ભરૂચ જિલ્લામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 12 માં વર્ષે શરદોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સિદ્ધનાથ નગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ શરદોત્સવમાં જિલ્લામાંથી અંદાજે 600 જેટલા બ્રહ્મ બંધુઓ, બહેનો અને બાળકો સહ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબા સાથે શરદ પૂર્ણિમાને લઈ દૂધ-પૌઆ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.
કાર્યક્રમના અંતે પરશુરામ બ્રહ્મસમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, જનક પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ બી.કે. ભટ્ટ, ફાઉન્ડર પ્રમુખ ચિરાગ ભટ્ટ, મહામંત્રી બિપિન પટેલ, હિમાંશુ ભટ્ટ, બિપિન ભટ્ટ, લલીત શર્મા, પ્રદીપ રાવલ, બાદલભાઈ પંડ્યા, મયુરેશ્વર મહેતા , રમકાન્ત મહેતા સહિતના હસ્તે દરેક બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું. જ્યારે મોટેરાઓમાં વિવિધ કેટેગરીમાં ગરબામાં પ્રથમ એકથી ત્રણ નંબર આપી ઇનામ આપી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરાયા હતા.





