મિલકતવેરા બાકીદારોની 2 મિલકત ભરૂચ પાલિકાએ કરી સીલ
5 વર્ષથી 50 હજારથી વધુનો વેરો બાકી હતો, સ્થળ પરથી 2 લાખથી વધુ વસૂલ્યા
ભરૂચ:ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2026-27ના મિલકતવેરાના બિલ વહેંચવાની સાથે બાકીદારો સામે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે.
વોર્ડ નંબર 10ના ફાટાતળાવ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી 50 હજારથી વધુનો મિલકતવેરો બાકી રાખનાર બે મિલકતોને સીલ કરવામાં આવી.

આ ઉપરાંત, અન્ય બાકીદારોને વોરંટ આપતી વખતે નગરપાલિકાની ટીમે સ્થળ પરથી 2 લાખથી વધુનો મિલકતવેરો વસૂલ કર્યો.
નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મિલકતવેરો સમયસર ભરવો એ નાગરિકની જવાબદારી છે.

જો વર્ષો સુધી ટેક્સ બાકી રહેશે તો સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરાશે.નાગરિકોને દંડ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી મિલકતવેરો સમયસર ભરવા અપીલ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here