ગુજરાત ભાજપે સંગઠનમાં નવી નિમણૂકો જાહેર કરી છે. પાર્ટી દ્વારા ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ બક્ષીપંચ મોરચામાં પણ વિવિધ હોદ્દાઓ પર પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જાહેર કરાયેલી વિગતો મુજબ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ બક્ષીપંચ મોરચાની સંગઠનાત્મક ટીમમાં પણ વિવિધ હોદ્દાઓ જાહેર કરાયા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ મોદી, નિલકુમાર રાવ, ભરતભાઈ મેર, મોમાયાભાઈ ગઢવી સહિત કુલ નવ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે.
દેશ મહામંત્રી તરીકે અનિમેષભાઈ માળી, તેજલબેન નાઈ, ગીતાબેન ચૌહાણ, ગૌતમભાઈ ગોસ્વામી અને હસમુખભાઈ બારૈયાને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે દિનેશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ ધોપાલ, વિજયસિંહ વણઝારા, દિનેશભાઈ દેસાઈ અને ગણપતભાઈ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશ પ્રવાસ, બેઠક અને ‘મન કી બાત’ માટે પ્રભારી તથા ઝોન પ્રમાણે સહસંયોજકોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ નિમણૂકો સાથે ગુજરાત ભાજપના સંગઠનમાં જિલ્લા અને મોરચા સ્તરે નવી જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.





