સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બંને મહાનુભાવોની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આગેવાનોએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પને યાદ કર્યો હતો. ઈન્દિરા ગાંધીના દેશના વિકાસમાં યોગદાનને પણ યાદ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આગેવાનોએ બંને મહાનુભાવોના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





