ભરૂચ શહેરમાં એક જ રાત્રે એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ હદમાં આવેલા બે મકાનોમાં તસ્કરોએ ચોરી કરી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી ગયા. સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે.

બી-ડિવિઝન હેઠળના વેજલપુર કુંભારીયા ઢોળાવમાં મોહમ્મદ અમીનભાઈના મકાનમાં ચોરી થઈ. પરિવાર હાજર હોવા છતાં તસ્કરો ચોરી કરી ભાગ્યા. પરિવારે સ્પ્રે કે કેફી દ્રવ્યના ઉપયોગની આશંકા વ્યક્ત કરી. તેમના ઘરમાંથી 22-23 તોલા ચાંદી, સાઉદી રિયાલ, જૂની નોટો, અડધા તોલાની સોનાની એરિંગ અને બંગડી ચોરાઈ.

બીજી ઘટના એ-ડિવિઝન હેઠળના સોનેરી મહેલ, મલેકવાડમાં બની. ઇમરાનભાઈ પરિવાર સાથે બહાર ગયા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું. પરત ફરતા દીકરીની સોનાની બુટ્ટી અને 10 હજાર રૂપિયા રોકડા ચોરાયા.

પોલીસે બંને ચોરીની તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ તપાસાઈ રહ્યા છે અને શકમંદોની પૂછપરછ ચાલી રહી છે. તસ્કરોને પકડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here