The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 71

પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ સાથે ઝાડેશ્વરના ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડાના ઝાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સોમવારે કલેકટરને ડેમમાંથી છોડાતા પાણી અને પુરના પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300 એકર જમીન ઘોવાણમાં ગઈ હોવાની કેફિયત સાથે રજુઆત કરી હતી.

ઝાડેશ્વર ગામની 124 જેટલા સર્વે નંબરોની જમીન નદીમાં ગરક થઈ હોય અસરગ્રસ્ત ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા કે અન્યત્ર જમીન ફાળવી આપવા રજુઆત કરાઈ છે.સાથે જ ગ્રામજનોએ ભાડભૂત બેરેજ બનતા ભરૂચમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અને જળસ્તર વધતા ગામમાં પાણી આવવાની અને વધુ કિનારાની જમીનો ધોવાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.આ સ્થિતિમાં ઝાડેશ્વર ગામના ખેડૂતોએ ગોલ્ડનબ્રિજથી નિલકંઠેશ્વર મંદિર સુધી નદીના ઉત્તર કિનારાનું ધોવાણ અટકાવવા અંદાજે 7 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણી કરી છે.

આજે સુપર સન-ડે બોનાન્ઝામાં ભારત અને પાકિસ્તાનનો એશિયા કપનો મુકાબલો

સુપર સન-ડે બોનાન્ઝામાં ભારત અને પાકિસ્તાનનો એશિયા કપનો મુકાબલો રોમાંચક બની રહેશે. ઉપખંડની બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે હાઈવોલ્ટેજ જંગ જામશે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામાન્ય રીતે પ્રતિકૂળ રાજકીય સંબંધોને લીધે દ્વિપક્ષીય શ્રેણી રમી શકતા નથી. જેને પગલે બન્ને ટીમોની શું રણનીતિ રહેશે તેનો ખ્યાલ રવિવારે રમાનાર મુકાબલામાં જ આવશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ટી20માં આક્રમક બેટિંગની રણનીતિ ધરાવે છે. જ્યારે બીજીતરફ આઈસીસી રેન્કિંગમાં ટોચનો ક્રમ ધરાવતા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાન ટીમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમો છેલ્લે 10 મહિના પૂર્વે ટી20 વર્લ્ડ કપમાં આમને-સામને થઈ હતી.

ભારતનો ટી20 વર્લ્ડ કપમાં નાલેશીભર્યો 10 વિકેટે પરાજય થયો હતો. ભારત હવે એશિયા કપમાં આ બદલો લેવા આતુર છે. ભારતના વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી તેની 100મી ટી20 મેચ રમવા ઉતરશે. કોહલી તમામ ફોરમેટમાં 100 મેચ રમનાર ન્યૂઝીલેન્ડના રોસ ટેલર બાદ બીજો ખેલાડી બનશે. જ્યારે 100 ટી20 રમનાર તે 14મો ક્રિકેટર બનશે. વિરાટ કોહલી માટે ટી20 વર્લ્ડ કપ પૂર્વે પોતાનું ફોર્મ મેળવવા માટે એશિયા કપનું મંચ શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે.

  • એજન્સી-દુબઈ

સોનાલી ફોગાટના મોતમાં અત્યાર સુધીમાં 4ની ધરપકડ

હરિયાણા બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં ગોવા પોલીસે શુક્રવારે ક્લબના માલિક અને ડ્રગ સ્મગલર સહિત વધુ બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ક્લબના વોશરૂમમાંથી ડ્રગ્સ જપ્ત પણ કરી લીધું હતું. ગોવા પોલીસે જણાવ્યું હતું કે, કલબમાંથી ડ્રગ્સ મળી આવતા તેના માલિકની પૂછપરછ કરાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સ વિશે વધુ વિગતો આવવાની બાકી છે.

પોલીસે ડ્રગ્સ સ્મગલર દત્તપ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. તેણે આરોપી સુખવિંદર સિંહને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. પોલીસે ગઈકાલે આ કેસના સંબંધમાં બે આરોપી સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનની ધરપકડ કરી હતી. કોર્ટે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ પહેલા ગોવા પોલીસે કહ્યું હતું કે સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેના બે સહયોગીઓએ પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ મેળવીને પીવડાવ્યું હતું. શક્ય છે કે આ કારણે જ ફોગાટનું મૃત્યુ થયું હોય.

  • એજન્સી-દિલ્હી

જુઓ આકાશમાં ત્રાટકી એક સાથે અનેક વિજળી…વિડિયો થયો વાઇરલ

ઇન્ટરનેટની આ દુનિયામાં અવારનવાર અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. અમુક એવા વિડીયો પણ હોય છે.જે દિલને સ્પર્શી જાય છે, તો ક્યારેક આવા વિડીયો પણ સામે આવે છે, જેને જોઈને લોકો ડરી જાય છે.

હાલમાં જ એક એવો જ ભયાનક અને ખતરનાક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. વાયુ વેગે વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આકાશમાંથી અનેક વખત વીજળી ત્રાટકી રહી છે. વિડીયો જોઇને તમે પણ હેરાન રહી જશો.

 

Very scary⚡️⚡️ pic.twitter.com/FEumlBB4fv

 

— World’s Amazing Things (@HanaBici72) August 22, 2022

આમોદના અનોર ગામે મકાનની કાચી દીવાલ ધસી,1 મહિલાનું મોત

આમોદ તાલુકાના અનોર ગામે સવારે નગરીમાં રહેતા એક મકાનની કાચી દીવાલ ધસી પડતાં મહિલાનું વધુ ઇજા થવાથી કરુણ મોત થયું હતું.જ્યારે તેના પતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ છે તેમજ દોઢ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો.પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ તાલુકાના અનોર ગામે આજે સવારે ૬:૩૦ કલાકે નવીનગરીમાં રહેતાં સુરેશ ઉદેસંગ વસાવાનો પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યારે તેમના મકાનની કાચી દીવાલ અચાનક ધસી પડતાં પરિવારના સૌ સભ્યો દબાઈ ગયા હતા.જેમાં સુરેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે તેમની દોઢ વર્ષની છોકરી ખુશીનો આબાદ બચાવ થયો હતો.તેમજ તેમની પત્ની સેજલનું વધુ ઇજા થવાને કારણે મોત થયું હતું.આમોદ પોલીસે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મરણ જનાર સેજલ વસાવાનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અનોર ગામના આગેવાન અને આમોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મહેન્દ્રભાઈ વસાવાએ ગરીબ પરિવાર ઉપર થયેલી ગંભીર દુર્ઘટના બાબતે દુઃખ વ્યક્ત કરી ભોગ બનનાર પરિવારને સરકારી સહાય મળે તેવી માંગ કરી હતી.

આમોદ તાલુકાના અનોર ગામે આજે સવારે પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યારે સુરેશભાઈ વસાવાના મકાનની કાચી દીવાલ અચાનક ધસી પડતાં માતા સેજલબેનનું કરુણ મોત થયું હતું.જ્યારે સુરેશ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે દોઢ વર્ષની દીકરી ખુશીનો આબાદ બચાવ થયો હતો પરંતુ માતાનું અવસાન થતાં ગરીબ પરિવારની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

* રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ખાતે શ્રાવણી શનિવારે હજારો શ્રધ્ધાળુ ઉમટયા

  • દર્શન માત્રથી મનુષ્યના અભિમાનને ચકનાચુર કરતા ગુમાનદેવ

ઝઘડીયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવદાદાનું મંદિર અતિપ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાનદેવદાદા હાજરાહજૂર હોવાની લોકોમાં આસ્થા છે.તે પોતાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

પવિત્ર શ્રાવણ માસના શનિવારે દરેક હનુમાન મંદિરોમાં સુંદરકાંડ,ભજન,ભંડારા યોજવામાં આવશે.તેમાંય ઝઘડીયાના ગુમાનદેવ મંદિર પ્રત્યે ભકતોને આસ્થા હોય દુરદુરના ગામોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટશે.આ મંદિર સાથે વણાયેલ દંતકથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા. શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢીની સાગરીયા પટીના સંત હતા તેઓ ૫૦૦ વર્ષ અગાઉ ઝઘડીયા નજીક આવેલ મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા.

ત્યાં એક રાતે ગુલાબદાસજીને એવો ભાસ થયો કે જાણે હનુમાનજી તેઓના સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મુર્તી છે અને એક શીયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારીનાંખવા માટે મારી રહ્યા છે તમે ત્યાં જઈ તેનું રક્ષણ કરો.આવો ભાસ થતાં જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલાક ગોવાળો એક શીયાળને મારી રહ્યા હતા.

આ શીયાળવિ મુર્તિને ચોંટી રહી હતી.ગોવાળીયાઓ આ શીયાળ રોજ જ આમ કરે છે કહેતા ગુલાબદાસજીએ આદેશ કર્યો કે ભાગ હીંયા સે એમ કહેતા જ શીયાળ નાસી છુટયું હતું. આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપીત કરવામાં આવી હતી.અહીં હનુમાનજી હાજરા હજૂર હોવાના પરચા અનેક ભકતોને મળ્યા છે.

ભરૂચ નર્મદામૈયા બ્રિજ ઉપરથી યુવતીએ લગાવી છલાંગ, કરાઇ રેશ્ક્યુ

એક તરફ નર્મદા ભયજન સપાટીને આંબી ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે.ત્યારે બીજી તરફ સહન શક્તિના અભાવે એક યુવતીએ આજે બપોરે ૪.૩૦ની આસપાસ કોઇ કારણોસર નર્મદામૈયા બ્રિજ ઉપરથી પાણીમાં અચાનક છલાંગ લગાવતા તે ઘડાકાભેર પાણીમાં પડી અને કુકરવાડા તરફ તણાવા લાગી હતી.

જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવેલ યુવતી ને પાણી માં ડૂબતી જોઈ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકો દ્વારા તાત્કાલિક રેક્સ્યુ હાથ ધરી અને મહામુસીબતે આ યુવતીને બચાવી લઇ તેને ૧૦૮ની મદદ વડે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાઇ હતી.

આ ઘટના બની ત્યારે સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી ફોટા અને વીડિયો ઉતારી રહ્યા હતા અને અવાજ સાથે નીચે પટકાતી યુવતીને જોતા તરત એક્શનમાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયા, નાવિકોને જાણ કરતા તેઓ પણ તરત દોડતા થયા હતા.

હાલમાં ડેમમાંથી ધસમસતા 1.45 લાખ ક્યુસેક વહેતા નીર વચ્ચે યુવતી નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડનબ્રિજ અને રેલવે સિલ્વર બ્રિજ વટાવી સડસડાટ આગળ વહેવા લાગી હતી. નવિકોએ તેને ઉગારી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ભરૂચની હરિ દર્શન સોસાયટીની યુવતીએ કેમ પાણીમાં ઝપલાવ્યું તે વિશે માતા પિતાએ અકળ મોંન સેવ્યું હતું.

એમ. એસ.નાં વિદ્યાર્થીઓએ નકામા કચરાનો રિયુઝ કરીને બનાવ્યા અવનવા વસ્ત્ર પરિધાન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત અભિયાનની પહેલથી પ્રેરણા મેળવીને એમ.એસ. યુનિવર્સિટિની પાંચ વિદ્યાર્થિનીઓ દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવવીને ફેશન જગતમાં એક નવી પહેલ શરૂ કરી છે.  પર્યાવરણને બચાવવામાં માટે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવે છે તથા પ્લાસ્ટિક ને રિસાઇકલ, રિયુઝ અને રીડ્યુસ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે  ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વર્ષ ૨૦૨૨ના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવી રહ્યા છે.

પ્રારંભિક ધોરણે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી ૧૦ અલગ-અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે અને તેઓ તેમના આ કાર્યને  વ્યાપારી ધોરણે આગળ લઇ જઈને વ્યાપક બજારમાં મૂકવા માટેની યોજના બનાવી રહ્યા છે. વધુમાં તેઓ પોતાની બ્રાન્ડની લાઇન માટે પણ આયોજન કરી રહ્યા છે.

પાંચ વિદ્યાર્થીઓમાં સપના મહેશ્વરી, બિનલ કથેરિયા, ખુશી જૈન, જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારીએ તેમના અભ્યાસક્રમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપે સામાન્ય રીતે કચરામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના રેપરનો સદ્ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેઓ તેમની કોલેજ તથા હોસ્ટેલની નજીકથી સારી માત્રામાં કચરો એકઠો કરીને તેનો  ઉપયોગ નવા કપડાની અવનવી ડિઝાઇન કરવામાં કરે છે. તેઓ દ્વારા  વેરેબલ ફેશનેબલ પાર્ટી વેર ડિઝાઇન બનાવવા માટે  ઊન અને અન્ય સામગ્રીઓનું મિશ્રણ કરીને ખુબજ સુંદર વસ્ત્રો રજુ કરવામા આવ્યા હતા.

વધુમા પ્રોફેસર ડૉ. અમૃતા દોશીએ જણાવતા કહ્યુકે ,” પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કપડાં ડિઝાઇન કરવાની પ્રેરણા તેમને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા ભારત અભિયાનમાંથી મળી છે. પર્યાવરણમાં નડતર બનતા એવા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને પછી જરુરી પ્રક્રિયા કરીને પાર્ટી વેર તરીકે ડિઝાઇન કરી રહ્યા છે.

આ આખી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી કારણ કે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રેપરનો કચરો એકઠો કરીને સાફ કરવામાં કરે છે ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તેની સ્ટ્રીપ્સ કાપ્યાબાદ તેમના ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ લૂમ પરના તેમના ટ્રાયલ પછી તેઓ તેને અમદાવાદના વણકર પાસે વણાટ માટે આઉટસોર્સ કરે છે અને કપડા ડિઝાઇન કરવા માટે ફેબ્રિકમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેબ્રિકનો ‘પાર્ટી વેર’ થીમ સાથે ડિઝાઇન કરે છે જેને શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ કરવામા આવેલ ઇકોફ્રેન્ડલી વસ્ત્રોની પહેલ ખુબજ સરાહનીય છે.

અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી

અંકલેશ્વરમાં બે અલગ વિસ્તારમાં તસ્કરોએ ૨ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંન્ને ચોરીના ગુનાઓ નોંધી ડોગ સ્કોડ અને FSLની મદદ મેળવી વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ છે. જેમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા શ્રી અંબિકા સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિતની રોકડ રકમ ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. તસ્કરો સક્રીય બનતા સ્થાનિકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજા બનાવમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના આદિત્ય નગરના મકાન નંબર બી- 47 ખાતે રહેતા ઇલા નરેન્દ્રભાઈ જાદવ પોતાના કામથી બહાર ગયા હતા. આ સમયગાળાનો લાભ ઉઠાવીને તસ્કરોએ તેમના રસોડામાં આવેલી કાચની બારીમાંથી મકાનમાં ત્રાટકી હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. જેમાં તસ્કરોએ ડાઈનીંગ ટેબલ પર મૂકેલું પાકીટ જેમાં રોકડા રૂપિયા 30 હજાર હતાં. રેડમી નોટ 10 પ્રાઈમ કિંમત રૂ.14 હજાર, રેડમી નોટ 11 કિ. રૂ.10 હજાર, આઈફોન 7 કિં. રૂ.7 હજાર અને 5 ગ્રામનું સોનાનું લોકેટ કિં. રૂ.23,500 મળીને કુલ રૂ.84,500 ના મત્તાનો હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ચોરી થયેલા બંન્ને સ્થળોએ તપાસ કરીને ફરિયાદ નોંધીને FSL, ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટની ટીમને મોકલી તસ્કરોને શોધવા કવાયત હાથધરી છે.

ભરૂચ ના 33 જેટલા ગામોમાં એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત જમીનના વળતર મામલે વિરોધ

ભરૂચ જિલ્લાના ખેડુતો એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના બદલામાં યોગ્ય વળતરની માગણી કરી રહયાં છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનના ઉંચા દામ આપવામાં આવ્યાં છે જયારે ભરૂચના ખેડુતોને અન્યાય થયો હોવાના દાવા કરાય રહયાં છે. ગુરૂવારના રોજ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ હાઇવેની કામગીરી માટે આવતાંની સાથે આમોદના સીમરથા ગામે અસરગ્રસ્ત ખેડુતો ભેગા થઇ ગયાં હતાં અને કામગીરી અટકાવી દીધી હતી.

ભરૂચ જિલ્લાના 33 જેટલા ગામોની જમીન વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીનના બદલામાં તેમને ઓછુ વળતર આપવામાં આવ્યું હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહયાં છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનોના બદલામાં કરોડો રૂપિયા આપવામાં આવ્યાં છે જયારે ભરૂચમાં લાખો રૂપિયા આપી મહામુલી જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એકસપ્રેસ હાઇવેની કામગીરી હાલ તો અટકી છે.

ગુરૂવારના રોજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં સીમરથા ગામે કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિક તથા અસરગ્રસ્ત ખેડુતો એકત્ર થઇ ગયાં હતાં. તેમણે યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી કામગીરી નહી કરવા દઇએની માગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતુંઅને લોકોના વિરોધના પગલે કામગીરી રોકી દેવામાં આવી હતી. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ખેડુતોની માગણી કલેકટર સુધી પહોંચાડવામાં આવશે. ખેડુતોએ પણ સમાધાનના પ્રયાસોની સાથે સાથે કામગીરી ચાલુ રાખવા દેવી જોઇએ જેથી પ્રોજેકટ સમયસર પુર્ણ થઇ શકે. જમીન ગુમાવનારા એક મહિલા ખેડુતે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને 1 કરોડ રૂપિયા અપાયા છે જ્યારે અમને માત્ર 7 થી 10 લાખ રૂપિયા આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડુતોએ દેશના હિતમાં પોતાની જમીનો હસતા હસતા સંપાદિત કરાવી તો આજે તેમને રડવાનો વારો આવ્યો છે. સરકાર અને નેશનલ હાઇવે ઓથોરીટી જ ખેડુતોને આંદોલન કરવા માટે પ્રેરણા આપી રહી હોવાનું ખેડુત આગેવાનોએ જણાવ્યું છે.

error: Content is protected !!