ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ ખાતે ફિલાટેક્સ કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વેરહાઉસમાં આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી આગની વિરાટ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી છે.આગની ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.હજુ સુધી વેરહાઉસમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઉપરાંત, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here