ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દારૂ ભરેલી કાર ડિવાઇડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી, જ્યારે કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં અનેક સવાલો ઊભા થયા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ હાથ ધરી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરત તરફ જતા માર્ગ પર GJ 19 AF 3010 નંબરની કાર ડિવાઇડર સાથે અથડાયેલી હાલતમાં ઊભી હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કારની તલાશી લેતાં અંદરથી રૂ. 3.24 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ. 6.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અકસ્મત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. સમગ્ર મામલે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદે હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. અકસ્માતના કારણે ગેરકાયદે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, ત્યારે ફરાર ચાલક સુધી પહોંચવું પોલીસ માટે મહત્ત્વનું બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here