નેત્રંગ તાલુકાના ઉમરખેડા ગામે રહેતા હરીલાલભાઇ શંકરભાઇ વસાવા (ઉ.૫૬) ઉમરખેડા ગામેથી સાંજના સમયે વાંકોલ ગામે રહેતા પોતાના નાના ભાઇ સુરતાભાઇ શંકરભાઇ વસાવાના ઘરે તેઓની નાની બહેન ડભાલ ગામે પરાણવેલ છે.જે બહેન બીમાર હોવાના કારણે વાંકોલ ગામે સુરતાભાઇ ને ત્યાં રહેવા આવેલ હોવાથી જાણ થતાં તેઓની પત્ની સાથે ખબર અંતર પુછવા માટે આવેલ હતા.

જ્યાંથી ખબરઅંતર પુછી રાત્રીના સમયે વાંકોલ-ઉમરખેડા ગામ વચ્ચેથી વહેતી મધુમતી ખાડી પર બંન્ને ગામને જોડતુ નાળુ છે.જે નાળા  ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે મધુમતી ખાડીમાં ઓચિંતાનું ધોડાપુર આવતા હરીલાલભાઇ વસાવા ધસમસતા પાણીના પ્રવાહમાં મોટરસાયકલ સાથે ખેંચાઇ જતા તેઓનુ ડુબી જવાથી મોત થતાં પરીવારજનોમાં ભારે ઘેરાશોકની લાગણી ફરી વળી હતી.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here