ભારતીય રેલવેના ‘સ્પેશિયલ કેમ્પેન 6.0’ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન પર ‘રેલ જન સંવાદ’ યોજાયો. અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ કરી સ્વચ્છતા, સુવિધાઓ અને વિકાસકાર્યો અંગે સૂચનો મેળવ્યા.
મુસાફરોએ સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા અને પ્લેટફોર્મ પર શેડ વધારવા જેવા સૂચનો આપ્યા. રેલવે પ્રશાસને આ સૂચનોની નોંધ લઈ સુધારા કરવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો.

ભરૂચ સ્ટેશન પર હાલ 12 મીટર પહોળા નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત, સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા અને ગુડ્સ શેડમાં સુધારા કરાયાં હોવાનું જણાવાયું હતું. મુસાફરોની બેઠક વ્યવસ્થા બમણી કરવા અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.

પ્લેટફોર્મ પર સંપૂર્ણ શેડ અને બેસવાની વ્યવસ્થા બમણી કરવા વિચારણા ચાલી રહી છે.
ડિજિટલ લાઉન્જ સુવિધાને સારો પ્રતિસાદ મળ્યો છે. રેલ જન સંવાદનો હેતુ મુસાફરોની સમસ્યાઓ જાણી સેવાઓ વધુ સારી બનાવવાનો હતો. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ મંડળ અધિકારી રાકેશકુમાર, સહાયક મંડળ અધિકારી હરીશ રાઠોડ અને રેલ્વે સ્ટેશનના માસ્ટર પિલ્લાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here