The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 51

જંબુસર તાલુકાના 637 પ્રાથમિક શિક્ષકો દિવાળી ટાંણે જ પગારથી વંચિત!

ભરૂચ જિલ્લાના 8 તાલુકામાં શિક્ષકોને પગાર સમયસર થઇ જતા શિક્ષકો દિવાળી સુધારી છે.તો એક માત્ર જંબુસર તાલુકા ની વિવિધ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 637 શિક્ષકો નો ઓક્ટોબર પગાર હજુ સુધી થયો નથી.

હિસાબી ક્લાર્ક ને ખુદ શિક્ષક આગેવાન દ્વારા જુલાઈ મહિનામાં 5.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ચેક લાવી આપવા છતાં પગાર કરાયો નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ક્લાર્ક દ્વારા પગાર બિલ બનાવવામાં નિષ્ક્રિયતાને લઇ શિક્ષકો ને દિવાળી ટાળે દેવું કરી દિવાળી મારવાનો વારો આવ્યો છે.

એક તરફ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 86 લાખ રૂપિયા માં જ શિક્ષકો નો પગાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક શિક્ષક સંગઠન ને પણ જાણ કરાઈ હતી જો કે તેઓ દ્વારા પણ ઉડાઉ જવાબ આપતા શિક્ષકો માં કચવાટ શરૂ થયો છે.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી,હિસાબી ક્લાર્ક અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો ની નિષ્ક્રિયતા ના પ્રતાપે તાલુકાના 637 પ્રાથમિક શિક્ષકોના પગાર થયા નથી.

અન્ય જિલ્લામાં રહેતા શિક્ષકોને વિલા મોંઢે વતન માં જવું પડ્યું છે.જેને લઇ શિક્ષકો ની દિવાળી બગડી છે. આ અંગે સ્થાનિક જંબુસર ના ધારાસભ્ય ને પણ જાણ કરવા આવતા તેઓ દ્વારા આ બાબતે સંબંધિત વિભાગ ને ગંભીર ચેતવણી પણ આપી હતી.છતાં પગારના કરવામાં ન આવતા અધિકારીઓ દ્વારા રાજકીય આગેવાનોની પણ અવગણના કરી હોવાનું જોવા મળ્યું છે.

ભરૂચના કસક વિસ્તારમાં એક હોટલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો

ભરૂચ એસઓજી ટીમ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપી શકે તેવી વ્યક્તિ કોઇ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના સહિતના આશ્રય સ્થાનોમાં રોકાણ કરી શકે તેવી શક્યતાઓને પગલે એસઓજી દ્વારા આ પ્રકારના આશ્રય સ્થાનો પર ચેકિંગ શરૂ કર્યું છે.

જેના ભાગરૂપે એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીની સુચનાથી પીએસઆઇ એ. વી. શિયાળીયા તેમજ તેમની ટીમના હેકો શૈલેષ ઇશ્વરભાઇ તેમજ પોકો સુરેશ રામસિંગભાઇ તેમજ મો.ગુફરાન, મો. આરીફે કસક વિસ્તારમાં આવેલી રેવન હોટલમાં તપાસ કરતાં ઓક્ટોબર મહિનામાં તેમના ત્યાં કુલ 41 લોકો રોકાયાં હોવાનું માલુમ પડ્યું હતું. જેની એન્ટ્રી હોટલ માલિકે પથીક સોફ્ટવેરમાં કરી ન હતી. જેથી ભરૂચ એસઓજીની ટીમે હોટલ માલિક ગુલામ આદમ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

સેવામાં હરહંમેશ તત્પર ભરૂચ પોલીસ એક ૨૬ વર્ષિય યુવાનને શોધવામાં કેમ પાંગળી!

ભરૂચનો એક ૨૬ વર્ષિય યુવાન પાછલા બાર દિવસ ઉપરાંતથી ગુમ થઈ જતાં તેના માતા-પિતા અને પત્ની તથા માસૂમ દીકરી પર જાણે આભ ફાટયું છે.

ગુમ થયેલ યુવાન પરિવારનો મુખ્ય કમાનાર છે તથા એક માસૂમ બાળકીનો પિતા છે. તેની સાથે કશું અજુગતું બન્યું છે કે કેમ, તે બાબતની આજદિન સુધી તેના પરિવારને જાણ થઈ શકી નથી. આ અંગે ભરૂચ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગુમ થયેલ યુવાન મોબાઈલ, બેંક એટીએમ સહિતના આઇકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હંમેશા તેની સાથે રહેતા હોય તેના ગુમ થયા સમયે પણ તેની સાથે જ હતા.છતાં પણ આજદીન સુધી ભરૂચ પોલીસ દ્વારા તેને શોધી શકાયો નથી.

ભરૂચના બાયપાસ નજીકની સુકૂન બંગ્લોઝમાં રહેતા મુનશી પરિવારમાં પોતાના માતા-પિતા તથા પત્ની અને એક માસૂમ દિકરી સાથે રહેતો અઝહર મુનશી નામનો 26 વર્ષિય યુવાન તા.09-10-2022ને રવિવારના દિવસે ‘હમણાં જ થોડીવારમાં ઈદેમીલાદનું જુલુસના દર્શન કરીને આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળેલ હતો. જે આજદિન સુધી પોતાના ઘરે આવી શક્યો નથી. જેતે દિવસે મોડી સાંજ સુધી પણ યુવાન ન દેખા દેતા ઘરના સભ્યોએ આસપાસ તથા તમામ સગાં વ્હાલા,મિત્રો,બિરાદરો સહિતનાને ત્યાં તપાસ કરી હતી.તેનો ભાળ ન મળતા પરિવારે અંતે ભરૂચ પોલીસનું શરણું લીધું હતું.

દરમિયાન ભરૂચ પોલીસને નર્મદા મૈયા બ્રીજના રોડ પર વચ્ચે જ પાર્ક કરેલ મોટર સાઈકલ બિનવારસી હાલતમાં મળી આવતા તે કબજે લીધી હતી. જે ગુમ થનાર અઝહરની જ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પરિવારજનોને આની જાણ થતાં બ્રીજની આસપાસના વિસ્તારમાં જઈ શોધખોળ કરી હતી. પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

કદાચ નદીમાં છલાંગ લગાવી હોય તેવી આશંકાએ નદીના વિસ્તારની આસપાસ રહેતા લોકો, માછીમારો, તરવૈયાઓ, ન્હાવા આવતા સહિતના તમામને પણ આ બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ તે દિવસે કોઈપણ વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન પાણીમાં પડ્યું હોય તેવો કોઇ બનાવ બન્યાનો તમામે ઇન્કાર કર્યો હતો.

ત્યારથી લઈ આજદિન સુધી આ યુવાનનો કોઈ જ પત્તો લાગ્યો નથી. પોલીસ વિભાગને પણ હજુસુધી અઝહર મુન્શીને શોધવામાં સફળતા સાંપડી નથી. ભરૂચ પોલીસ આ કોઈપણ વગ ન ધરાવતા એક મધ્યમવર્ગીય પરિવારના ગુમ થયેલ યુવાનને શોધવામાં સફળતા મેળવશે કે હરહંમેશ પ્રજાની સેવા તત્પર એવી ભરૂચ પોલીસ આ યુવાના સગડ મેળવવામાં પાંગળી પુરવાર થશે તે તો આવનારો સમય કહેશે…..પ્રજાને ભરોસો છે કે ભરૂચ પોલીસ જરૂચ સફળ રહેશે.

ભરૂચ ખાતે યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે  ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ભરૂચ જિલ્લાના તમામ નગરપાલિકા અને  તાલુકાઓમાં વિવિધ યોજનાના કામોના ઈ-ભૂમિ-પૂજન અને ખાત-મુહુર્ત કરવામાં આવ્યા હતા.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રસંગની અનુરૂપ પ્રસંન્નતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીતાને કારણે ભારત સમુધ્ધ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. આ સમુધ્ધ ભારત બનાવવા અને આત્મનિર્ભર બનવા તમામ નાગરિકોએ પ્રયત્નો કરવા જોઈએ. આજના સમયની માંગ પ્રમાણે વિજ્ઞાન, તકનિકી અભ્યાસક્રમ તેમજ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું.

આ પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ઉદ્દબોધન કરતા બુલેટ ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ જિલ્લાને મળવાનું છે. તે માટે તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે જિલ્લાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાનો પણ ચિતાર વર્ણવ્યો હતો.

વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી જશે. વધુમાં તેમણે દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેઓની દરકાર કરતી રાજ્ય સરકારના અથાક પ્રયત્નો થકી અનેક યુનિવર્સીટી કાર્યરત કરવામાં આવી. જેથી કરીને ધોરણ-૧૨ પછી પણ તેઓને અન્ય રાજ્ય કે દેશમાં અભ્યાસ અર્થે સ્થળાન્તર ન કરવું પડે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત ઓફિસરો, તાલુકાના મામલતદાર, ટી.ડી.ઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ,તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહી હતી.

અંકલેશ્વરના ઉમરવાડા ગામે શેરડીના ખેતર માં હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા તર્કવિતર્ક

ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ ઉંમરવાડા ગામની સીમમાં શેરડી ના ખેતર માંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વરના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં રહેતો જીગર વસાવા નામના યુવક નો મૃતદેહ મળી આવતા મામલે તર્કવિતર્ક સર્જાયા છે.

જીગર વસાવા ને ગળા તેમજ શરીર ના અન્ય ભાગો ઉપર કોઇક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે,ગામ ના જ એક સ્થાનિકે મામલે જીગર ના પરિવાર ને ગત સાંજે જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો,જે બાદ ઘટના અંગેની જાણ પરિવાર જનો દ્વારા પાનોલી પોલીસ મથકમાં કરવામાં આવી હતી,

પાનોલી પોલીસ મથકે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક જીગર વસાવા ની લાશ નો કબ્જો લઇ મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી,સાથે જ મામલે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરવામાં આવી છે.જેમાં મૃતક જીગર વસાવા ના પરિવાર જનોએ આડા સબંધ ની શંકામાં આ હત્યાને અંજામ અપાયો હોવાની શંકાઓ પોલીસ ફરિયાદમાં વ્યકત કરી છે.

આ ઘટના ની જાણ થતાં પરિવારજનોએ પાનોલી પોલીસને જાણ કરતા પોલીસે પરિવાર શંકા ના આધારે રાકેશ ઝવેરભાઈ વસાવા રહે,કાપોદ્રા અંકલેશ્વર તેમજ રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવા રહે,ભરાડિયા,વાલિયા નાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનારા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તા.18/10/ 22 ને મંગળવારના રોજ સવારે  9:00 કલાકે બી.આર.સી ભવન દેડીયાપાડા ખાતે રાખવામાં આવ્યો હતો.

દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકાના કુલ નવ જેટલા સેવા નિવૃત શિક્ષકોને શાલ ઓઢાડી, સન્માન પત્ર આપી તમામને સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

આમોદ નવા ડેપો પાસે પત્તા પાના વડે જુગાર રમતાં ૧પકડાયો: પાંચ ફરાર

આમોદના નવા ડેપો પાસે ગત રોજ રાત્રીના સમયે જુગાર રમતાં ઇસમો સામે આમોદ પોલીસે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના નવા ડેપો પાસે ગતરોજ રાત્રીના સમયે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની આમોદ પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરી મોબાઈલ બેટરીના અજવાળે પત્તા પાના વડે જુગાર રમતાં મોહસીન ઉર્ફે રોકી ઇમરાન માછીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે જુગારના દાવ ઉપરના ૭૪૦,અંગઝડતી ના ૧૧૩૦ તેમજ એક નંગ મોબાઈલ મળી કુલ ૨૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે પ્રવીણ નગીન રાઠોડ,મહેબૂદ મુર્તુઝા મલેક, મહેશ મેલા રાઠોડ, દિનેશ ભાઈલાલ રાઠોડ, રિઝવાન અલ્લારખા પઠાણ તમામ રહે આમોદ પોલીસને જોઈ ફરાર થઇ ગયા હતા.આમોદ પોલીસે તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

દેડીયાપાડા ખાતે દિવ્યાંગો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (સેડા) દ્વારા સી.એન્ડ વી. વુમન એન્ટર પ્રીનીયોશીપ ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થાના સહયોગથી દેડીયાપાડા ખાતે પાંચ દિવસના ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન એ. એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં ૩૯ દિવ્યાંગજનો એ ભાગ લીધો હતો.આ તાલીમ કાર્યક્રમમાં  ધંધાની પસંદગીથી લઈને ધંધો વ્યવસાય શરૂ કરવાની દિશામાં વિવિધ માહિતી આપવામાં આવી હતી, જેવી કે ઉદ્યોગ કયો કરવો? કેવી રીતે કરવો? ધંધાની તકો, માર્કેટિંગ, પ્રોજેક્ટ રિપોર્ટ, હિસાબી વ્યવસ્થા, નાણાકીય આયોજન વગેરે વિષયોના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. અને સિદ્ધિ પ્રેરણા ની તાલીમ દ્વારા આત્મ વિશ્વાસ દ્રઢ કરવામાં આવેલ હતો. તાલીમ બાદ તાલીમાર્થીઓને ધંધો શરૂ કરવા માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે.

તાલીમ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી અનિલકુમાર રાણપરિયા, એ.એન.બારોટનાં આચાર્ય યોગેશ ભાલાણી, સી.એન્ડ વી.વુમન એન્ટર પ્રીમીયોર શીપ ફાઉન્ડેશન નાં એમ.પી.પંડ્યા દ્વારા તેમજ નિષ્ણાંત દ્વારા ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદુભાઈ પરમાર ઓર્ડીનેટર સી.એન્ડ વી.વુમન એન્ટર પ્રીમીયોર શીપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દહેજ પેટ્રોનેટ LNG કંપની દ્વારા લેન્ડ લુઝરોને થતા અન્યાય સામે છેડાયું આંદોલન

ભરૂચના લખીગામ અને દહેજ ખાતે આવેલ એલ.એન.જી. કંપનીમાં જે ૯ જેટલા લેન્ડ લુઝરો છે તેમને નોકરીમાં સમાવવાની માંગ સાથે કંપની દ્વારા અપાતા તમામ ફાયદા આપવા ગત રોજ તા. ૧૭ થી કંપનીના મેઇન ગેઇટ સામે મંડપ બાંધી લેન્ડ લુઝરોએ કંપની સામે આંદોલનના મંડાણ કર્યા છે.

આ અંગે પ્રતિભાવ આપતા દહેજ ગ્રામપંચાયત સરપંચે જણાવ્યું કે કંપની દ્વારા જે લેન્ડ લુઝર છે તેમને નોકરીના છ વર્ષ વિત્યા બાદ ફરી આઇ.ટી.આઇ. કે અન્ય કોર્ષ કરવા ફરજ પડાય છે જેના સ્થાને તેમની શૈક્ષણિક લાયકાત મુજબ તેમને કંપનીમાં નોકરી પર રખાય તેવી તેમની માંગ કંપનીએ પુરી કરવી જોઇએ વળી તેમને નોકરીમાં નથી પ્રોબેશન પર રાખતા કે નથી કાયમીનો નિમણુંક પત્ર આપતા જેથી કંપની તરફથી મળતા તમામ લાભોથી જમીન ગુમાવનાર લેન્ડ લુઝરો જ વંચિત રહ્યા છે જે બાબતે પણ કંપનીએ ન્યાય કરવો પડશેનું જણાવી લેન્ડ લુઝરોને સમર્થન આપ્યું હતું.

તો કંપનીમાં કામ કરતા લેન્ડ લુઝરોના કહેવા મુજબ કંપની દ્વારા બાકી રહેલા લેન્ડ લુઝરોને નોકરી અપાતી નથી તેમજ જે નોકરી પર લીધા તે લેન્ડ લુઝરોને ટ્રેનીંગ બાદ પણ ના તો પ્રોબેશન કે કાયમી નિમણુંક અપાય છે. જેના પગલે તેમને મળતું ફેમીલી મેડીકલ જેવા અન્ય લાભોથી પણ વંચિત રહેવાય છે. કંપનીમાં વારંવાર રજૂઆત છતાં કંપની સત્તાધિશો કાયમી કરવા કે લાભો આપવામાં ગલ્લા તલ્લા કરી કામ કરતા કર્મીઓને હેરાનગતી કરે છે જેથી ના છુટકે ન્યાય મેળવવા આંદોલન કરવા ફરજ પડી છે.

જો આગામિ દિવસોમાં તેમને ન્યાય નહીં મળેતો તેઓ કંપનીના ગેઇટની સામે જ પેટ્રોલ કે ડીઝલ છાંટી આત્મહત્યા કરશેની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

વેંગણીમાં મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષો કાપી લાક્ડા વેચનારાઓ સામે પગલા ભરવા કરાઇ માંગ

ભરૂચના વાગરા તાલુકાના વેંગણી ગામે મંદીરના ટ્રસ્ટની જમીન પરના ૧૦- વૃક્ષો ગેરકાયદેસર કાપીને તેના લાકડા વેચી પૈસા પડાવનાર સામુ થયેલ ફરીયાદમાં કાયદેસરના પગલા લેવાય તેવી માંગ સાથે ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

વેંગણી ગામ લોકો આ આવેદનપત્ર આપી જીલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે,તેમના ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર આવેલુ છે અને તેનું ટ્રસ્ટ આવેલુ છે અને આ મંદિર તથા મંદિરની જમીન એ ટ્રસ્ટની મિલકત આવેલી છે. આ ટ્રસ્ટની મિલકતમાં વૈજનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જમીનમાં અમારા ગામના (૧) ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ અને (૨) બળવંતસિંહ અમરસિંહ રાજએ આશરે બે મહિના થી સતત ૫- લીમડાં, ૩- આંબલી, ૧- જાંબુડો, ૧- સરગવો થડમાંથી કાંપી નાંખેલા છે.

આ મંદિરમાં આશરે બે બીલીના ઘટાદાર વૃક્ષો આવેલા છે અને આ સામાવાળા આ બીલીના વૃક્ષો પણ કાંપવાની પેરવી કરેલી હતી અને તેના ભાગરૂપે બીલીના વૃક્ષોની ડાળખીઓ પણ કાંપી નાંખેલી હતી અને તેને અટકાવવા જતાં સામાવળાએ ગામ લોકો સાથે લડાઇ ઝઘડો કરેલો હતો અને ગાળો આપી જાનથી મારી નાંખવાની અને થાય તે કરી લેવાની ધમકીઓ આપી હતી.આજે ૭-દિવસ થઇ ગયેલ હોવા છતાં કોઇપણ પગલા લેવા કે સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવાઇ નથી. સામાવાળાએ સદર વૃક્ષો થડમાંથી કાપી નાંખવાને લીધે વૃક્ષો પર રહેતા પક્ષીઓના માળા જમીન પર પડી ગયેલા હતા, વળી આ વૃક્ષો ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર પણ રહેતા હતા. સામાવાળાએ પર્યાવરણનું મોટું નુકશાન કરેલુ હોય, વળી તેઓ સામુ ફરીયાદ આપેલી હોવા છતાં કોઇ પગલા લેવામાં આવેલા નથી.

જેની કાયદેસરની તપાસ કરીને, સામાવાળા સામું કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોવા છતાં તેઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ રહી નથી, જેથી આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. સાથે જો ૩ દિવસમાં કસુરવારો સામે કાર્યવાહી કરવામાં નહિં આવશે તો વેંગણી ગામના લોકોએ ન્યાય મેળવવા માટે તારીખઃ ૨૧/૧૦/૨૦૨૨ થી ધરણા પ્રદર્શન કરી આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવી અને તેના પરિણામની સંપૂર્ણ જવાબદારી ફરીયાદ સંબંધી કાર્યવાહી નહિ કરનાર લાગતા વળગતા અધિકારીઓની રહેશેની ચિમકી ઉચારાઇ હતી.

error: Content is protected !!