ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓની સંખ્યા વધતા હવે દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘસી આવવાના બનાવો બની રહ્યાછે.આવાજ એક બનાવ મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના જીન ફળીયા,ભાલોદ રોડ વિસ્તારમાં ગઇકાલે રાત્રે દિપડો દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને સ્થાનિકો મોટી સંખ્યામાં દિપડાને દેખવા ટોળે વળ્યા હતા.

ઘટના અંગે ઝઘડીયા વનવિભાગને માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના આર. એફ. ઓ. મિનાબેન પરમાર,રાજપારડીના ફોરેસ્ટર મહેશ વસાવા તેમની ટીમ સાથે તુરંત રાજપારડી દોડી આવ્યા હતા અને દિપડાની હાજરી વારા સ્થળે તપાસ હાથધરી દિપડાને ઝડપી લેવા કવાયત  હાથધરીછે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજપારડીની સીમમાં અવારનવાર દિપડાઓ દેખા દેતા હોઇછે અને દિપડાઓ દ્વારા અવારનવાર શ્વાન,પશુઓ,બકરા,બકરી,વાછરડા,ગાયો પર હુમલાઓ કરી ઘાયલ કરે છે.

બુધવારે રાત્રીના સમયે દેખાયેલા દિપડાએ શ્વાનનો શિકાર પણ કર્યો હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ નગરની સીમમાં દિપડો ધસી આવતા દિપડાને નિહાળવા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોના ટોળાને સલામતીના ભાગરૂપે રાજપારડી પોલીસે હટાવી દીધા હતા જોકે સ્થાનિકોના ટોળાએ દિપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાની ઘટના સામે આવી છે.

ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here