મહાન તપસ્વી દધીચિ ઋષિની પવિત્ર તપોભૂમિ દહેજ ખાતે હિન્દુ શિરોમણી, વીરતા, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના મહાન પ્રતીક એવા મહારાણા પ્રતાપસિંહજીની ભવ્ય પ્રતિમાના અનાવરણ સમારોહનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસરે વિશેષ ઉપસ્થિત રહીને મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મહારાણા પ્રતાપસિંહજીના જીવન-કવનને યાદ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણાએએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપસિંહજીનું અદમ્ય સાહસ, અજોડ શૌર્ય, સ્વાભિમાન અને માતૃભૂમિ પ્રત્યેની અખંડ નિષ્ઠા આજે પણ સમગ્ર દેશવાસીઓ માટે પ્રેરણાનો દીપસ્તંભ છે. મુગલ સામ્રાજ્ય સામે તેમણે જે રીતે સ્વતંત્રતા અને સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કર્યો, તે ભારતીય ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે.

દહેજની પાવન ધરા પર સ્થાપિત થયેલી આ ભવ્ય પ્રતિમા માત્ર એક સ્મારક જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે રાષ્ટ્રપ્રેમ, આત્મગૌરવ અને આપણી ભવ્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત પ્રેરણા આપતું ઊર્જા કેન્દ્ર બની રહેશે. આ અનાવરણ સમારોહમાં વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા,નરેન્દ્રસિંહ પરમાર,દહેજના સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here