ભરૂચ: સુરત જિલ્લાનાં બારડોલી ખાતે આવેલ બાબેન લેક સીટીમાંથી ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ નાં રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા ઇશ્વરભાઈ છોટુભાઈ દેસાઈની શોધખોળનો અત્યંત કરુણ અંત આવ્યો છે. ભરૂચના ભોલાવ બસ સ્ટેન્ડ સુધી તેમના છેલ્લા સગડ મળ્યા બાદ પરિવારજનો અને પોલીસ દ્વારા સતત તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન અંક્લેશ્વર નાં બોરભાઠા સ્થિત તપોવન આશ્રમ પાસે નદી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક ઇશ્વરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જેથી તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
બીજી તરફ, આ દુઃખદ ઘટનાની જાણ થતા જ મૃતકનાં પરિવારજનો અને સ્વજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. વડીલના અચાનક નિધનના સમાચારથી દેસાઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને હોસ્પિટલ પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here