The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 95

રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું ધરણાં પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં પણ વિવિધ જિલ્લા મથકે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને ઇડી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ સ્થીત ડૉ.બાબાસાહેબ આંબેડકર નજીકમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં ભરૂચ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતાં કે કેન્દ્ર સરકારની રાજકીય કિન્નખોરીને લઈ ઇડી વિભાગ કામ કરી રહ્યું છે અને રાહુલ ગાંધીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છેનું જણાવી કોંગ્રેસના ધરણામાં ઉપસ્થીત આગેવાનો અને કાર્યકરોએ વર્તમાન મોદી સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

જેમાં વિરોધ કરી રહેલા કોંગી હોદ્દેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જોકે બાદમાં પોલીસે ૨૦ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી તમામને ભરૂચ એ ડિવિઝન ખાતે લવાયા હતાં.જેથી ગાંધીગીરી કરી ઘરણાં પ્રદશન કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ પોલીસ મથક બહાર બેસી સુત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ,નિખીલ શાહ, દિનેશભાઇ અડવાણી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અંકલેશ્વરમાં 10 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક શખ્સને ઝડપી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાત રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિને અટકાવવા ભરૂચ એસ.ઓ.જી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે.

એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ બે પેકેટોમાંથી 10 કિલો 106 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નશીલા પદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશના સૌપ્રથમ ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું દહેજ ખાતે લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.

મુખ્યમંત્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂ.૫.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૯૩ MSME એકમોને રૂ.૧૧ કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન પાણીના વિવેકપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ મહામૂલા પાણીના યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જે રીતે કોરોનામાં માનવીને ઓક્સિજનની જરૂરિયાત સમજાઈ હતી, એ જ રીતે વર્તમાન સમયમાં પાણીના મહત્વ અને પાણીની કમીથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિને નજર સમક્ષ રાખી પાણીને પારસમણિ સમાન ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

આ વેળાએ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.આ તકે લઘુભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમ તેમજ દહેજ, સાયખા અને વિલાયત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીનું પોષણકીટ આપી અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, એલ.એન્ડ ટી.ના વાઈસ પ્રેસિડેન્ટ એસ.ગિરીધરન, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ડી.આઈ.જી., લઘુ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવભાઈ પ્રજાપતિ સહિત ઉદ્યોગકારો, GIDC અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં સસ્તી વિજળી પુરી પાડવા બાબત આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને ગુજરાતમાં વિજળી સસ્તી કરવાની માંગ કરતું આવેદન ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.

આવેદનમાં ઉલ્લેખ મુજબ ગુજરાતમા વિજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજય સરકારે બદઈરાદા પુર્વક મારી નાંખ્યા છે . એટલે વિજળી માટે રાજય ખાનગી વિજ ઉત્પાદન મથકો ઉપર આશ્રીત થવુ ગુજરાત સરકારના આ આંધળા ખાનગી કરણની ઉંચી કિંમત હાલ ગુજરાતના નાગરીકો બેવડી રીતે ભોગવી રહયા છે.

પ્રથમ તો ખાનગી પાવર પ્લાન્ટ સાથે વર્ષ ૨૦૦૭ માં ૨૫ વર્ષ સુધી વિજળી ખરીદવાના જે ફીકસ ભાવો નકકી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રીવાઈઝ કરી આપ્યા તેને કારણે જ જે થોડાકજ વખતમા એપ્રિલ -૨૦૨૧ માં પ્રતિ યુનીટ ફ્યુઅલ ચાર્જ ૧.૮૦ રૂપિયા હતો જુલાઈ -૨૦૨૧ માં પ્રતિ યુનીટ ફયુઅલ ચાર્જ ૧.૯૦ રૂપિયા થયો.ઓકટોબર ૨૦૨૧ મા ફ્યુઅલ સરચાર્જ ૨.૦૦ રૂપિયા થયો.જાન્યુઆરી –૨૦૨૨ માં પ્રતિ યુનીટ ફયુઅલ ચાર્જ ૨.૧૦ રૂપિયા થયો. માર્ચ -૨૦૨૨ માં પ્રતિ યુનીટ ફયુઅલ ચાર્જ ૨.૨૦ રૂપિયા થયો . એપ્રિલ -૨૦૨૨ માં પ્રતિ યુનીટ કર્યુઅલ ચાર્જ ૨.૩૦ રૂપિયા થયો . આમ સ ૨ કા ૨ ની ભુલનો ભોગ ગુજરાતની ભોળી જનતા બની રહી છે.

SVIT-કોલેજ ઓફ આર્કિટેક્ચર દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નો યોર પ્રોગ્રામનું આયોજન

સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે, તે ક્યાં ક્ષેત્રમાં જોડાઈ પોતાનું કેરિયર બનાવવા માગે છે, તે નિર્ણય લઈ શકે, તે માટે તેમને જેતે ક્ષેત્ર ની માહિતી હોવી જોઇએ. તેમને આ માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એસવીઆઈટી કોલેજ ઓફ આર્કિટેક્ચર ખાતે તાજેતરમાં “નો યોર પ્રોગ્રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

“નો યોર પ્રોગ્રામ” કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, માસ્ટર ઓફ આર્કિટેક્ચર તથા ડિપ્લોમા વોકેશનલ ઇન (આર્કિટેક્ચર) અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊર્મિ સ્કૂલ, પાર્થ કોન્સેપ્ટ સ્કૂલના વિગેરે સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

કોલેજ ઓફ આર્કિટેક્ચર ના પ્રાધ્યાપકોની ટીમને ખુબ સરસ અને એકદમ સરળ ભાષામાં સર્જન કર્યું હતું.આ પ્રસંગે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર કરેલા મોડેલ ડિઝાઇન કલાકૃતિઓ વગેરેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.એસવીઆઈટી વાસદ ખાતે કોલેજ ઓફ આર્કિટેક્ચર નું અલાયદા સ્ટુડિયો, લેબ, વર્કશોપ, લાઇબ્રેરી, પ્રેઝેન્ટેશન હોલ, કોમ્પ્યુટર લેબ, મીની એમપી થ્રીએટર, જયુરી હોલ વગેરે સુવિધાઓથી યુક્ત અધતન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે જે ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષથી કાર્યરત થશે.

આ પ્રસંગે એસવીઆઈટી ના અધ્યક્ષ રોનકભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકાર્યા હતા,  તથા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સખત મહેનતથી જ સફળતા મળે છે જેથી કરીને શોર્ટકટ રસ્તાનો ઉપયોગ ન કરે અને હાલમાં પોતાનો કેરિયર બનાવવા તરફ ધ્યાન આપી ખૂબ મહેનત કરે.

એસ.વી.આઇ.ટી વાસદ ના અધ્યક્ષ રોનકભાઇ પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી  ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય પ્રો. શૈલેષ નાયર અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

દોઢ વર્ષમાં મોદી સરકાર 10 લાખ લોકોની કરશે ભરતી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા બાદ મોદીએ આ આદેશ આપ્યો છે, એમ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ મંગળવારે જણાવ્યું હતું.

કોરોના મહામારી બાદ અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી અને તેનાથી વિપક્ષો બેરોજગારીના મુદ્દે સતત સરકારની આકરી ટીકા કરતા હતા. સરકારના વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે. આવા સમયે વડાપ્રધાનને આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

આગામી 18 મહિનામાં 10 લાખ જગ્યાઓ ભરવાના નિર્ણયનો અર્થ એવો થાય છે કે ભાજપને 2024ની લોકસભાની ચૂંટણીમાં બેરોજગારીના મુદ્દે વિપક્ષના હુમલાનો સામનો કરવામાં ઘણા અંશે મદદ મળશે. આજથી 18 મહિના પછી દેશમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારી ચાલુ થઈ જશે, કારણ કે 2024ના એપ્રિલ-મે મહિનામાં તેની ચૂંટણીઓ યોજાશે.પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવબળની સ્થિતિની સમીક્ષા કરી છે અને તાકીદ કરી છે કે આગામી 1.5 વર્ષમાં સરકાર મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરે.

નિયમિત કેન્દ્રીય કર્મચારીઓના વેતન અને ભથ્થા માટેનો કુલ ખર્ચ 2019-20માં ~2,25,744.7 કરોડ હતો. જોકે તેમાં પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ, અથવા એ-હોક બોનસ, લીવ એનકેશમેન્ટ, પ્રવાસ ભથ્થા વગેરનો સમાવેશ થતો નથી. આ ખર્ચમાં કેન્દ્રશાસિત પ્રદેશના અને ખાસ મિશનના કર્મચારીઓના વેતન ખર્ચનો પણ સમાવેશ થાય છે. 2018-19ના નાણાકીય વર્ષમાં કેન્દ્રનો કર્મચારીઓ માટેનો કુલ ખર્ચ ~2,08,960.17 કરોડ રહ્યો હતો. રીપોર્ટમાં જણાવાયા અનુસાર કેન્દ્રીય પોલીસ દળમાં કુલ 10.16 લાખ જગ્યાઓ ભરવાની મંજૂરી મળેલી છે, જેમાં 1 માર્ચ 2020ના રોજ 9.05 લાખ કર્મચારીઓ તેમના હોદ્દા પર હતા. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ વિભાગો અને મંત્રાલયોને ખાલી જગ્યાઓ અંગેની વિગતો તૈયાર કરવાનો આદેશ અપાયો હતો અને એકંદર સમીક્ષા પછી 10 લાખ લોકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે આપ્યા 110 મામલતદારોની બદલીના આદેશ!

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110 જેટલા મામલતદારોની અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ 40 જેટલા ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારોને બઢતી સાથે ટ્રાન્સફર આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ AAPમાં એક સાથે 50 અધિકારીઓના રાજીનામાં

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ઉથલ પાથલ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે આમ આદમી પાર્ટી રાજ્યની કુલ 182 વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પહેલા જ નવા સંગઠનની ઘોષણા કરતા પક્ષની અંદર નારાજગી સર્જાઈ હતી.તપી જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં પણ એક સાથે 50 પદાધીકારીઓએ રાજીનામાં આપી દીધા છે.

મળી રહી જાણકારી અનુસાર આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની ઘોષણા કર્યા પછી આમ આદમી પાર્ટીની હાલત કોંગ્રેસ જેવી થઇ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નવા સંગઠનની રચના પછી ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી જો કે આ ઘોષણા પછી કેટલાક પદાધિકારીઓ નવા સંગઠનથી નારાજ થઇને રાજીનામાં આપી દીધા છે.સૂત્રો પરથી એવી માહિતી મળી રહી છે કે પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક દ્વારા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે વાત કર્યા વગર પોતાની મનમાની કરીને ફેંસલો લીધો છે. તાપી જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં પણ ભૂકંપ આવી ગયો હતો. એક સાથે 50 પદાધિકારીઓને રાજીનામાં આપી દીધા છે.

રાજીનામાં આપેલા પદાધિકારીઓને પાર્ટીમાં પટેલવાદ ચાલી રહ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી પણ માહિતી છે કે પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને જે વ્યક્તિ પસંદ નથી તે વ્યક્તિને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યો છે.પાર્ટી સે નારાજ લોકોએ આરોપ લગાવ્યા છે કે કેવળ 24 લોકોને હટાવીને નવા સંગઠન બનવવાનું નાટક કરવામાં આવ્યું છે.

જંબુસરના અણખી ગાંધી આશ્રમ ખાતે સરપંચોની તાલીમ યોજાઇ

ગ્રામ્ય લેવલે પોષણની સેવાઓનો વ્યાપ વધારવા અને પોષણ સેવાઓની ગુણવત્તા સુધારવા  જંબુસર તાલુકાના સરપંચોનો તાલીમ કેમ્પ અણખી ગાંધીઆશ્રમ ખાતે યોજાયો હતો.

જિલ્લા પંચાયત ભરૂચના આદેશ અનુસાર તાલુકા પંચાયતના માર્ગદર્શન હેઠળ અલાઇવ અને  થ્રાઇવ સંસ્થા દ્વારા ફોર  ક્લાઉન્સ સંસ્થાના સહયોગથી બે દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રોજેક્ટ કોર્ડીનેટર જીગર ભાઈ બ્રહ્મભટ્ટ ,હરગોવન પટેલે ઉપસ્થિત રહી તાલુકાના સરપંચોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

તાલુકાના ગામોમાં બાળકો અને માતાનું પોષણ આરોગ્ય સારું બને  તેમજ આંગણવાડી અને આરોગ્ય લક્ષી સેવાઓ  લાભાર્થી  સુધી પહોંચે તે માટે તાલીમ કેમ્પ યોજાયો હતો.નૅશનલ હેલ્થ ફૅમિલી સર્વે મુજબ બીજા તાલુકાની સરખામણીમાં કુપોષણ વિચારવા યોગ્ય છે કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા સરકારે કમરકસી છે છેવાડાના ગામની માતા કે બાળક કુપોષણ યુકત ન રહે  તે માટે સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી કુપોષણ મુક્ત કરવા પ્રયત્નો હાથ ધરાયા છે.

પોષણની સેવાઓનો વ્યાપ ગ્રામ્ય વિસ્તાર સુધી વધે અને પોષણની સેવાની ગુણવત્તા સુધારવા  ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની સક્રિય ભાગીદારી અંગે સવિસ્તાર માહિતી આપી  અને પોષણ સેવા મજબૂત બનાવવા જણાવ્યું હતું  ટ્રમ્પ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટમાં પોષણ મુદ્દાઓનો સમાવેશ કરી જરૂરી સંશોધન કરી સમાવેશ કરાય ગ્રામ આરોગ્ય અને સ્વચ્છતા સમિતિ સક્રિય બને તે માટે  ઓડિયો વીડિયો વિજ્યુલ દ્વારા સંપૂર્ણ માહિતી થી માહિતગાર કર્યાં હતાં.બે દિવસીય કેમ્પમાં સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં બિલ્ડરને ત્યાં ૧ કરોડ ઉપરાંત રોકડાની ચોરી

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બિલ્ડર પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતા અને અંબાજીના દર્શને ઘર બંધ કરી ગયાના 40 કલાકમાં જ તસ્કરો તેમના ઘરમાંથી રૂ. 1.03 કરોડ રોકડા ચોરી જતા ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ શહેરના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે 12 જૂનના રોજ સવારે 11 કલાકે ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા. તેઓ પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષ સાથે અહીંથી બનાસકાંઠા અંબાજી માતાજીના દર્શનાર્થે ગયા હતા. બિલ્ડર પરિવાર દર્શન કરી 13 જૂને મધરાતે 3 કલાકે ઘરે પરત ફર્યું હતું. પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજાની આગળની જાળી ખુલ્લી હતી અને દરવાજાનો નકુચો તૂટેલો હતો. બિલ્ડર ઘરમાં પ્રવેશતા સમાન વેરવિખેર જણાતાં તસ્કરોએ ધાપ મારી હોવાનો બિલ્ડરને ખ્યાલ આવી ગયો હતો.

તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો તોડી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરૂમના લાકડાના કબાટો તોડી રોકડા રૂપિયા એક કરોડ 3 લાખ 96 હજાર 500 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બિલ્ડર ધર્મેશભાઈએ વેપાર વ્યવસાય અર્થે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમત રૂ. 96.46 લાખ. ઉપરાંત 2 હજારના દરની 100 નોટના 3 બંડલ કિમંત રૂ. 6 લાખ અને 200 રુપિયાના દરની 100 નોટના 5 બંડલ કિમંત રૂ.1 લાખ સાથે 100 રૂપિયાની અને 200 રુપિયા ની ચલણી નોટ મળી રૂ. 50 હજાર મળી કુલ રોકડા 1.03 કરોડ ઘરમાં રાખ્યા હતા. જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.

પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવાર બહારગામ ગયું હોવાથી મકાન બંધ રહ્યું હોવાની તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચ સી – ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!