The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 75

એ.એચ.પી. અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અંખડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરી

અખંડ ભારતના સંકલ્પ સાથે ડૉ પ્રવીણ તોગડીયા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અંખડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ ૧૪મી ઓગષ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લામાં અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉ પ્રવીણ તોગડિયાનાં નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિવસનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લાના વિવિધ ૫૧ સ્થળ પર અખંડ ભારતનાં ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.જેમાં ભરૂચ શહેરના તમામ સર્કલ રેલવે સ્ટેશન, બ્રહ્માકુમારી સર્કલ, પાંચબત્તી, મોહમદ પુરા સહિતના સર્કલો પર AHP ના આગેવાનો અને કાર્યકરો ના હસ્તે અખંડ ભારતના ભગવા ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ સેજલ દેસાઈ, સહિત AHP ના સંજય વસાવા, મયુર પટેલ,દીપકભાઈ મરાઠા, રાકેશ રજવાડી,રાહુલ વસાવા, હેમંત પટેલ સહિતના કાર્યકરો જોડાયા હતા.

ભરૂચ કલેકટરે સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજમુદારનું બહુમાન કરી આપી શુભેચ્છા

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી તથા  સુત્તરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી બહુમાન કર્યુ

દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે જિલ્લા કલેકટરે અનોખી સંવેદના પ્રગટ કરી હતી. ભરૂચ શહેરના  સ્વતંત્ર્ય સેનાની  લલ્લુભાઈના ચકલા પાસે કૈસુરમામાના ચકલામાં રહેતા કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારને   ઘરે જઈને કલેકટરે સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે સુત્તરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

આ વેળાએ  જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી જે ડી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડેડીયાપાડા બારોટ વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો

શ્રી.એન.બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો.

જેમાં શાળાના આચાર્ય વાય. પી ભલાણીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો આરીફ સૈયદ, મતીન કુરેશી,વસાવા નિલેશભાઈ તથા દેવાંગ વસાવા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળાના ધોરણ 12 ના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી દેશની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમ ભેર અને હર્ષોઉલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર તાલુકાનાં વેડચ ગામે વિધવાનું ગળું કાપી નિર્મમ હત્યા

જંબુસર તાલુકામાં આવેલલાં વેડચ ગામે નવી નગરી ખાતે રહેતી એક વિધવા મહિલાએ સંબંધ રાખવાનો ઇન્કાર કર્યો હોવાની રીશ રાખી તેના ગળાના ભાગે ચપ્પાથી ઘા કરી નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો.

આ બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​ વેડચ ગામે નવીનગરીમાં વેરાઈ માતાના મંદિર પાસે રહેતી બે સંતાનોની વિધવા માતા ઉર્મિલા મહેન્દ્રસિંહ જાદવને ગામના નવી વસાહત વિસ્તારમાં રહેતો વિજય પ્રતાપ જાદવ પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. વારંવાર તે વિધવાને પરેશાન કરતો હતો.

જેમાં ગત રાત્રીએ ઉર્મીલા તેના ઘરમાં સુઇ રહી હતી. તે વેળાં વિજય તેના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે ઉર્મિલાએ તેની સાથે સંબંધ ન રાખ્યાની રીશ રાખી તેના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. તેમજ શરીર પર પણ ઘા ઝીંકી દેતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયેલાં આરોપી વિજય જાદવને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા યોજાઇ તિરંગા યાત્રા

ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ઝાડેશ્વર સાંઇ મંદિરથી ચિત્રકુટ સોસાયટી મહાદેવ મંદિર સુધી જિલ્લા મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે રાષ્ટ્રગીત સાથે પૂર્ણ થઈ હતી.

જિલ્લા મહિલા મોરચાના કામિનીબેન,સુરભિ તમાકુવાલા,સંયોજક અમીષાબેન સહિત મોટી સંખ્યામાં નિકળેલ તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગમાં રંગાયુ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. કહી શકાય કે રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબધ્ધતાને મૂર્ત સ્વરૂપ આપવા તેમજ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે આપણો રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ ઘરે-ઘર ફરકાવવાના ઉદેશ્ય-સંદેશ સાથે નિકળેલ આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય અને મુખ્ય દંડક દુષ્યંત પટેલે ખાસ હાજરી આપી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.

હાંસોટ-સુરત માર્ગ ઉપર અલવા નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી

હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલ અલવા ગામ નજીકની વળાંક પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યોનો આબાદ બચાવ થયો હતો.

હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીકની વળાંક અકસ્માત ઝોન બની છે. મહિનામાં ચારથી પાંચ અકસ્માતની ઘટના આ સ્થળે બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરાનો પરિવાર કાર નંબર-જી.જે.06.પી.ડી.3187 લઇ સુરત ખાતે જઈ રહ્યો હતો તે વેળા હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર આવેલ અલવા ગામની વળાંક પાસે કાર ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

કાર પલટી જતા ધડાકાભેર અવાજ આવતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા પરિવારના ચાર સભ્યોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચ જિલ્લાના 275 આરોગ્ય કર્મી હડતાળ પર ઉતર્યા

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરને 2800 તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને પ્રથમ તબક્કે 42 ગ્રેડ પેડ આપવા તેમજ ઉચ્ચતર પગારધોરણ સમયાંતરે લાગુ પડાવા, કેડરોની જગ્યા અપગ્રેડ કરવા, કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવા ઉપરાંત કર્મચારીઓના પીટીએ ના નિયમમાં બદલાવ સહિતનો મુદ્દાઓ સાથે હડતાળ પર ઉતર્યા હતાં.

275 આરોગ્ય કર્મી પગાર ગ્રેડ માં વધારો કોવિડકાળમાં રજાના દિવસોમાં કરેલી કામગીરીનું વેતન ચુકવવા સહિતના મુદ્દાઓ સાથે કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે આરોગ્ય કર્મીઓની હડતાળના કારણે ગ્રામ્યકક્ષાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તહેવારોના ટાણે જ આરોગ્ય કર્મી હડતાળ પર ઉતર્યા છે.ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલું રહેશે તેવી ચીમકી આપી હતી.

ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી રૂ.67 લાખના હિરાની ચોરી

ડેડિયાપાડામાં એક હિરાના કારખાનામાંથી 67 લાખના હિરા તેમજ રોકડા એક લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ડેડીયાપાડા ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં એક હીરા પોલીસનું કારખાનું આવેલું છે. ગઇકાલે રક્ષાબંધનની રજા હોઇ કારખાનાના સંચાલકે બુધવારે નિત્યક્રમ મુજબ કારખાનું બંધ કર્યું હતું. જે બાદ આજે નિત્યક્રમ મુજબ કારખાનાના મેનેજર દુકાને આવતા દરવાજાનું તાળું તૂટેલું જોતાં જ તેમને ધ્રાસ્કો લાગ્યો હતો તેમણે તુરંત અંદર દોડી જઇ તપાસ કરતા તિજોરીનું તાળું પણ તૂટેલું જણાયું હતું.

તસ્કરોએ બંધ કારખાનામાં લાખોનો હાથફેરો કરી જતાં મેનેજર તેમજ સંચાલકોના જાણે પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. તેમણે તપાસ કરતાં તિજોરીના લોકરમાં હીરાના ડબ્બામાં મુકેલા પોલીસ કમ્પ્લીટ હીરા નંગ 4,483 તથા પોલિસીગમાં ચાલુ હીરા નંગ 11,600 મળી કુલ નંગ 16149. જેનું વજન 320.38 કેરેટ અને કિંમત રૂપિયા 66,99,200 થાય છે.આ ઉપરાંત એક લાખ રૂપિયા રોકડાની પણ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં ડેડિયાપાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દડી આવ્યો હતો. બીજી તરફ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી હતી. એફએસએલ તેમજ ડોગસ્કવોર્ડને પણ બોલાવવાની કવાયત પોલીસે કરી હતી.

ડેડિયાપાડામાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરી હોવાનું લોકો માની રહ્યાં છે. ત્યારે પોલીસે પણ તસ્કરોના પગેરૂ શોધવા કમર કસી છે. સ્થાનિક પોલીસ સહિત, એલસીબી, એસઓજી તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી લીધી છે.હાલ પોલીસ દ્વારા કારખાનાના મેનેજર તેમજ ત્યાં કામ કરતા કામદારોની પૂછતાછ કરી રહી છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયું તિરંગા યાત્રાનું આયોજન

દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.

જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ રેલ્વે સ્ટેશન સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અંગારેશ્વર ખાતે નમો વડ વન તકતીનું કરાયું અનાવરણ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.

જેમાં માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 73માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તા12/08/2022 ના રોજ ભરૂચ ખાતે થી દુષ્યંતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે અંગારેશ્વર ગામ ખાતે નરેન્દ્ર મોદી વન યોજના હેઠળ 75 વડ તેમજ અન્ય વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.જેની તકતીની અનાવરણ વિધિ ગામના ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સદર નમો યોજના ને ગ્રામજનો માટે ખુલ્લી મુકવામા આવી હતી.

error: Content is protected !!