ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, કિશન મેર, આકાશ મોદી સહિતની ઉપસ્થિતિમાં બાઇક યાત્રિકોનું પ્રસ્થાન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઇક યાત્રિકોને પ્રસ્થાન કરાવાયું હતું. ભરૂચથી વડનગર અને ત્યાંથી બાઇક લઈ વારાણસી જનારા બાઇક યાત્રીઓને મહિલા આગેવાનો સહિત રચિતાબેન મોદી, ઊર્મિબેન વાનાની, પારુલબેન ધોરાવાલાએ કુમકુમ તિલક કરી તેમની યાત્રા શુભ રહે તેવા આશિષ પાઠવ્યા હતા. હાર પહેરાવી, મો મીઠું કરાવી ભારત માતાના જયઘોષ સાથે યુવા બાઇક યાત્રીઓ રવાના થયા હતા.

