ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામમાં રિક્ષા સ્ટેન્ડ નજીક મૂકવામાં આવેલી વીજળીની ડીપી (ટ્રાન્સફોર્મર)માં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ડાભા ગામના મુખ્ય ગણાતા રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલી વીજ ડીપીમાં અગમ્ય કારણોસર અચાનક તણખા ઝર્યા બાદ જોતજોતામાં આગ ભભૂકી ઊઠી હતી. ડીપીમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ષા સ્ટેન્ડ જેવો ભીડભાડવાળો વિસ્તાર હોવાથી દુર્ઘટનાની આશંકાએ લોકોમાં નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી.

હાલ આ વીજ ડીપીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે વીજ વિભાગ (DGVCL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવે અને કોઈ મોટી જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે જરૂરી સમારકામ તથા સુરક્ષાની કાર્યવાહી હાથ ધરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here