The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 72

ભરૂચમાં નર્મદાનાં નીર માં ઘટાડો થઈ 27.94 ફૂટે, ફૂરજામાં ૧નું મોત

ભરૂચમાં નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના પગલે આજે ગુરૂવારે ગોલ્ડનબ્રિજે મહત્તમ સપાટી સવારે 6 કલાકે 27.94 ફૂટ સુધી સ્પર્શી હતી. પૂરના પગલે ભરૂચ શહેરના કાંઠા વિસ્તારમાંથી 418 અને અંકલેશ્વરના કાંઠાના ગામોમાંથી 705 નું મળી કુલ 1123 લોકોના સ્થળાંતર કરાવવાની તંત્રને ફરજ પડી હતી.

મધ્યપ્રદેશમાં વરસાદનું જોમ ઓછું થતા અને પાણીનો પ્રવાહમાં મોટો ઘટાડો કરાતા સરદાર સરોવર ડેમમાંથી નદીમાં હવે બે લાખ ક્યુસેક જેટલું પાણી ઓછું છોડાઈ રહ્યું છે. જેના કારણે ભરૂચ ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી બપોરે 12 કલાકે ઘટીને 27.56 ફૂટ નોંધાઇ છે.

સવારે નર્મદાના પુરના પાણી ભરૂચના દાંડિયા બજાર ખાતે સ્મશાનના પગથિયાં સુધી સ્પર્શી ગયા હતા. જ્યારે ફુરજા બંદરે પુરના પાણી શહેરમાં 100 થી 200 મીટર સુધી આવી ગયા હતા. પુરના પાણી ફુરજા બંદરને ધમરોળવા વચ્ચે એક અજાણ્યા યુવાને તેમાં પડ્યો હોવાની ઘટના બહાર આવી હતી. જેને ભરૂચ પાલિકાના 4 ફાયર ફાઈટરોએ રેશ્ક્યુ કરી તેને બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે ટુંકી સારવારમાં જ આ યુવાનનું મોત થયું હતું. હવે ધીમે ધીમે પુરના પાણી ઓસરતા કાંઠાની પ્રજા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પડતર માંગણીઓ સાથે આશાવર્કર અને ફેલીસીટર બહેનો ફરી મેદાનમાં

ગુજરાત રાજ્યનારાજ્યના આરોગ્ય વિભાગનો પાયો ગણાતી આશાવર્કર અને આશા ફેલીસીટર બહેનો પોતાની વેદના સાથે જિલ્લા પંચાયત ખાતે પ્લેબોર્ડ અને સુત્રોચ્ચાર સાથે દેખાવો યોજી તેમના પડતર પ્રશ્નો માટે ન્યાયની માંગ કરી હતી.

તેમણે ગુજરાત સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે સરકાર કાળઝાળ મોંધવારીમાં પણ અમને મામુલી ઇન્સેંટીવ આપી શોષણ કરે જ છે સાથે જિલ્લા પંચાયત પણ અમારૂ શોષણ કરવામાં પાછીપાની કરતું નથી. જિલ્લા પંચાયત દ્વારા મફતની કામગીરી કરવા બાબતે આશાવર્કર અને ફેલીસીટર બહેનોને માનસીક ત્રાસ અપાય છે. જો કામ કરવા ના પાડે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓ પણ અપાય છે. માટે આજે મોટી સંખ્યામાં બહેનો ડીડીઓને રજૂઆત કરઈ ન્યાય માટે માંગ કરવા આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે જે કામગીરીનું ઇન્સેંટીવ મળશે તેજ કામગીરી કરાશે તેમજ ધમકીઓ આપી કામ કરવા માનસિક ત્રાસ આપતા અધિકારીઓ પર કડક પગલા ભરવા પડશે અને ૫૦ ટકાનો વધારો જે ૪ થી ૬ મહિનાથી નથી ચુકવાયો અને અન્ય કામગીરીનું મહેનતાણું ૨૦૧૭થી હજુ પણ નથી અપાયું તે તમામ ચુકવણા કરાય તેવી રજૂઆત સાથે માંગ કરી હતી.

આ અંગે બહેનો દ્વારા ડીડીઓ જાતે બહાર આવી તેમની રજૂઆત સાંભળેની માંગ કરાતા ડીડીઓ દ્વારા નનૈયો બણી માત્ર બે વ્યક્તિ જ આવી રજૂઆત કરો અને તે પણ તેમના ચેમ્બરમાં તેમ કહેતા બહોનોએ રામધુન બોલાવવાનું શરૂ કરી પંંચાયત પટાંગણ ગજવ્યું હતું.

ભરૂચ ખાતે યુવા ભારત માટે નવું ભારત કાર્યક્મ યોજાયો

ભરૂચ ખાતે ઓમકાર નાથ ઠાકુર હોલમાં  “યુવા ભારત માટે નવું ભારત”  કાર્યક્મમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના  સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની દુરંદેશિતાથી વિશ્વમાં અનેક પ્રકારના પડકારોને  પાર પાડીને દેશમાં સૌથી વધારે ફોરેન  ઇન્વે્ટમેન્ટમાં ધરાવતો દેશ બન્યો છે.આ ઉપરાંત કોરોના કાળમાં સૌથી વધારે વેક્સિનેશન તથા બહુ મોટી સંખ્યામાં નાગરિકોને આ સમયગાળામાં અનાજ આપવાની સૌથી મોટી યોજના અમલમાં મૂકી હતી.

રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાના પાયા ઉપર નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું અને દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે .આવનાર દાયકો ભારતનો છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ૧૦ વર્ષ ન્યુ ઇન્ડિયા ફોર યન્ગ ઇન્ડિયાના સૂત્રને સરકાર યુવાશક્તિ સાથે મળીને સાકાર કરશે, ભારતમાં ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકોમાં દેશમાં ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટી સર્જશે.આ પસંગે મંત્રીએ सारे जहां से अच्छा, डिजिटल इंडिया हमाराનો નવા નારો પણ આપ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લા ઉધોગ કેન્દ્ર ભરૂચ દ્વારા મુદ્રીત નવી ઔધોગિક નીતિ-૨૦૨૦ માર્ગદર્શિકા પુસ્તકનું  વિમોચનકરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ.નાગરાજન, જિલ્લા કલેકટર તુષાર સુમેરા,  શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની હુસેનિયા સોસાયટીમાં નજીવી તકરારમાં બે જૂથ બાખડયા, ૧ને ઇજા

ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નજીવી બાબતે થયેલ બોલાચાલીમાં બે જૂથ સામ-સામે આવી જતા મારક હથિયારો વડે થયેલ હુમલો થયો હતો.જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અથે ખસેડાયો છે.

આ ઘટનામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ ઇજાગ્રસ્ત રફીક ઇસ્માઈલ ભાઈ ગોઠણે જણાવ્યું કે રાત્રીના સમયે તેઓ હુસેનિયા મસ્જીદ નજીક બેઠા હતા તે દરમિયાન નાના બાળકો વચ્ચે કોઇ ક વાત ને લઇ ઝઘડો થયો હતો. જેમાં તેમણે આ બાળકોને છોડાવ્યા હતા.ત્યારબાદ આચનક  8 થી 10 વ્યક્તિઓના ટોળાએ આવી જઈને તેમના ઉપર મારક હથીયાર વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં રફીક ભાઈ ગોઠણના હાથના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેમને ઇજાઓ પહોંચી હતી.જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ તો રાત્રીના સમયે થયેલ બે જૂથ વચ્ચે ના ઝઘડાના મામલે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે પણ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ નર્મદા ૨૮ ફૂટે, કાંઠા વિસ્તારના ગામો કરાયા એલર્ટ

ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે 6 કલાકે નર્મદા નદીની સપાટી 28 ફૂટને સ્પર્શી ગઈ હતી.

છેલ્લા બે દિવસથી ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે અને નર્મદા નદીએ તેની ભયજનક સપાટી બુધવારના રોજ પર કરી નાખી હતી. ગુરૂવારે વહેલી સવારે પાણીની સપાટી 28 ફૂટને આંબી ગઈ હતી. આજે સવારે 6 કલાકે નર્મદા નદીનું જળસ્તર 27.94 ફૂટ નોંધાયું હતું. નર્મદા ડેમ હાલ 136 મીટરને પાર ભરાયેલો છે અને તેના કારણે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં ઇનફ્લો સતત વધી રહ્યો છે.

જેને લઇ અંકલેશ્વરના 13 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વરના સરફુદ્દીન,  ખાલપીયા,જુના છાપરા,જુના કાશીયા ,બોરભાઠા બેટ ,સક્કરપોર ,જુના પુનગામ , બોરભાઠા, જુના તરીયા , જુના ધંતુરીયા ,જુના દીવા સહીત ના 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ભરૂચના ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, બામણીયા ઓવારા, દાંડિયા બજારના નીચલા વિસ્તાર સહિતના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંક્લેશ્વરના છાપરા,કાંસીયા જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાયું છે જેના કારણે આ માર્ગ આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે. જો કે  હાલમાં નર્મદા નદીમાં પાણીની સપાટી ઓછી થતી હોવાના એહવાલ મળી રહ્યા છે.

અંકલેશ્વરના સજોદગામે પટેલ ફળીયામાં ઓલ્ટો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

તા ૨૩/૦૮/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલ કે “ સજોદગામે રહેતો લીસ્ટેડ બુટલેગર પ્રજ્ઞેશભાઇ નરેશભાઇ પટેલ નાઓએ તેના જુના ધર પાસે ઓલ્ટો કાર નં GJ-16-CS-1311માં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે.

જે બાતમી હકિકત આધારે તાત્કાલીક એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ઓલ્ટો કાર નં GJ-16-CS-1311 વિદેશી દારૂ નાની મોટી બોટલ નંગ-૧૮૦ કિ રૂ ૪૦૩૨૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી એક આરોપી પ્રજ્ઞેશશાઇ નરેશભાઇ પટેલ રહે સજોદગામ તા અંકલેશ્વર જી ભરૂચ ને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એકટ ની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પો.સ્ટેમાં ગુનો રજીસ્ટ્રર કરવામા આવેલ છે.

ભરૂચ ને.હા.નં ૪૮ ઉપર શીતલ હોટલ પાસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલે જિલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પરીણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ

જે અંનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ /જુગાર ની પ્રવૃત્તિ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવેલ.

દરમ્યાન તા ૨૩/૦૮/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટને હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલ કે “ટાટા કંપનીનુ ટ્રક જે બોડી લાલ કલરની જેનો રજી.નંબર MH-12-LT-7443માં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી સુરત તરફથી વડોદરા તરફ જવાની છે.

જે બાતમી હકિકત આધારે પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક ભરૂચ એલ.સી.બી ટીમને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ. તે મુજબ ભરૂચ એલ.સી.બી એક ટીમ ભરૂચ થી વડોદરા તરફ જતા ને.હા.નં ૪૮ ઉપરથી શીતલ હોટલ પાસે આયોજન મુજબ વોચ તપાસમાં રહી બાતમી હકિકત વાળી ટ્રક આવતા ટ્રાફીક કરી રોકી લઈ જે ટ્રકમાં લાકડાના પ્લાયનુ બોક્ષ બનાવેલ હોય જે ખોલી ચેક કરતા ખાખી પુઠ્ઠાના બોક્ષ નંગ – ૧૧૯૮ માં વિદેશી દારૂ નંગ બોટલ નંગ- ૫૭૫૦૪ કિ રૂ ૫૭, ૫૦, ૪૦૦/- નો પ્રોહીમુદ્દામાલ જથ્થા સાથે બે આરોપી અનીશખાન મજરખાન ઉ.વ ૩૮ રહે ૨ રાનીપેલેસ ધારરોડ ગીતાનગર,ઇન્દોર, અને ખિજરખાં સાદીકખાં જાતે ખાન ઉ.વ ૧૯ રહે બાલસમદ તા કસરાવાદ, જી ખરગોનને ઝડપી પાડી તથા અન્ય બે આરોપી આરીફખાન રહેમાનખાન રહે તકીયા મહોલ્લા બાલસમદ તા કસરાવાદ થાના કસરાવાદ,જી ખરગોન અને મહેશભાઇ ભુરાલાલ તન્ના ઉફે મહેશ ઠક્કર રહે વડોદરા ઓને વોન્ટેડ જાહેર કરી નબીપુર પો.સ્ટેમાં ગુનો રજીસ્ટ્રર કરવામા આવ્યો છે.

ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના વરદ હસ્તે પટેલની વાડીનો કરાયો શુભારંભ

છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ નર્મદા ચોકડી ખાતે પટેલની વાડી એ ભરૂચવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઝાડેશ્વર ગામના આગેવાન નરેશભાઈ પટેલ દ્વારા હલદરવા ચોકડી, ઓસારા રોડ ખાતે “પટેલની વાડી” ના નામથી જ નવી હોટેલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના વરદ હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ના વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભારતીય જનતા પાર્ટીના માજી પ્રદેશ ઉપાધ્યક્ષ જીવરાજભાઈ ધારૂકાવાલા, અંક્લેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નીરલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આમંત્રિતો એ હાજરી આપી હતી.

ભાજપના કદાવર અને દિગ્ગજ યુવા નેતા AAP માં જોડાયા!

  • ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત રાજ્ય ની વિધાનસભાની ચુંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા ઓ વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે.

આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છ છબી ધરવતા અને સામાજિક માન મોભા વાળા રાજકિય આગેવાનો ને પોતાનાં તરકે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના કુંવરપરા ગામ ના સરપંચ અને ગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ગત રોજ આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભારતિય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર હતા. દરેક પંચાયતો ના સરપંચ સાથે તેઓનો સિધોજ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જીલ્લા મા કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય ભાજપા સાથે છેડો ફાડ્યા બાદ આમ આદમી પાર્ટી ની ઝાડુ નો દામન થામતા ભાજપા ને ચોક્કસ પણે વિધાનસભા ની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન નર્મદા જીલ્લા થાય તો નવાઇ નહીં.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં જોડતા રાજપીપળા વિધાનસભા ના ઉમેદવાર તરીકે તેઓને રાજકીય પંડિતો જોઈ રહયા છે. આગામી દિવસોમાં નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓને આમ આદમી પાર્ટી પોતાનાં ઉમેદવાર બનાવે તો નવાઈ નહીં.

  • રિપોર્ટર:સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા

ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી 26.50 ફૂટે

ભારે વરસાદ બાદ ઈન્દીરા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે.હાલમાં નર્મદા નદી અંકલેશ્વર બાજુમાં 26.50 ફૂટે ભયજનક સપાટીએ વહી રહી છે,અંકલેશ્વર સાઇડ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા પણ સૂચનો આપવામાં આવી છે.

23મી ઓગષ્ટના રોજ બપોરે 3 કલાકથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે બુધવારે સાંજથી ગોલ્ડનબ્રિજ ખાતે મંગળવારે રાત્રીના 11.00 કલાકે સપાટી 24.30 ફૂટ પહોંચી છે. નર્મદા નદીના જળ સ્તરે ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેના કારણે અંકલેશ્વર સાઇડ નર્મદા કાંઠાના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહીને સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ આપવામાં આવી છે.

નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંકલેશ્વર બાજુએ નર્મદા નદી તેના વોર્નીગ લેવલ 22 ફૂટ ઉપર ભયજનક 24 ફૂટ વટાવી 26.50 ફૂટે વહી રહી છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠાના કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. અંકલેશ્વરના નર્મદા કાંઠાના 2 ગામો સરફુદ્દીન, ખાલપીયા, ગામોને એલર્ટ કર્યા છે.

error: Content is protected !!