ભરૂચના વાલિયા તાલુકાના હિરાપોર ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૯૭૫૦૦ રૂપિયાની કિંમતના કેબલની ચોરી થઇ હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના હિરાપોર ગામની સીમમાં આવેલા કે.પી. એનર્જી લિમિટેડના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા ડી.સી. કેબલની ચોરી કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પ્લાન્ટના વિવિધ બ્લોકમાંથી અંદાજે ૫૦૦૦ મીટર લાંબા કેબલની ચોરી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ચોરી થયેલ કેબલનું વજન આશરે ૩૭૫ કિલોગ્રામ અને તેની કિંમત રૂપિયા ૯૭૫૦૦ આંકવામાં આવી છે.ચોરીની આ ઘટના સંદર્ભે પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર કુલદિપસિંહ દોલતસિંહ ખેર રહે.અંકલેશ્વર દ્વારા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસમાં થયેલ ફરિયાદ મુજબ, સોલાર પ્લાન્ટના બ્લોક નંબર-૦૧, ૦૨, ૦૩ અને ૦૪માં લગાવવામાં આવેલી એસ.સી.બી. કેબલ તથા ડી.સી. કેબલની ચકાસણી દરમિયાન કેબલ ચોરી થયાની વિગતો સામે આવી હતી. અજાણ્યા તસ્કરો કેબલ કાપીને ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ચોરી થયેલી ડી.સી. કેબલની લંબાઈ આશરે ૫૦૦૦ મીટર અને વજન આશરે ૩૭૫ કિલો હોવાનું નોંધાયું છે. કેબલના પ્રતિ કિલો રૂપિયા ૨૬૦ ના અંદાજિત ભાવ મુજબ કુલ રૂપિયા ૯૭૫૦૦ ની કિંમતનો કેબલ ચોરીને તસ્કરો લઇ ગયા હતા. સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરાતા થયેલ ફરિયાદના આધારે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here