The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 74

પાનોલીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

ભરૂચના પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની માંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝપડી પાડવામાં આવ્યું છે.આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.૧,૦૨૬ કરોડ આંકવામાં આવી છે.સમગ્ર કાર્યવાહીમાં એક મહિલા સહિત સાત લોકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

 

મુંબઈના એન્ટી નાર્કેટિક સેલના વર્લિ યુનિટ દ્વારા ભરૂચ જીલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરવામાં આવી છે.આ કાર્યવાહીમાં તપાસ એજન્સીઓએ ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. ડાયઝ અને ડાય ઈન્ટરમીડિયેટના નામે ૫ વર્ષ પહેલાં ખોલેલી રૂપિયા ૪૪૨ લાખની કંપની માંથી રૂપિયા ૧૦૨૬ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું છે. તપાસ એજન્સી દ્વારા આ ડ્રગ્સ ક્યાં મોકલવામાં આવનાર હતું, ક્યારથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે, તે અંગે માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમની ચોથી પુણ્યતિથિએ ભરૂચ કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તેમની તસવીર ઉપર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

અટલ બિહારી વાજપેયીને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મારૂતિસીહ અટોદરીયા, વિધાનસભા ઉપમુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ, મંત્રી નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાલા સહિતે વાજપેયીના ફોટા ઉપર ફુલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચ ઝાડેશ્વર ગામે ભાવેશનગરમાં જુગાર રમતા ૦૬ ખેલી ઝડપાયા

પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.

પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.મંડોરા એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન મોડી રાત્રે ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમીદાથી બાતમી મળેલ કે “ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે ભાવેશનગર ખાતે રહેણાંક મકાનમાં કેટલાક જુગારીયાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પત્તા પાના વડે રૂપીયા થી હારજીતનો જુગાર રમે છે” જે મુજબ ની ચોક્કસ હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં જુગાર અંગે આયોજન બધ્ધ સફળ રેઈડ કરી

જુગાર રમતા ૦૬ જુગારીયાઓ (૧) જીગરભાઇ માવજીભાઇ પરમાર રહેવાસી – ૨૮, ભાવેશનગર ઝાડેશ્વર ગામ તા.જી. ભરૂચ(૨) જયનીકભાઇ જયંતીભાઇ શાહ રહેવાસી – સી-૧,૩૦૩,ઓમ્કારેશ્વર ફ્લેટ ઝાડેશ્વર ગામ તા.જી. ભરૂચ(૩) ભાવીકા દિપકભાઇ જૈન રહેવાસી – ચીત્રકુટ સોસાયટી તુલસીધામ તા.જી. ભરૂચ(૪) ભાવીક જગદીશભાઇ ચૌટલીયા રહેવાસી – મ.નં ૧૦૫ એક દંત રેસીડન્સી ઝાડેશ્વર તા.જી. ભરૂચ(૫) કૃણાલભાઇ ચંદુભાઇ બારોટ રહેવાસી – શારદાસદન ઝાડેશ્વર જી.એન.એફ.સી રોડ તા.જી. ભરૂચ(૬) યુવરાજસિંહ અર્જુનસિંહ સીંધા રહેવાસી – ૧૦૪ શુભલક્ષ્મી બંગ્લોઝ સાંઇ મંદીરપાસે ઝાડેશ્વરગામ તા.જી ભરૂચને જુગારના રોકડા રૂપીયા તથા વાહનો હ્યુંડાઇ ક્રેટા કાર તથા ટુ વ્હીલર બાઇક સહીત કુલ કીંમત રૂપીયા ૧૨,૦૧,૩૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગારધારાની સલંગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારૂ ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.માં સોપવામાં આવ્યા હતા.

ભરૂચમાં સાતમથી શરૂ થતા મેઘમેળાની તાડામાર તૈયારી શરૂ

  • શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે.

દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ અને મેળો.દુનીયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઇ ને કોઇ દંતકથા વણાયેલ હોય છે.જેના આધારે પ્રતિવર્ષ ઉત્સવો અને મેળા યોજાતા હોય છે.આવા ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે બસો પચાસથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજ દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે શ્ણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘિત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.આમ મેઘરાજાની પ્રતિમાને સતત ૨૫ દિવસ સુધી રાખવામાં આવે છે.

સાતમ થી શરૂ થતા આ મેઘમેળામાં રોજગારી મેળવવા ઠેર-ઠેરથી વેપારી વર્ગ પોતાની હંગામી હાટડી લગાવે છે. તંત્ર દ્વારા તેમને કાયદેસર ભાડે જગ્યા આપવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ વેપારીઓ દ્વારા પોતાના સ્ટોલ લગાવવાની તાડામાર તૈયારીઓ આરંભાઇ ચૂકી છે.

 

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કલ્ચરલ ફેસ્ટ

સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે કલ્ચરલ ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લા માં વસતા વિવિધ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઓરિસ્સા, પંજાબ ના લોકો પોતાના રાજ્યોની મહત્તા દર્શાવતી વિવિધ કૃતિ ઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમ માં પ્રો લાઈફ ફાઉન્ડેશન અને પ્રજ્ઞા ગ્રૂપ દ્વારા કાર્યક્રમ ને સ્પોન્સર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ના ઉપદંડક અને ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા , ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા , રોટરી ક્લબ ઓફ ભરુચ ના પ્રમુખ ડૉ વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ, ઇવેન્ટ ચેરમેન રાહિલ પટેલ સહિત ના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન વડોદરા ના કલાકાર જિંદલ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રવણ વિદ્યાધામમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

આઝાદીના 75 વર્ષના અમૃતપર્વ નિમિત્તે શ્રવણ વિદ્યાધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વાણીની દેવી સરસ્વતી માતાના શ્લોકથી કરવામાં આવી.

ત્યારબાદ આ સમારોહના મખ્ય મહેમાન બલદેવભાઈ પ્રજાપતિ કે જેઓ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડોદરા વિભાગના સંઘ ચાલક, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અઘ્યક્ષ, ઉદ્યોગપતિ) તેઓનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું. મહેમાન દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે દેશ સોને કી ચિડિયા હતો, અનેક મહાપુરુષોના બલિદાનથી સ્વતંત્રતા મળી,ચંદ્રશેખર -ભગતસિંહ -વીર સાવરકર -સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા, પ્રથમ વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝ હતાં, અનેક ક્ષેત્રોમાં દેશ આજે આગળ છે, સ્વછતા આજે પણ દેશમાં દેખાય છે. જેવી અનેક બાબતો મહેમાનએ એમના વક્તવ્યમાં રજૂ કરી.ત્યારબાદ આ વર્ષે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. આમ, આઝાદીના અમૃતપર્વની ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ભરૂચની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ્વજ વંદનનો ક્રાર્યક્રમ યોજાયો

ભરૂચ ની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ના ઉપક્રમે ધ્વજ વંદન નો ક્રાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા  સમસાદ અલી સૈયદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.

સમશાદ સૈયદે જણાવ્યુ હતુ કે આપણ ને આઝાદી દેશ ના મહાપુરુષો ,સ્વાતંત્ર્ય સેનાનીઓ ના સંઘર્ષ અને બલિદાન થી મળી છે.ત્યારે મહામૂલી આઝાદી ની મહત્તા સમજવાની સૌ ને જરૂર છ. એને સમજી શું તોજ આઝાદી ના પર્વ ની સારી રીતે ઉજવી શકીશું. આઝાદ ભારત ના નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી દેશ ને વધુ મજબૂત કરવો પડશે.

ધ્વજ વંદન કાર્યક્રમમાં માં જન શિક્ષણ સંસ્થા ના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન, એક્સ આર્મી મેન મુળજીભાઈ, પાયોનિયર હાઈસ્કુલ ના આચાર્ય સંજયભાઈ વસાવા, આરસીસી ના પ્રેસિડેન્ટ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર, નગરપાલિકા ના કાઉન્સિલર તહેઝીબ મુલ્લા, જાણીતા કવિ કે.કે રોહિત, ઇકબાલ પાતરાવાલા, ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન પ્રમુખ મોહંમદ ઇકબાલ હવાલદાર અને સેક્રેટરી ઈમ્તિયાજ પઠાણ તેમજ રાષ્ટ્ર ભક્ત લોકોએ ખાસ હાજરી આપી દેશ ભાવના બતાવી હતી.

8 વર્ષની દુર્વા મોદીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ બાળકી સીધી  MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.

આ બોક્સમાં બાળકીએ શાળાની એ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું હતું જેઓ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે શાળામાં  ફી જમા કરાવી શકી ન હતી. લગભગ એક પખવાડિયામાં પોતાના અભ્યાસકાર્ય બાદના સમયમાં દુર્વાએ અલગ – અલગ ક્ષેત્ર , વ્યવસાય અને વર્ગના લોકો પાસે 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધી ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકીઓની સ્કૂલ ફી જેટલી રકમ એકત્ર કરી હતી.

જંબુસર ખાતે જિલ્લાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરાઇ

કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી.તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને  જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા કેકટરે આ પર્વે પોતાની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીના જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.તેમણે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આઝાદીની લડતમાં ભરૂચ અને જંબુસરનું યોગદાન યાદ કરતાં ભાવાંજલી અર્પણ કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં  ભરૂચ જિલ્લાનું આગવું સ્થાન છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકા૨નાથ ઠાકુ૨, છોટુભાઈ પુરાણી અને છોટે સ૨દા૨ ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહે૨-જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિ૨ત પ્રયાસો તથા એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.

આ અવસરે શાળાના બાળકો નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર કલેક્ટર ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટરને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ પટાંગણમાં મહાનુભાવોના વૃક્ષારોપણ  હસ્તે કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ  ભાવનાબેન રામી,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,નિવાસી અધિક કલેકટર જે ડી પટેલ તથા,જિલ્લા – તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

આમોદ પાલિકાના વિપક્ષ નેતા અને ભરૂચ દુધધારા ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા

આમોદ પાલિકાના વિપક્ષી નેતા અને દુધધારા ડેરીના ડિરેકટર ભાજપમાં જોડાઈ જતા આમોદ પાલિકાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.આમોદ પાલિકાના અપક્ષ તરફથી ચૂંટાયેલા વોર્ડ નંબર બે ના સદસ્ય છે. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમનું ટોપી પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઈ દેસાઈ ગ્રામ પંચાયત સમયથી આમોદના રાજકારણમાં સક્રિય રહ્યા છે.તેમજ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પણ નિભાવી ચૂકયા છે.જ્યારે ગત વર્ષે યોજાયેલ આમોદ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ભાજપ-કોંગ્રેસને ટક્કર મારી વિજેતા બન્યા હતાં.તેઓ પોતે ભરૂચ દુધધારા ડેરીના ડિરેકટર પણ છે.

આમોદ પાલિકામાં વિપક્ષી નેતાએ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પણ લાવ્યા હતાં.તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે પિટિશન પણ દાખલ કરી હતી.ત્યારે પાલિકાના મુખ્ય વિપક્ષી નેતા જ ભાજપમાં જોડાઈ જતાં આમોદના રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પાંચ નગરસેવકોને અપક્ષ તરફી ખેંચવામાં તેમનું યોગદાન રહ્યું છે.અને ભાજપના પાંચ નગરસેવકોએ આમોદ પાલિકાના સભ્ય પદેથી ત્રણ મહિના પહેલા રાજીનામુ પણ આપી દીધું હતું.ત્યારે હવે પાલિકાના વિપક્ષી નેતા પોતે જ ભાજપમાં જોડાઈ જતાં આમોદ નગરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.તેમજ આમોદ પાલિકાની પાંચ સદસ્યોની પેટા ચૂંટણી યોજાશે ત્યારે હવે રાજકારણના સમીકરણો બદલાઈ જતાં આમોદ નગરમાં ભારે ચર્ચાઓ જાગી છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!