓની મુર્તિ લઈ જવા માટે વચ્ચે કનડતા વિઘ્નો દૂર કરવામાં આવે અને માર્ગોની મરામત કરવામાં આવેની માંગ કરાઇ હતી.

એક તરફ જિલ્લાનું તંત્ર 91 કિમી જેટલા માર્ગો રીપેર કર્યા હોવાના દાવા કરી રહ્યું છે તો વરવી વાસ્તવિકતા શું છે તે આ રજૂઆત જ કહી કરી રહી છે.રજૂઆતમાં તેમણે પોતાની મૂંઝવણ રજૂ કરી છે કે ભગવાન શ્રીજીની પ્રતિમાને પોતાના પંડાલ સુધી કોઈ પણ અડચણ વગર લઈ કેવી રીતે જવી. કારણ કે હાલમાં જે માર્ગોની સ્થિતિ છે તે પ્રતિમાઓને ખંડિત થવા પર મજબૂર કરી દે છે. વરસાદના કારણે કહો કે ભ્રષ્ટાચારના કારણે લગભગ તમામ માર્ગોની સ્થિતિ ઉબડખાબડ બની છે. જેના કારણે વાહનચાલકોએ તો શું પગપાળા ચાલતા લોકોએ પણ ભોગ બનવું પડે છે.

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર પડ્યું 20 ફૂટ મોટું ગાબડું!

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 જેટલા ગામોનો રાજપીપલા સાથે સંપર્ક તૂટ્યો છે અને અનેક વાહનચાલકોને પણ અટવાવવા નો વારો આવ્યો છે, તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં  મુકાયા છે.

જેના કારણે પુલના તકલાદી બાંધકામ અંગે અનેક સવાલો ઉઠ્યા છે. કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાજ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વહેલી તકે આ ખાડો પુરી રસ્તો અવર જવર કરવા માટે ખુલ્લો મુકવામાં આવે એવી લોકો ની માંગ ઉઠવા પામી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી 18 કલાકમાં સાડા પાંચ ફૂટ જેટલી વધી

ગોલ્ડનબ્રિજ ખાતે ભરતી અને ડેમમાંથી છોડાતા પાણીને લઈ વીતેલા 18 કલાકમાં જળ સ્તર સાડા પાંચ ફૂટ જેટલા વધ્યા છે. ડેમમાંથી છોડાતા પાણીના વિપુલ જથ્થાને લઈ વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને પેહલી થી જ એલર્ટ કરી દઇ તંત્ર પણ સ્થિતિ ઉપર નજર રાખવા ફરી એક્શનમાં આવી ગયું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા હવે 3.05 મીટરથી ખોલી નદીમાં 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરી દેવાયું છે. ભરૂચમાં 98 કિલોમીટર જેટલી સફર ખેડી આ પ્રવાહ આગામી 6 કલાકમાં આવવાની શરૂઆત થઇ જતાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની જળ સપાટી બપોર સુધીમાં વોર્નિંગ લેવલ 22 ફૂટ આસપાસ પોહચી જાય તેવી સંભાવના રહેલી છે. એક સપ્તાહમાં બીજી વખત ભરૂચ ખાતે નદી તેની ભયજનક સપાટી 24 ફૂટે ફરી પોહચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી 21  ફૂટ છે.

નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ છે. નર્મદા નદીમાં કુલ 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં હવે આવી રહ્યું છે. જોકે છેલ્લા 24 કલાકથી SSNNL 135 94 મીટર ડેમની સપાટીને જાળવી રાખી છે.

આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

ભરૂચના માર્ગ અને મકાન વિભાગે રાતો રાત જાદુની છડી શહેર અને જિલ્લાના બિસ્માર બનેલા એવા 91 કિલોમીટરના માર્ગો પૈકી 63 KM માં રૂપિયા 4.30 કરોડના ખર્ચે રાત દિવસ એક કરી કરાયેલી કામગીરી ક્યાં રસ્તાઓ ઉપર કરી તેની દશા સુધારાઈ તેને લઈ ભરૂચના વાહનચાલકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના 91 કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 63 કિમીના રસ્તાની મરામત પૂર્ણ કરી દેવાયાનો દાવો માર્ગ અને મકાન વિભાગે કર્યો છે. અંદાજિત રૂ. 4 કરોડ 30 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી હોવાની કેફિયત પણ માર્ગ અને મકાન વિભાગે વ્યક્ત કરી છે.

લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરંટી પિરીયડ ઘરાવતા સંબંધિત ઈજારાધારકો પણ રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કુલ 91 કિમીના પર રસ્તાને નુકશાન થયું છે.જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર , સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ – રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા 4 દિવસ દરમિયાન ફરી વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા.

વાગરા તાલુકામાં આવેલી અંભેલની શાળાની ઇમારત જર્જરીત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી અંભેલ પ્રાથમિક શાળાના ઓરડાઓ તકલાદી બની જતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવ જોખમમાં મુકાયાં છે.

વાગરા તાલુકામાં આવેલ અંભેલ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ તકલાદી તેમજ ભંગાર થઈ જવાના લઈને ૧૫ દિવસ થીવાલીઓ બાળકોને શાળામાં મોકલતા ન હોવાના લઈને બાળકોના અભ્યાસ પર પડી રહેલ ગંભીર અસર આજ સુધી શિક્ષણ શાખા ના જવાબદાર અધિકારીઓ શાળાની મુલાકાતે આવેલા નથી.ગામના સરપંચ અનિતાબેન યાદવ તેમજ ગ્રામ જનોના જણાવ્યાં અનુસાર, તેમના ગામની શાળામાં ધો ૧ થી ૮ ના આવેલા છે જેમાં બાળકો ની સંખ્યા ૯૬ જેટલી સંખ્યા હોય અને ૪ શિક્ષકો છે

આ શાળા માં બંધકામ તકલાદી તેમજ જર્જરિત હાલત માં થઈ ગયેલ હોવાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના માથે મોતનો ખતરો ઉભો થયો છે. શાળા બાબતે અનેક જગ્યા ઉપર વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી શાળાની મુલાકાત લીધી નથી. વધુમાં શાળાના સંચાલકો ગ્રામજનોને પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. બીજી તરફ શાળા સંચાલકોના મનસ્વી વર્તનથી કંટાળી તથા શાળામાં જાનહાનિનો ભય ઉભો થતાં વાલીઓએ 15 દિવસથી તેમના બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી દીધું છે.

ભરૂચ લિંક રોડ પરની પંચવટી સોસાયટીમાં જુગાર રમતા ૪ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમા રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ એક સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ. જે અન્વયે સુચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડક્ટ ભરૂચ શહેર ”એ” ડીવીઝન પો.સ્ટે.નાઓ દ્વારા પ્રોહી/જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ

દરમીયાન પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે પંચવટી સોસાયટીના રહેણાંકના મકાનમા ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પંચવટી સો.સા.ના મકાન નંબર-ર૧ ખાતેથી સફળ રેઇડ કરી ચાર આરોપીઓ (૧) ચંદ્રહાસ રતીલાલ ભાઇદાસવાલા ઉ.વ. ૫૮ રહે. મ.નં.ર૧, પંચવટી, સોસાયટી લીંકરોડ ભરૂચ (ર) ચંદુજી પોચારજી ઠાકોર ઉ.વ. ૩૦ રહે. નિકોરા ગામ, નવીનગરી તા.જી.ભરૂચ (૩) બ્રજમાન મુકેશસિંધ રાજપુત ઉ.વ.૩૦ રહે. મ.નં. ૧૩, મોટાલી ગામ, સિધ્ધેશ્વરી રેસીડેન્સી અંદાડા ચોકડી પાસે, ભરૂચ મુળ રહે. ગામ ખાંડોલી, કોક્સિકાપુરા, તહસીલ જોરા, જીલ્લા મોરના,(એમ.પી.),(૪) રનસિંહ બિસમ્બરસિંહ રાજપુત ઉ.વ.૩૪ રહે. મ.નં. ૧૩, મોટાલી ગામ, સિધ્ધેશ્વરી રેસીડેન્સી અંદાડા ચોકડી પાસે, ભરૂચ મુળ રહે. ગાવ ખડગપુરા, થાના નાધનપુર, તહસીલ બસેડી, જીલ્લા ધોલપુર,(રાજસ્થાન) ને કુલ કિંરૂ.૧,ર૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ કાર્યવાહી હાથધરી છે.

પોલીસ ટીમે જુગારીઓની અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા-૫૩,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૪ કિં.રૂ.૧૮,૦૦૦/-, મોટર સાઇકલ નંગ-૦ર કિં.રૂ.૫૫,૦૦૦,/- મળી કુલ રૂ.૧,ર૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચ નાયબ દંડક અને એસ.પી.એ ઘોઘારાવ સાથે છડીના કર્યા દર્શન

ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.સાતમ થી શરૂ થતો આ મેઘોત્સવ દશમના મેઘરાજાની વિદાય સાથે પૂર્ણ થાય છે.આ મેળામાં ઘોઘારાવની હાજરી હોય લાખો શ્રદ્ધાળુઓ નમન કરવા અચુક આવે છે.

જેમાં આજે આંઠમના રોજ ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા અને પાલિકા પ્રમુખ અમીત ચાવડા,નીશાંત મોદી,જીજ્ઞેશ મિસ્ત્રી સહિતનાઓ સાથે એસ.પી. લીના પાટીલે પણ ઘોઘારાવ મંદીરે માથું નમાવી છડીઉત્સવનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે અઢીસોથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજના કાર્યકરો દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે આલગ-અલગ શણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.

રાજપારડીમાં દિપડો ગામમાં ધસી આવતા ગામલોકોમાં ભય

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓની સંખ્યા વધતા હવે દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘસી આવવાના બનાવો બની રહ્યાછે.આવાજ એક બનાવ મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના જીન ફળીયા,ભાલોદ રોડ વિસ્તારમાં ગઇકાલે રાત્રે દિપડો દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને સ્થાનિકો મોટી સંખ્યામાં દિપડાને દેખવા ટોળે વળ્યા હતા.

ઘટના અંગે ઝઘડીયા વનવિભાગને માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના આર. એફ. ઓ. મિનાબેન પરમાર,રાજપારડીના ફોરેસ્ટર મહેશ વસાવા તેમની ટીમ સાથે તુરંત રાજપારડી દોડી આવ્યા હતા અને દિપડાની હાજરી વારા સ્થળે તપાસ હાથધરી દિપડાને ઝડપી લેવા કવાયત  હાથધરીછે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજપારડીની સીમમાં અવારનવાર દિપડાઓ દેખા દેતા હોઇછે અને દિપડાઓ દ્વારા અવારનવાર શ્વાન,પશુઓ,બકરા,બકરી,વાછરડા,ગાયો પર હુમલાઓ કરી ઘાયલ કરે છે.

બુધવારે રાત્રીના સમયે દેખાયેલા દિપડાએ શ્વાનનો શિકાર પણ કર્યો હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ નગરની સીમમાં દિપડો ધસી આવતા દિપડાને નિહાળવા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોના ટોળાને સલામતીના ભાગરૂપે રાજપારડી પોલીસે હટાવી દીધા હતા જોકે સ્થાનિકોના ટોળાએ દિપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાની ઘટના સામે આવી છે.

ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ,પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોના ના રાજીનામાં

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.

હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે.ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની સત્તાવાર જાહેરાત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી તેઓ પક્ષમાંથી રાજીનામુ આપતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ આગામી સમયમાં ક્યાં રાજકિય પક્ષમાં જોડાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.કોંગ્રેસ પાર્ટીમાં હવે માન સન્માન જળવાતું નહિ હોવાના પણ આક્ષેપ કરાયા હતા. દિલ ઉપર ચોટ લાગતા નારજગીનામું આપી દીધું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખ એક જ વાત કરતા હતા જેને રહેવું હોય તે કોંગ્રેસમાં રહે બાકી જતા રહે.

ભરૂચ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર સામે કાર્યવાહીની જગ્યાએ છાવરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ નિર્ણય શક્તિ અને સંગઠનનો અભાવ હોવાનો પણ મત વ્યક્ત કરાયો છે.

બિસ્માર રસ્તાને લઈને ભરૂચ રીક્ષા એસોસિએશન દ્વારા ખાડા માં બેસી કરાયો વિરોધ

ભરૂચ શહેર મા વરસાદના કારણે પડેલ ખાડા ના મુદ્દે જય ભારત રિક્ષા એસોસિયેશન દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ ના રેલવે સ્ટેશન થી  નારી ગૃહ નો રસ્તો અત્યંત બિસ્માર  થઈ ગયો છે .વારંવાર રજૂઆત બાદ પણ સ્થતિ મા કોઈ સુધાર  ન થતાં  રિક્ષા ચાલકો ને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું હોય આ મુદ્દે ખાડા મા બેસી  જઈ રિક્ષા ચાલકો એ વિરોધ નોંધાવી શાસક વિપક્ષ પર આક્ષેપ કરી યુદ્ધ ના ધોરણે  મરામત માટેની  માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શન કરતા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિરઝાએ જણાવ્યું કે, ભરૂચ રેલવે સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીનો સમગ્ર જાહેર માર્ગ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયો છે બીસ્માર રસ્તાના કારણે રીક્ષા ચાલકોએ રીક્ષામાં પેસેન્જરને જીવના જોખમે લઈ પસાર થવાની ફરજ પડી રહી છે અને ઘણી વખત રીક્ષા પલટી પણ મારી જાય છે.જેના કારણે અકસ્માત થાય છે. ટુવિલર વાહન ચાલકો પોતાના પરિવાર સાથે આ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યારે મસ મોટા ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતી વેળા ફટકાતા હોય છે જેમાં તેઓના કપડા બગડવા સાથે તેઓની જાલમાલને નુકસાન થાય છે. આટલી મોંઘવારીમાં રીક્ષા ચાલક હોય પોતાના પરિવારનું ગુજરાન ચલવું કે રીક્ષા નું મેન્ટેનન્સ કરવું તે ખબર પડતી નથી. માટે યુદ્ધ ના ધોરણે રસ્તાઓના મરામત માટેની  માંગ કરી હતી.

error: Content is protected !!