આમોદ તાલુકાના દોરા ગામ નજીક માલકીન પૂરા ગામના યુવકનું અજાણ્યા વાહનોની ટક્કરથી મોત થતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આમોદ તાલુકાના માલકીનપુરા ગામના રહેવાસી વસંતભાઈ ચંદુભાઈ વસાવા ઉં વ.૩૮ જેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૨:૩૦થી ૧:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઠી વાતરસા ગામ તરફથી દોરા ગામ તરફ જવાના પાકા ડામર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન દોરા ગામથી આશરે એક કિલોમીટર દૂર રોડની ડાબી બાજુએ કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વસંતભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વસંતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે શરીરના અન્ય ભાગોમાં પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક માનવતા નેવે મૂકી પોતાના કબજાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે મૃતકના નાના ભાઈ જયેશભાઈ ચંદુભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવતા આમોદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અજાણ્યા વાહનચાલકની બેદરકારીને કારણે એક પરિવારના સભ્યનું અકાળે મોત થતાં માલકીનપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here