એક તરફ ગામડાંના લોકો અને ખેડૂતો અણધાર્યા વીજકાપથી ત્રાહિમામ પોકારી ગયા છે, બીજી બાજુ મોંઘવારીના દાઝ્યા પર ડામ આપતા ગુજરાત સરકારે વીજળીના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે. સરકારે 2.45 રૂપિયા બેઝ ચાર્જ અને 3.99% વેરિએબલ સર્જ ચાર્જ ઝીંકી દીધો છે.

બોલો હવે હેપી દિવાળી… દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ઘરોમાં સાફ-સફાઈ ચાલી રહી છે અને બજારોમાં ખરીદીની આશાએ સામાન્ય માણસ પોતાના બજેટનો હિસાબ કરવા લાગ્યો છે, ત્યાં સરકારી વીજ કંપનીઓએ પ્રજાના ખિસ્સા પર એવો જોરદાર લૂણો લગાડ્યો છે કે સામાન્ય માણસ તો મૂંઝવણમાં મૂકાઈ ગયો છે. એક બાજુ ગામડાંના લોકો અને ખેડૂતો અણધાર્યા વીજકાપથી ત્રાહિમામ પોકારી ગયા છે, બીજી બાજુ મોંઘવારીના દાઝ્યા પર ડામ આપતા ગુજરાત સરકારે વીજળીના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે. સરકારે 2.45 રૂપિયા બેઝ ચાર્જ અને 3.99% વેરિએબલ સર્જ ચાર્જ ઝીંકી દીધો છે.

સૂત્રોના કહેવા પ્રમાણે વીજ કંપનીઓએ નવો ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ સપ્ટેમ્બરથી જાહેર કર્યો છે, પરંતુ તેની ગણતરી 1 જુલાઈથી પાછલી અસરથી લાગુ કરવાનું નક્કી કર્યું છે, આ કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની તફાવતની રકમ પણ ચાલું મહિનાના બિલમાં એકસાથે ઉમેરી દેવાતા ગ્રાહકોના વીજ બિલ ડબલ જેવા આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી જૂન દરમિયાન વેરિએબલ સરચાર્જ શૂન્ય હતો, જે હવે સીધો 3.99% કરી દેવાયો છે. ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જને લીધે મધ્યમવર્ગના ઘર, દુકાનોના બિલમાં યુનિટ દીઠ સરેરાશ 30થી 45 પૈસાનો વધારો થશે. જ્યારે નાના કારખાના, ફેક્ટરી ઓ પર દર મહિને હજારો રૂપિયાનો વધારાનો બોજ પડશે. જોકે, ખેતીવાડી કનેક્શન ધરાવતા ખેડૂતોને આ વીજભાવ વધારામાંથી મુક્તિ અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here