The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 50

ભરૂચ ભાજપે સરદાર સાહેબની ભાવવંદના કરી મોરબીના મૃતકોને શ્રધ્ધાસુમન પાઠવ્યા

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા.

સાથે જ મોરબી ઝૂલતા પુલની હોનારતમાં હતભાગી મૃતકો પ્રત્યે કરુણા વ્યક્ત કરી તેમને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારો પડખે સંવેદના રજૂ કરાઈ હતી.

સરદાર સાહેબને અંજલિ અને ગુજરાતની મોરબીની કરૂણાતીકામાં દિલસોજી વ્યક્ત કરવામાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, આગેવાનો, કાર્યકરો અને નગર સેવકો જોડાયા હતા.

ઝઘડીયાના રાજપારડીમાં મદ્રેસાના તલબાઓના વાર્ષિક જલશો યોજાયો

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીના પટેલ નગરના મદ્રેસ-એ-ગૌષીયહ તાલીમુલ ઇસ્લામના તલબાઓનો કોરોના કાળના ૨ વર્ષ બાદ વાર્ષિક જલ્શો યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજપીપલાના ખલીફા-એ-શૈખુલ ઇસ્લામ સૈયદ હાજી સુબ્હાની બાવા સાહેબે પોતાના નિરાલા અને જોશીલા અંદાજમાં હજરત ગૌષપાક સરકારની શાનમાં તકરીર પેશ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

બાવા સાહેબ ખાસ કરીને તમામ ઉમ્મતની હિદાયતની વાત રજુ કરી જણાવ્યું હતુ કે બાળકની સૌ પ્રથમ શાળા તેની માતા જ છે.માતાના સંસકારોથીજ બાળકની બુધ્ધી,કૌશલ્ય ખીલેછે અને ધર્મનુ સૌપ્રથમ જ્ઞાન પ્રાપ્ત થાયછે.દરેક માતા-પિતાએ બાળકના દીન-દુનિયાના એજ્યુકેશન માટે તત્પરતા દાખવવી પડશે પટેલનગરના કાર્યક્રમમાં મદ્રેસાના તલબાઓની તાલીમ,યાદ શકિત,નિહાળીને બાવા સાહેબે મસ્જિદના ઇમામ સાહેબ અખ્તરરજાની સરાહના કરી હતી.સવારે બાવા સાહેબની હાજરીમાં મદ્રેસાના તલબાઓની પરિક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

મદ્રેસાના કુલ ૭ ક્લાસના ૧થી૩ નંબર મેળવનારાઓ તલબાઓમાં કુર્આન શરીફમાં પ્રથમ ખત્રી હાદિયાબાનુ મહંમદફારૂક,દ્રિતીય પઠાણ કૈફ શરાફત અલી,તૃતીય ગુલામ ખ્વાજા અબ્દુલ ખત્રી,હપ્તીમાં પ્રથમ ખત્રી માહેનૂર રફિક,દ્વિતીય ખત્રી એહમદરઝા રિઝવાન,તૃતીય સોલંકી જૈદ નાસીર,ખત્રી નાઝ ફાતેમાં મોહંમદ ઇરફાન,અમ્મા પારામાં પ્રથમ પઠાણ ફરહાન અબ્દુલ્લાહ, દ્રિતીય ખત્રી મોહંમદ હુશૈન સલીમ,તૃતીય ખત્રી જોયાબાનુ સોયબ,બ વિભાગમાં પ્રથમ, અયના હુઝૈફા ખત્રી દ્વિતીય તાકીદ ઇમરાન ખત્રી,તૃતીય અલવીરા શરાફત ખાન,અશરફી કાયદા (અ)માં પ્રથમ,ખત્રી સમીર ઇમરાન,દ્રિતીય અંસારી શના નૌશાદ,તૃતીય ખત્રી મોહંમદ રિઝવાન,

બ માં પ્રથમ,ખત્રી રોહાના સોયેબ,દ્રિતીય ખત્રી ફલકનૂર રફિક,તૃતીય ખત્રી ફાતેમાં સાજીદ,તખ્તી વિભાગમાં પ્રથમ,ખત્રી મુસ્તાકઅલી શફીક,દ્રિતીય ખત્રી મોહંમદ રફિક ઝાબીર,તૃતીય મોહંમદ ફૈઝ ફારૂક પટેલ,આ તલબાઓને બાવા સાહેબ તેમજ અગ્રણીઓના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા.આયોજીત કાર્યક્રમમાં રાજપીપલાના ખલીફા-એ-શૈખુલ ઇસ્લામ હાજી સૈયદ સુબ્હાની બાવા સાહેબ,મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ અલી બાપુ,મૌલાના ફિરોઝ,અખ્તરરઝા મૌલાના,શાહિલ મૌલાના,ઇશાક હાફેઝજી,સૈયદ મૌલાના તૌશીફ બાપુ,સૈયદ બાપુ પટેલનગર,સૈયદ હશન મુન્ના બાવા સાહેબ તેમજ અન્ય મુસ્લિમ ધર્મગુરૂઓએ હાજરી આપીને મદ્રેસાના તલબાઓની ઉચ્ચ કારકીર્દી માટે ભલી દુઆઓ ગુજારી હતી.પટેલ નગરના સ્થાનિક યુવાનો,મસ્જીદના સંચાલકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે ઝહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા સમાપ્ત

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

આજે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠક માટે રવજી વસાવા, સેવનતું વસાવા, દિનેશ વસાવા, રિતેશ વસાવા, ઊર્મિલા વસાવા સહિત 16 ઉમેદવારોએ નિરીક્ષકો ભુપેન્દ્ર ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી.

ભાજપ દ્વારા આ સાથે જ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર હોદેદારો અને અપેક્ષિતોની સેન્સ પ્રક્રિયા સમાપ્ત થઈ છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન પાંચ વિધાનસભામાં ભરૂચમાં 21, અંકલેશ્વર 10, વાગરા 12, ઝઘડીયા 16 અને સૌથી વધુ જંબુસર 23 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક માટે કુલ 82 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વર્તમાન ત્રણ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી, જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાના હોદેદારો, સભ્યો, સંગઠનના આગેવાનો સહિતનો સમાવેશ થાય છે.

આમોદમાં રાષ્ટ્રિય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર મગર આવી જતાં લોકોમાં ગભરાટ

આમોદમાં રાત્રીના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર રેસ્ટ હાઉસ પાસે પાંચ ફૂટ લાંબો મગર આવી ગયો હતો જેથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે રેસ્ટ હાઉસ પાસે હોટેલ પણ આવેલી હોય લોકો મગરને જોઈ ભયભીત બન્યાં હતાં.જેથી હાજર લોકોએ આમોદ વન વિભાગને જાણ કરી હતી.ત્યારે વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગના અધિકારીઓ અને આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકર અંકિત પરમારે સાથે મળીને રોડ ઉપર આવી ચઢેલા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

શુકલતીર્થ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ માટે રસ્તો બને તેવી લોકમાંગ

હાલમાં જ વિદાય થયેલા ચોમાસા દરમિયાન પૂર્વ પટ્ટીના તીર્થધામ  શુક્લતીર્થ નો નર્મદા તટ ઘણા સમય સુધી બે કાંઠે હતો. આ સમય દરમિયાન ગામ અને તેની આસપાસના ગામથી અનેક લોકો નદીનો નજારો માણવા આવી રહ્યા હતા.

પરંતુ હાલમાં શુકલતિર્થ સુધી પહોંચવાનો માર્ગ અને નદી તટમાં પાણી ન હોવાથી અંદાજિત એક કિલોમીટર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે તેમ છે. ત્યારે ગ્રામ પંચાયત અથવા પ્રશાસન શુક્લતીર્થ ના ૧૧ થી પૂનમ સુધી યોજાનાર મેળા માં યાત્રિકોના શ્રદ્ધા ભાવ ને પણ સમજીને તેમની આસ્થાને અને લાગણીઓને માન આપીને મેળો મહાલવા જવાનો માર્ગ કાચી માટીથી સમતલ કરીને રસ્તો બનાવવો ખૂબ જરૂરી બન્યુ છે.

આ અગિયારસથી પૂનમ બીજ સુધી જે યાત્રાળુ તીર્થધામ માહાત્મ્યને ધ્યાને લઈ આસ્થા, શ્રદ્ધા,ભાવથી ભેગા થાય છે. તેમાં ઋષિમુનિઓ તેમજ મહાપુરૂષો મહારાજાઓ અને તપસ્વીઓનું તપ અને દાન પુણ્ય યજ્ઞ તેમજ પૂજા અર્ચન પુરાણોમાં તેના ઉલ્લેખ છે તે મુજબ તેને સેવન કરી તેના માનમાં આ સ્થળો માન બિંદુ બની જતા હોય છે ત્યારે આ માનબિંદુ બનેલા તીર્થધામ શુક્લતીર્થ માં પુણ્ય શાલિલા માં નર્મદાના પ્રવાહિત જળ સ્ત્રોત  સુધી પહોંચવા માટે તેમજ યાત્રિકો અને શ્રદ્ધાળુઓને મેળા સુધી પહોંચવા માટે રસ્તો બને તેવી વ્યવસ્થા કરવામાં આવે એવી પણ સાર્વજનિક માંગ થઈ રહી છે.

શુકલતીર્થ ગામે મેળાની મનોરંજન પ્લોટની તેમજ પાર્કિંગની હરાજીમાં ગોબાચારીની બુમરાણ

શુકલતીર્થ ગામે મેળાનું પૂર્વ તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગ્રામ પંચાયત સરપંચ ની અંગત દેખરેખ હેઠળ  સુચારુ અને વ્યવસ્થિત આયોજન થાય તે માટેના પ્રબંધ કરવામાં આવી રહ્યો છે ત્યારે શુક્લતીર્થ પંથક અને તેની આસપાસના ગામોમાં જે સ્ટોલ માટે કામચલાઉ પ્લોટ ફાળવણી કરવામાં આવી છે.

તેમાં ગામના કેટલાક લોકો દ્વારા પોતાના તેમજ પોતાના સગા સંબંધીઓના નામે લાગતા વળગતા મિત્રોના નામે એકથી વધુ પ્લોટ મેળવીને અન્ય લોકોને વધુ પૈસા લઈ વેચાણ કરવાની દુષ્પ્રવૃતિ ચાલી રહી હોવાની લોક ચર્ચાઓ વેગવંતી બની છે.ત્યારે આવા પ્લોટ બ્લેક માં વેચી કમાણી કરનારા પરિબળોને નિયંત્રિત કરવા માટે પણ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવી છે. પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહે.

આમ છતાં તીર્થધામ ને કલંકિત કરનારી આવી સાજીસ રચનારાઓ માટે ગ્રામ પંચાયત તેમજ તેની ઉપલી કચેરી પણ ખાસ જે લોકો ખરેખર જે હેતુ માટે દુકાન સ્ટોલ કરવાના છે તેના માટે પ્લોટની ફાળવણી થઈ છે તેઓ પોતે જ દુકાન કરે છે કે કેમ…?? તેની પણ પ્રશાસન દ્વારા મેળા દરમિયાન ચકાસણી થવી ખૂબ જરૂરી છે.

સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગામમાં જે તે પરિવારોને ત્યાં મેળા દરમિયાન મહેમાનો સગા સબંધીઓ  મિત્રો પધારે છે. તેનો  વિવિધ ખર્ચ કેટલાક સ્થાપિત હિતો વર્ષોથી આ પ્લોટ બે નંબરી કમાણીમાંથી કરી રહ્યા છે…!! આવા પ્લોટ કામચલાઉ હોવા છતાં તેનું નવેસરથી જ પારદર્શી રીતે આવી કોઈ ગેરકાયદેસર કમાણી કરવાનો અવકાશ ન રહે તેવું આયોજન થાય તે ખૂબ જરૂરી છે.

ભરૂચ નગરપાલિકાની ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી

ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે વર્ષ ૨૦૨૨ ની છેલ્લી સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ સામાન્ય સભામાં વહીવટી શાખા, એકાઉન્ટ શાખા, મહેકમ શાખા, મેલેરિયા શાખા, પ.વ.ડી શાખા તેમજ સીટી એન્જી.શાખા અને વૉટર વર્ક્સ શાખા મળી આમ વિવિધ શાખા ઓને લગતા કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.

સવારે ૧૧ કલાકે શરૂ થયેલ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટાભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના સભ્યોએ શહેરના વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે એક સમયે સત્તા પક્ષના નેતાઓ સાથે ચકમક સર્જાઈ હતી. ભરૂચ નગરપાલિકાની આ વર્ષની છેલ્લી સામાન્ય સભા હોય પક્ષ વિપક્ષના સભ્યો એકબીજા ઉપર પણ શાબ્દીક આક્રમણ કરતા નજરે પડ્યા હતા.

આ સામાન્ય સભામાં દિવાળી નિમિત્તે આપવામાં આવેલ જાહેર ખબરોના ખર્ચ મંજુર કરવા, કારોબારીમાં થયેલ ઠરાવ અંગેનો હિસાબ મંજુર કરવા, રોજદાર, ફિક્સ પગારદાર કર્મચારીઓને મેડિકલ વિમો બાબત સહિત પાલિકાને લગતા મશીનો રીપેરીંગ કરવા તેમજ જે તે એજન્સીઓને આપવામાં આવતા ભંડોળ મંજુર કરવા જેવી કુલ ૨૪ જેટલી બાબતો સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવી હતી.

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનો દેહ થયો પંચમહાભૂતમાં વિલિન

જૂના ભરૂચના લલ્લુભાઇ ચકલા નજીક કેસુરમામાના ચકલામાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદાર તા.૨૮/૧૦/૨૦૨૨ના રોજ શ્રીજી ચરણ પામતા તેમના પાર્થીવ દેહને તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ પાંચબત્તિ નજીક બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે દર્શનાર્થે રખાયો હતો.જે બાદ તેમની અંતિમ યાત્રા દશાશ્વમેધ ધાટે આવેલ શાંતિવન સ્મશાન ખાતે લઈ જવાયો હતો.

દેશ ને આઝાદી અપાવવા માં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા દેશના ઘડવૈયા, લડવૈયાઓને દેશ તેના સ્વાતંત્ર્યના 75માં  વર્ષે પણ યાદ કરી તેમના ઘરે જઇને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું.

અંગ્રેજોને દેશમાંથી ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આ લડવૈયાઓ મેદાનમાં કુદી પડી અંગ્રેજોની લાકડીઓ ખાધી, ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘરસંસારની ચિંતા છોડી દેશ માટે લડયા તેવા આ દેશના ઘડવૈયા, લડવૈયા એવા ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારનું ભરૂચ શહેર-જિલ્લો તેમજ દેશ આખો ઋણિ રહેશે અને સદાય તેમની યાદો ચિરંજીવ રહેશે.

ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારના દર્શનાર્થે ભરૂચના ધારાસભ્ય અન નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત ભરૂચના અન્ય નામાંકિત અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી તેમના પાર્થીવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જ્યાં શાંતિવન સ્મશાન ખાતે પુત્રો દ્વારા મુખાગ્ની બાદ તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

ભરૂચના સ્વાતંત્રય સેનાની શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજ્મુદાર તા. ૨૮/૧૦/૨૦૨૨ના રોજ દુ:ખદ અવસાન થયું છે.

જેમના પાર્થીવ દેહને ભરૂચ પાંચબત્તિ નજીક સ્ટેશન રોડ પરની બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૨ન રોજ સવારે ૭.૩૦ કલાકે દર્શનાર્થે રખાશે ત્યાર બાદ સવારે ૮.૦૦ કલાકે સદગતની અંતિમયાત્રા બસંત ટોકીઝ કંમ્પાઉન્ડથી દશાશ્વમેઘ ધાટ,દાંડીયા બજાર ખાતે સન્માંપૂર્વક લઈ જવાશેનું તેમના પરિવાર દ્વારા જણાવ્યું છે.

આ દુ:ખદ પ્રસંગે ન્યુઝલાઇન વેબન્યુઝ પોર્ટલ ના જીજ્ઞેશ ડાંગરવાલા પરિવાર શ્રદ્ધાંજલી અર્પી ભગવાન તમારા પરિવારને આ દુ: ખ સામનો કરવા હિંમત આપે તેવી પ્રાર્થના કરે છે.

ભરૂચ શહેરમાં ફરી એકવાર AIMIM મેદાનમાં..!

ભરૂચ શહેરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિયેશન પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાને AIMIM નો ખેસ ધારણ કર્યો છે.

જેમાં AIMIM ના વૉર્ડ નંબર 10 ના નગર સેવક, સાદેકા બીબી, શહેર યુવા પ્રમુખ જાવેદ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સાબુદીન ભઠ્ઠી તેમજ AIMIM આગેવાનોની ઉપસ્થિતિમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ મીર્જા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાનનું સ્વાગત કરી AIMIM માં આવકાર આપ્યો. જો કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ વિધાનસભા બેઠક પરથી ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ નકારી ના શકાય.

error: Content is protected !!