The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 76

ભરૂચ ખાતે અંતર્ગત ૭૩મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.

સમારોહમાં સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક ઉર્વશી બેન આઈ પ્રજાપતિ વતી સ્વાગત પ્રવચન કરાયું હતુ. જ્યાં ધનિષ્ઠ વૃક્ષારોપણને સાર્થક કરવા “ગ્રીન જિલ્લો ભરૂચના” અભિયાનને સાર્થક બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

આ સમારોહના અધ્યક્ષ દુષ્યંત પટેલે પ્રેરક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, કાર્બન ડાયોક્સાઈડને શોષણ કરે તેવા વૃક્ષો વાવવા જોઈએ.તદુપરાંત ભરૂચ જિલ્લાના મોટાંભાગનાં તાલુકાઓમાં ઔદ્યોગિક એકમ આવેલાં છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લાને ૩૩ ટકા હરિયાળું બનાવવાં અગ્રેસીવ બની વધારેમાં વધારે પ્રયત્ન કરવા સાથે પર્યાવરણની જાળવણી કરવું જોઈએ.

આ સમારોહ પ્રસંગે, ગોચરની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરી ઉત્કૃત કામગીરી કરે તેવી ગ્રામ પંચાયતોને સરકારે પ્રોત્સાહન આપવા જિલ્લાની ચાર ગ્રામપંચાયતને મહાનુભવોના હસ્તે ચેક વિતરણ કર્યા હતાં. ઉપરાંત વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોઈ તેવા વન વિભાગના કર્મચારીઓને  પ્રશસ્તિપત્ર અપાયા હતાં. અને વૃક્ષારોપણ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે, ભરૂચની અગ્રણી સંસ્થાઓને પ્રસસ્તી પત્ર અપાયા હતાં.

જીલ્લાઅઘ્યક્ષ અલ્પા બેન પટેલે વન મહોત્સવ પ્રસંગે કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ અંગે ગુજરાત સરકારે આંધળી દોટ નહી પણ કાઉન્ટર વિકાસ કર્યો છે.  સરકારે અનેક યોજના થકી વનને ઘનિસ્ટ કરવાના પ્રયત્નો કર્યા છે.

૭૩માં વન મહોત્સવની ઊજવણી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લાઅધ્યક્ષ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય સંજયસિંહ, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નાયબ નિવાસી કલેકટર જે. ડી પટેલ, નર્મદા સરોવર યોજનના  કાર્યપાલક ઈજનેર બી.એસ પટેલ, નાયબ વન સંરક્ષક ઉર્વશી બેન આઈ પ્રજાપતિ, વન સંરક્ષક સામાજિક વનીકરણ તેમજ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તેમજ  ભરૂચની અગ્રણી સંસ્થાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

અંકલેશ્વર જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 19 ઝડપાયા

અંકલેશ્વર શહેરના જનતાનગર પુષ્પકુંજ સોસાયટીના એક મકાનમાં અન્ય જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા 19 જુગારીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના રૂ. 2.31 લાખ રોકડા અને બે બાઈક અને 19 મોબાઈલ મળીને કુલ રૂ. 4.87 લાખનો જુગારનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારીઓને શહેર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન રમાતા જુગારના કેસો શોધી કાઢવા ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન માહિતી મળી હતી કે, ગડખોલ પાસે આવેલા જનતાનગર પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા અજીતસિંહ સંતોકસિંહ સીકલીગર પોતાના મકાનમાં જિલ્લા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આ માહિતીના આધારે LCBની ટીમે સ્થળ ઉપર રેઇડ કરતાં જુગાર રમતાં 19 જુગારીઓ અજીતસિંગ સંતોકસિંગ સિકલીગર,રવિન્દ્રસિંગ હરનામસિંગ સરદાર,અજીતસિંગ હરનામ સિંગ સરદાર,ચહેનસિંગ કિરપાલ સિંગ સરદાર,રવીસિંગ કિરપાલ સિંગ સરદાર,દીપસિંગ કિરપાલસિંગ સરદાર,શેરસિંગ ઉર્ફે સતનામ સિંગ સરદાર,સતવનસિંગ પ્રિતમ સિંગ સિકલીગર,મનીન્દરસિંગ પ્રિતમ સિંગ સિકલીગર,હરજીત સિંગ સંતોકસિંગ સિકલીગર,અજીતસિંગ પ્રેમસિંગ સિકલીગર,રાજેન્દ્ર સિંગ અકાલ સિંગ ટાંક,ગુરમુખ લાલસિંગ સરદાર,શેરસિંગ ગ્વાનસિંગ સરદાર,અવતારસિંગ ઉમંગ સિંગ સરદાર,સુરજીત સિંગ આયાસિંગ સિકલીગર,સોરનસિંગ જોગીન્દર ભાદા,પરબતસિંગ ઉત્તમસિંગ સિકલીગર, કુલદીપ સિંગ અજુસિંગ સિકલીગરને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

LCBની ટીમે સ્થળ પરથી જુગારના દાવ ઉપર લગાવેલા રૂ. 53 હજાર 540 જુગારીઓની અંગ ઝડતીમાંથી રૂ. 1,78, 330, બે બાઈક કિં રૂ.1,30,000,19 નંગ મોબાઈલ કિં રૂ.1,26,000 મળીને કુલ રૂપિયા 4,87,870 નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીને શહેર પોલીસ મથકે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જનતાનગરના પુષ્પકુંજમાં રેઇડ કરીને ઝડપેલાં 19 આરોપીઓ અલગ અલગ જિલ્લાના હોવાનું માલુમ પડ્યું છે.જેમાં બોરસદ, વડોદરા, પંચમહાલ, જામનગર, ભરૂચ અને અંકલેશ્વર શહેરના માણસો જુગાર રમતા ભેગા થયા હતાં.

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી નજીક અજાણ્યા ઇસમો દ્વારા ફાયરીંગ કેસમાં ૧ ઝડપાયો

ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ગંભીર પકારના ગુનાનો શોધી કાઢવા આપેલ સુચના અનુસંઘાને ગઈ તા.0૩/૦૮/૨૦૨૨ના રોજ સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલા ઉપર કેટલાક ઇસમો દ્વારા ભાગ્યોદય સોસાયટી પાસે ફાયરીંગ કરવાના બનાવમાં એક આરોપીને ઝડપીપાડી અન્ય એકની શોધ આરંભી છે.

આ બનાવમાં ભોગ બનનાર સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલાને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તા.૯મીના રોજ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

જે ગુનાની ગંભીરતા સમજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન તથા સીસીટીવી સર્વલન્સના આધારે માહીતી મળેલ કે, આ ગુનાનો મુળ સુત્રધાર સફો તથા તેના મિત્ર અઝહર અને અન્ય સાગરીતો દ્વારા આયોજન કરી ગુનાને અંજામ આપેલ અને આ ગુનામાં સફીના મિત્ર અઝહરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી અને  આ ગુનામાં શફી ઉર્ફે કાનાની ગુલામઅલી શેખ રહે, ભાગ્યોદય સોસાયટી, સ્ટેશન રોડ, અકલેશ્વર અને અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વર વાલીયા ચોકડી ઉપરથી ગાંજાના મોટા જથ્થા સાથે 4 ઝડપાયા

  • પોલીસે રૂ.63 લાખના 76 કિલોનું ગાંજો જપ્ત કર્યું

અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર એસઓજી અને જીઆઇડીસી પોલીસ વોચમાં હતી.તે દરમિયાન ચાર પરપ્રાંતીય ટ્રાવેલ બેગ લઈને આવતાં તેમને ચેક કરતાં ગાંજાના 38 પેકેટ મળી આવ્યા હતા.પોલીસે ચારેય પાસેથી 3 મોબાઇલ અને ગાંજો મળીને કુલ રૂ.7.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી માટે જીઆઇડીસી પોલીસને સોંપ્યા છે.

વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ ઉપર મંગળવારે રાતે 11 વાગ્યાના અરસામાં SOG PI વી.કે.ભૂતિયા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ વોચમાં હતો. ત્યારે 4 પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ લઈ નજરે પડ્યા હતા. જેઓને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ હતી. પોલીસે તેમની પાસેની ચાર ટ્રાવેલ બેગ ખોલાવતા તેમાં ખાખી સેલોટપથી વિટાળેલા 38 પેકેટ મળી આવ્યા હતા. જેને ખોલતા અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે FSL ને બોલાવી તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા.

એસોજીની ટીમે 76 કિલો 300 ગ્રામ ગાંજાના વિપુલ જથ્થો કિંમત રૂપિયા 7.63 લાખને જપ્ત કરી ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકાના આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની 3 મોબાઈલ સાથે કુલ રૂપિયા 7.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જીઆઇડીસી પોલીસે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લા માંથી ૭૨ લોકો છેડો ફાડી આપ પાર્ટીમાં જોડાતાં કોંગ્રેસમાં ભૂકંપ!

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ સાગર રબારી ની ઉપસ્થિતિ માં જીલ્લા માંથી ૭૨ લોકો કોગ્રેસ સાથે છેડો ફાડી આપ પાર્ટી માં જોડાતાં જીલ્લા કોંગ્રેસ માં ભૂકંપ સર્જાયો.

વાગરા ખાતે સિલ્પી હોટલ માં આમ આદમી પાર્ટી નો એક કાર્યક્રમ સાગર રબારીની આગેવાનીમાં યોજાયો હતો.છેલ્લા બે વર્ષથી  યાકુબ ગુરજી સહિત અન્ય વરિષ્ઠ સંગઠન ના પદાધિકારીઓ  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં કોંગ્રેસ જીલ્લા પ્રમુખ ભાજપ સાથે મળી જીલ્લા પંચાયત ગુમાવી સાથે આમોદ નગરપાલિકા જે કોંગ્રેસ ક્યારેય હારી નથી તે પણ ભાજપ ને પધરાવી દિધી છે એવા આરોપ સાથે વિરોધ કરી રહ્યા હતા આજે યાકુબ ગુરજી સહિત ૭૨ જેટલા લોકો આમ આદમી ની ઝાડુ પકડી લેતા કોંગ્રેસ માટે તો મહા ભુકંપના આંચકા સમાન છે.

યાકુબ ગુરજી એ ઝાડુ હાથમાં પકડતાં જણાવ્યું હતું કે જીલ્લા કોંગ્રેસ ના માત્ર બે લોકો સંદીપ માગરોલા અને પરિમલ સિંહ ની ભાજપ સાથેની સાંઠગાંઠ ના અનેક પૂરાવા પ્રદેશ માં આપ્યા હોય અનેક વાર રજુઆતો કરી હોય તેમ છતાં પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી એ કોઈ નિર્ણય ન લેતાં રાજ્ય ના ત્રિજા રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટી માં જોડાવવું એવું અમે મતદારોના અભિપ્રાય થી નક્કી કર્યું છે અને હવે કોંગ્રેસ તો પોતાના ઉમેદવારો ની ડિપોઝિટ ગુમાવશે તથા અમે ભાજપ સામે જબરદસ્ત મુકાબલો કરી ભરૂચ વાગરા અને જંબુસર ની બેઠકો ઉપર આમ આદમી ના ઉમેદવારો ને જીતાડી ગાંધીનગર માં બનનારી આમ આદમી ની સરકાર દ્વારા ભરૂચ જીલ્લા ના ખેડુતો અને બેરોજગાર ની સમસ્યાઓનું હંમેશા ના માટેનું સમાધાન કરવાના સહભાગી બનીશું આમ  યાકુબ ગુરજી પૂરા દમ  સાથે મેદાનમા આવ્યા છે જે શું પરિણામ લાવી શકે છે તે જોવુ રહ્યું…

ભરૂચમાં પતિ દ્વારા પત્ની પર શંકા રાખી મારઝુડ કરતા થઈ પોલીસ ફરીયાદ

ભરૂચના અપના ઘરની પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં પતિ દ્વારા પત્ની પર શંકા રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપી મારઝૂડ કરતા મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં મૂળ યુપીના અને હાલ ભરૂચમાં રહેતા પરિવારની યુવતીના લગ્ન વર્ષ-2003માં થયા હતા. પરિણીતાને સંતાનમાં બે પુત્રી છે. લગ્નના એક મહિના બાદ પતિ નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે થોડા દિવસો અગાઉ પતિએ વહેમ રાખી અપશબ્દો ઉચ્ચારી મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી પરિણીતાએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

તિરંગો રિટર્ન ગિફ્ટ આપી પાલિકા પ્રમુખે ઉજવ્યો પુત્રીનો જન્મ દિવસ

  • 11 વર્ષની પર્લ ચાવડાની બર્થ ડે પાર્ટીમાં ભૂલકાઓને ત્રિરંગા ની રિટર્ન ગિફ્ટ

ભરૂચમાં પણ જન્મદિવસ રાષ્ટ્રીય અને દેશભક્તિની ભાવના સાથે જન્મ દિન ની ઉજવણી કરવામાં આવી હોવાનો પ્રસંગ સામે આવ્યો છે.ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની 11 વર્ષની પુત્રી પર્લનો જન્મદિવસનો પ્રસંગ હતો. પર્લ 12 માં વર્ષમાં પ્રવેશી રહી હતી.   માતા શ્રુતિબેનને જન્મદિન દેશ અને રાષ્ટ્રભક્તિ સાથે ઉજવવાનો વિચાર આવ્યો.

12 માં વર્ષમાં પ્રવેશેલી દીકરી પર્લ પણ માતાના આ વિચારથી ખુશ થઈ અને પોતાના મિત્રો ને જન્મદિન ની ઉજવણી નું આમંત્રણ આપ્યું અને બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું જેમાં 100 થી વધુ ભૂલકાઓ આ જન્મદિવસની ઉજવણીમાં જોડાયા. જેમાં પ્રસંગ પૂર્ણ થતાં બાળકોને રિટર્ન ગિફ્ટ તિરંગા ના રૂપે આપવામાં આવી હતી.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અમૃત મહોત્સવ ઉપર હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા થકી 13 થી 15 ઓગસ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ભરૂચના લોકો અને ખાસ કરીને  ભારત નું  ભવિષ્ય એવા ભૂલકાઓ પણ દેશભક્તિના રંગે રંગાય અને તેમનામાં દેશપ્રેમ ઉમટે તે માટે દીકરીના જન્મદિવસે રાષ્ટ્રધ્વજ રિટર્ન ગિફ્ટમાં દરેક બાળકને આપવામાં આવ્યો હતો. બાળકો પણ ખુશ ખુશાલ થઈ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા નો સાદ છેડી આ રિટર્ન ગિફ્ટ મેળવી રાજી રાજી જોવા મળ્યા હતા.

ઝાડેશ્વર સંસ્કાર વિદ્યાભવન ખાતે તાલુકા કક્ષાની દોડનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ તાલુકા કક્ષાની દોડનું આયોજન સંસ્કાર વિદ્યાભવન, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ દિવ્યેશભાઇ પરમાર ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

શાળા કક્ષાએ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા એમ કુલ ચાર વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.તાલુકા કક્ષાએ કુલ ૨૪૦ શાળાઓમાંથી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જિલ્લાના નવ તાલુકામાં તાલુકા કક્ષાએ તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કુમાર અને કન્યા એમ કુલ ચાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ ભાગ લેશે.

આ ઉપરાંત તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ચાર વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાના ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ચાર વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાના ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આમોદ તાલુકા પંચાયત ખાતે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી.આગામી નવમી ઓગષ્ટના રોજ મોહરમ પર્વને લઈને આમોદ નગરના તાજીયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

તાજીયા કમિટીના સભ્યોએ તાજીયા રૂટ ઉપર આવતા રોડ રસ્તા રીપેર કરાવવા,સાફ સફાઈ કરાવવીલાઇટની વ્યવસ્થા કરવી,વિગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા.તેમજ આમોદ નગરમાં નાના મોટા ૧૫ થી વધુ તાજીયાનું મોહરમના દિવસે ઝુલુસ નીકળવાનું હોય પોલીસે જરૂરી વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું.જેમાં તાજીયા કમિટીના સભ્યો નાઝુ બાપુ,બબુ બાદશાહ,સફવાન પટેલ,જાબીર જાદવ,તેમજ ભાજપના આગેવાનો મનીષ ઠક્કર,વિષ્ણુ સોલંકી ઇન્દ્રસિંહ રાજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

વાલિયાના ડહેલીમાં કમરસમા પાણીમાંથી ઠાઠડી લઇ ગ્રામજનો સ્મશાન જવા મજબૂર

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામની. જ્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. પુલના અભાવે ગ્રામજનોને કીમ નદીના ધસમસતા પાણીમાં અંતિમવિધિ માટે ઠાઠડી લઈ જવા મજબૂર બને છે.

છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની સીઝનમાં વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં મરણનો પ્રસંગ બને ત્યારે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કિમ નદી ઉપર પુલના અભાવે નદી ઓળગીને તેની અંતિમ ક્રિયા કરવા જવું પડતું હોય છે જેને કારણે ઠાઠડી સાથે જીવના જોખમે ગ્રામજનો નદી પાર કરતા હોય છે. આ અંગે અનેકવાર તંત્રમાં રજુઆત કરવામાં આવી છે છતા તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.ત્યારે આજરોજ ડહેલી ગામમાં મરણનો પ્રસંગ બન્યો હોવાથી ગ્રામજનો કિમ નદીમાં આવેલ ભારે પ્રવાહમાં નનામી લઈ અંતિમ ક્રિયા માટે પ્રસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં 20 થી વધુ માણસો ઠાઠડી સાથે નદી પાર કરતા નજરે પડી રહ્યા છે. જેઓ પોતાના જીવ જોખમમાં મૂકી કેડ સમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.

ડહેલી-પીઠોર ગામના આદિવાસી સમાજના લોકોનું એક માત્ર સ્મશાન કિમ નદીના સામેના કિનારે આવેલ હોવાથી અવારનવાર ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે ત્યારે તંત્ર વહેલી તકે પુલ બનાવી આપે તો સામે કિનારે આવેલ સ્મશાનમાં ચોમાસાની સીઝનમાં અંતિમ ક્રિયા માટે જઈ શકે તેમ છે તો ખેડૂતો પુલ હોય તો પોતાના ખેતરે ખેતીના કામ માટે પણ જઈ શકે પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

error: Content is protected !!