અંકલેશ્વર GIDCમાં નશાકારક ગોળીઓના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો. પોલીસે બે કેસમાં બે આરોપીની ધરપકડ કરી 7 કિલોથી વધુ ગોળીઓ જપ્ત કરી છે.

ભરૂચ SOG ટીમે જીતાલી ગામના યોગી સ્ટેટમાંથી પ્રદીપ મહાવીર નિશાદને પકડ્યો. તેની પાસેથી આશરે 5 કિલો 190 ગ્રામ ‘કેશવ મુનક્કા’ ગોળીઓ મળી, જેની કિંમત ₹2.64 લાખથી વધુ છે.
એન્ટી નાર્કોટિક્સ વિભાગે કરિયાણાની દુકાનમાં દરોડો પાડી ગોપાલજી જીતેન્દ્ર શર્માને ઝડપ્યો. તેની પાસેથી 2 કિલો 085 ગ્રામ નશાકારક ગોળીઓ મળી, જેની કિંમત ₹1.24 લાખથી વધુ છે.

આ ગોળીઓ ‘તરંગ વિજયાવતી’ અને ‘કેશવ મુનક્કા’ છે. બંને કેસમાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે FIR નોંધાઈ છે. ગોળીઓના સ્ત્રોત અને સપ્લાય ચેઈન અંગે વધુ તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here