અંકલેશ્વર GIDCના કાન્હા રેસિડેન્સીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરી છે. આડા સંબંધોના વહેમમાં આ ઘટના બની હોવાની આશંકા સેવાઇ રહી છે.

અંકલેશ્વર GIDCમાં ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે આવેલી કાન્હા રેસિડેન્સીના સિક્યુરિટી રૂમમાં આ ઘટના બની હતી. જેમાં વોચમેન ટેકબહાદુર ભીમ બહાદુર ચંદે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તેની જ પત્ની લક્ષ્મીચંદના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી.


પ્રાથમિક માહિતી મુજબ, આ હત્યા આડા સંબંધોની શંકાને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા કરાઇ હોવાનું ચર્ચામાં છે. ઘટનાની GIDC પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યામાં આરોપી પતિ ટેકબહાદુર ભીમ બહાદુર ચંદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.





