આમોદ તાલુકાના દેણવા ગામે ખેતરમાં કામ કરી રહેલી આશરે ૪૦ વર્ષીય મહિલા પર અચાનક વીજળી પડતાં તેનું મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ તાલુકાના દેણવા ગામે રહેતા વિનોદભાઈ સોલંકી તેમના ખેતરમાં ખાતર નાખવા માટે તેમની પત્ની કપિલાબેન સાથે ગયા હતા.તેઓ બંને કામ કરી રહ્યા હતા ત્યારે કપિલબેન સોલંકી ઉપર અચાનક વીજળી પડતાં તેઓ માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા.બનાવની જાણ થતાં તેમને તાત્કાલિક ગામના આગેવાનો દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડી.કે.સ્વામી, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયા, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, ગામના તલાટી દેવેન્દ્ર રાણા સહિત મોટી સંખ્યામાં આગેવાનો રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.ઘટનાને પગલે સમગ્ર દેણવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here