The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 70

ભરૂચમાં દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુર્હતમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ભરૂચમાં પણ વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

ગત વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે સરકારે ગાઈડલાઈન જાહેર કરી ગણેશ મહોત્સવની ઉજવણી માટે મંજૂરી આપી છે. જેથી આજથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે.૧૦ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.

અન્નાએ કેજરીવાલને કહ્યું તમે સત્તાના નશામાં ભાન ભૂલ્યાં છોઃ શરાબ નીતિની કરી ટીકા

દિલ્હીમાં શરાબ નીતિ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ પણ શરાબ નીતિ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નવી સરકારની એક્સાઇઝ નીતિની ટીકા કરી છે અને કહ્યું છે કે એવું લાગે છે કે મુખ્યમંત્રી સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે.

અન્નાએ લખ્યું છે કે ‘તમે મુખ્યમંત્રી બન્યા પછી હું તમને પહેલીવાર પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂ નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને ખૂબ જ દુઃખ થાય છે.’ ‘હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે અમે પહેલા રાલેગણસિદ્ધિ ગામમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી મહારાષ્ટ્રમાં દારૂની નીતિ બનાવવા માટે આંદોલનો કર્યા હતા.

આ ચળવળને કારણે દારૂબંધીનો કાયદો બન્યો હતો. હું જ્યારે વિરોધ કરી રહ્યો હતો તો તેઓ મને પોતાના ‘ગુરુ’ કહેતા હતા, હવે તે ભાવનાઓ ક્યાં છે?અન્નાએ ઉમેર્યું છે કે એક ઐતિહાસિક આંદોલનને નુકસાન પહોંચાડ્યા બાદ જન્મેલી પાર્ટી હવે અન્ય પક્ષોના માર્ગો પર છે, જે દુખદ છે. નવી નીતિથી શરાબનું વેચાણ અને વપરાશને પ્રોત્સાહન મળશે અને ભ્રષ્ટાચાર પણ વધશે.

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી તાલીમ સેમિનાર યોજાયો

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા જીલ્લા ખરીદ વેચાણ સંઘ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં બેંકના સભાખંડમાં યોજાયો હતો.

ભરૂચ જીલ્લા સહકારી સંઘ જીલ્લાની સહકારી પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. અવાર-નવાર શૈક્ષણિક તાલીમ શિબિરો યોજી સહકારી સંસ્થાઓના કર્મચારીઓ અને હોદ્દેદારોને હિસાબી તથા સંચાલન માટેનું કાયદાકીય માર્ગદર્શન પુરૂં પાડે છે. તાજેતરમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બેંકના સભાખંડમાં રાજ્યમાં પ્રથમ વખત જીલ્લા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટરો અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર યોજાયો હતો.

વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડીસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ચેરમેન અરૂણસિંહની અધ્યક્ષતામાં યોજાયેલ સહકારી તાલીમ શિબિરમાં ગુજકોમાસોલના ડિરેકટર ચંદ્રકાંતભાઈ પટેલ તથા સુનીલભાઈ પટેલ, અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન તથા ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના વાઇસ ચેરમેન કરસનભાઈ પટેલ, ભરૂચ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેન દિલીપભાઈ પટેલ, ભરૂચ ડી.સે.કો.ઓપ.બેંકના CEO અને ભરૂચ જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર રજનીકાંતભાઈ રાવલ, ભરૂચ જીલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખ વત્સલાબેન વસાવા, માનદ્ મંત્રી રવિન્દ્રસિંહ રણા તથા ભરૂચ મહિલા સમિતિ પ્રમુખ નીરૂબેન આહિર સહિત જીલ્લા અને તાલુકા ખરીદ-વેચાણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારમાં વિશેષ તજજ્ઞ તરીકે ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ભરૂચના પી.બી. કણકોટિયાએ સહકારી સંસ્થાઓને લાગુ પડતી સહકારી કાયદાની કલમો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી સરદાર બારડોલી તાલુકા ખેડૂત સહ.ખ.વે.સંઘ.મંડળીના મેનેજર ગીરીશભાઈ પટેલે પણ પોતાની સંસ્થાની કામગીરીનો ચિતાર આપી ઉપસ્થિત સહકારી આગેવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે તેમણે ખરીદ વેચાણ સંઘ કઈ રીતે વિવિધ વ્યાપારીક કામગીરી કરી સંસ્થાનો વિકાસ કરી શકે તે માટે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

આમોદ વકીલ બાર એસોસિએશને સુરતના વકીલ પર હુમલાના વિરોધમાં આપ્યું આવેદન

સુરતના બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડે યુનિફોર્મ પહેર્યા વગર,સરકારી ગાડી વિના રિક્ષામાં બેસીને વગર રસીદે ગેરકાયદે વાહન ચાલકો પાસેથી ખંડણી ઉઘરાવતા કાયદાના જાણકાર એવા એડવોકેટ મેહુલ બોઘરાએ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને તેને પ્રોત્સાહન ના મળે માટે તેને રોકવા જતાં સાજન ભરવાડે એડવોકેટ મેહુલ બોધરા ઉપર લાકડી વડે જીવલેણ હુમલો કરતાં સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં.

ત્યારે આમોદના બાર વકીલ એસોસિએશન દ્વારા પણ આજ રોજ આમોદ નાયબ મામલતદાર કિંજલ પરમારને આવેદનપત્ર આપી વકીલોએ વકીલ એકતા જીંદાબાદના નારા સાથે સુરતના વકીલ ઉપર થયેલા જીવલેણ હુમલાને સખત શબ્દોમાં

  • રિપોર્ટર : વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદ પાસેના હાઇવે ઉપર કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

આમોદ-જંબુસર રોડ ઉપર બત્રીસી નાળા પાસે કેમિકલ વેસ્ટની થેલીઓ જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.મંગણાદ પાસે આવેલી સેફ એનવાયરમેન્ટ કંપનીમાં લઇ જવાતો કચરો ટ્રકોમાં ઓવરલોડ ભરીને લઈ જવામાં આવે છે.જે નેશનલ હાઇવે ઉપર મસમોટા ખાડાને કારણે હાલક ડોલક થઈને જતી ટ્રકો માંથી કેમિકલ વેસ્ટના પ્લાસ્ટિકના મીણીયામાં બાંધેલો હોય છે.

જે કેમિકલ વેસ્ટની થેલીઓ ગમે ત્યાં પડી જતી હોય લોકોના સ્વાસ્થય જોખમ ઉભું થયું છે તેમજ જાહેર રસ્તો હોય મૂંગા પશુઓ પણ થેલામાં મોઢું મારતાં હોય પશુપ્રેમીઓ પણ ચિંતિત બન્યા છે.કેમિકલ વેસ્ટનો ઢગલામાંથી અત્યંત ખરાબ દુર્ગંધ આવતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ઔધોગિક એકમોનો કેમિકલ વેસ્ટ મંગણાદ પાસે આવેલી સેફ એનવાયરમેન્ટ કંપનીમાં નાશ કરવામાં આવે છે.જે કચરો ભરીને જતી ટ્રકો આમોદથી પસાર થતી હોય અનેક વખત કેમિકલ વેસ્ટના ઢગલા જાહેર રોડ ઉપર પડી જતાં હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જંબુસર વિધાનસભાના આમ આદમી પાર્ટીના આગેવાન સાજીદ રેહાને જો કેમિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો કંપની સામે હલ્લા બોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

  • રિપોર્ટર : વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ સાઇન્સ એંડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરુચ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્રના એસ્ટ્રોનોમર અરવિંદ પંચાલ સાહેબ તથા કો-ઓર્ડિનટર કેશાબેન પ્રજાપતિ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. અરવિંદભાઇ પંચાલ સાહેબ દ્વારા અંધશ્રદ્ધા માટેના લગભગ 10 જેટલા ચમત્કારના પ્રયોગો બતાવી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ત્યારબાદ તેમણે બાળકોને જણાવ્યુ કે આ પ્રયોગોમા કેમિસ્ટ્રિ રહેલી છે જેનાથી સમાજમાં રહેલા લુટારુઓ આવા પ્રયોગો બતાવી ભોળા લોકો પાસેથી પૈસા લૂટે છે તો સમાજમાં રહેલી આવી અંધશ્રદ્ધા દૂર કરવા બાળકોને સલાહ આપી હતી પ્રોગ્રામના અંતમાં મુન્શી ટ્રસ્ટના અધિકારી દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને શબ્દો વડે આભાર માનવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના ચીલઝડપના બે ગુનાનો ભેદ ઉકેલાયો ,૨ ઝડપાયા,૨ વોન્ટેડ

અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી , લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી હતો.

આ ઉપરાંત 24 ઓગસ્ટે વધુ એક બનાવમાં અંકલેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતો.તે વખતે ગાડીની પાછળ ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથડાવતા ફરીયાદી ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. દરમ્યાન અજાણ્યા ઇસમોએ બ્રેઝા ગાડીનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાશી ગયો હતો.

આ બન્ને બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે . ખાતે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેઝ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ચોક્કસ હકિકત મળેલ કે, ચીલઝડપના બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ શહેરમાં છે.

તપાસમાં ગયેલ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી ( છારા ) અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર બને રહે. છારા નગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા બે લાખ તથા ગુનામાં વપરાયેલી હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ કિંમત રૂ.50 હજાર મળીને કુલ રૂ.2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે અન્ય બે આરોપીઓ દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગે બંને રહે,છારાનગરને વૉન્ટેડ જાહેર કર્યા છે.

મુલદ ચોકડીથી ઝઘડિયા જતો માર્ગ અત્યંત બિસ્માર, ગ્રામજનો વિફર્યા

ભરૂચ જિલ્લામાં ખરાબ રસ્તાઓને લઈ લોકોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ વચ્ચે હવે અત્યંત બિસ્માર માર્ગો ધૂળિયા બની ગયા છે.

ખરાબ રસ્તાથી કંટાળેલા લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકી રાખતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ છતાં ખરાબ રસ્તાનું નવીનીકરણ નહિ કરાતા આજે મંગળવારે સવારે કેવડિયા SOU જવાના માર્ગ ઉપર નાના સાંજા તેમજ ગોવાલી ગામના ગ્રામજનો ઉતરી પડ્યા હતા.

મુલદ ચોકડીથી ઝઘડિયા રાજપીપળા જતા માર્ગને ગોવાલી ગામ પાસે વાહનો અટકાવી દેવાયા હતા. સવારે 9 કલાકે મહિલાઓ સહિત લોકોએ બિસ્માર માર્ગ અને ઊડતી ધૂળને લઈ રસ્તા રોકો આંદોલન કરતા જોત જોતામાં બન્ને તરફ વાહનોની કતારો 3 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. એક કલાક સુધી વાહનો અટકાવી રાખ્યા બાદ પોલીસે દોડી આવી ગ્રામજનોને સમજાવી મામલો થાળે પાડી લોકોને રસ્તા પરથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદી પરનો પુલ જર્જરીત

વાલીયાના ડહેલી પાસે આવેલો કીમ નદીના પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પુલ એકદમ જર્જરીત હોવાથી લેવાયેલા નિર્ણયના પગલે ભારે વાહનોને 24 કીમીનો વધારાનો ફેરાવો થશે જેથી સમયની સાથે ઇંધણનો પણ વ્યય થશે.

ડહેલી કિમ નદીના પુલ સહિત વાડી રોડ ઉપર કદવાલી ખાડીનો પુલ વર્ષોથી જર્જરીત થઈ ગયો છે અને સાંકડો હોવાથી સામસામે બે વાહનો ભેગા થઈ જતા અકસ્માતો થઈ રહ્યા છે. વાલિયાથી વાડી 21 કિમીનો રસ્તો પણ ખખડધજ છે. જિલ્લા અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી ડહેલીનો પુલ 12 ટનથી વધુ વજન વહન કરતા ભારી વાહનો માટે બંધ કરતા હવે તેવા વાહન ચાલકોને વાલિયાથી નેત્રંગ 24 કિમિનો રસ્તો મજબૂરીએ પાર કરવો પડશે અને તેમાં અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયેલો રસ્તાથી વાહન ચાલકોને માનસિક અને આર્થિક રીતે ફટકો પાડી રહ્યો છે.

અંકલેશ્વરમાં ગણેશજીની શોભાયાત્રામાં રીસ રાખીને હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવતાં ચકચાર

અંકલેશ્વર શહેરમાં મોદીનગર પાસેથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રામાં એક કાર ચાલક બેકાબુ બનતા ત્રણથી ચાર લોકોને અડફેટમાં લીધા હતાં. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે આ સમગ્ર બનાવ રીસ રાખીને હત્યાનો પ્રયાસ હોવાનું બહાર આવતાં ચકચાર મચી જવા પામી હતી.

ગણેશજી સ્થાપનના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગણેશ અયોજકો પોતાના મંડળની ગણેશની પ્રતિમાઓ ડીજે સાથે વાજતે ગાજતે લાવી રહ્યા છે. ગઈકાલે રવિવારના રોજ પણ અંકલેશ્વર શહેરમાં અનેક મંડળોની ગણેશજીની શોભાયાત્રાઓ નીકળી હતી. લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે અંકલેશ્વર ભરૂચી નાકાના મોદીનગર વિસ્તારમાં એક કાર ચાલક બેકાબુ બન્યો હતો. આ કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ગણેશજીની નીકળેલી શોભાયાત્રામાં ઘૂસાડી દઈને ત્રણથી ચાર લોકોને અડફેટમાં લેતા ઇજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે કાર ઉભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમયે શોભાયાત્રામાં હાજર લોકો ઉશ્કેરાયા હતાં. પરંતુ આ સમયે ત્યાં હાજર શહેર પોલીસના સ્ટાફે તાત્કાલિક ત્યાં દોડી આવીને મામલાને થાળે પાડયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,નવા બોરભાઠા ગામમાં રહેતા મુકેશ લલ્લુભાઈ વસાવા બિટીપીના વોટ્સએપ ગ્રુપમાં સભ્ય છે. જેમાં નવા દિવા ગામનો આરોપી કિશન મનાભાઈ વસાવાએ મુકેશ લલ્લુ બીજેપીનો દલાલ શું આદિવાસીઓનું ભલું કરવાનો તેવી BTP ગ્રુપમાં કોમેન્ટ કરીને લખ્યું હતું. જે અંગે મુકેશ તેના ઘરે કહેવા ગયો હતો. જેની રીસ રાખીને ગત રાત્રીના મુકેશ તેના ભાઈઓ સાથે ભરૂચી નાકા ઉપર ગણેશની શોભાયાત્રા જોવા ઉભો.હતો. તે સમયે કિશન વસાવાએ મુકેશ ઉપર કાર ચઢાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જો કે તે સાઇડ પર કુદી જતાં તે બચી ગયો હતો. પરંતુ તેને હાથમાં ફેક્ચર થયું હતું. જો કે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે 307નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!