The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 64

ભરૂચ પાલિકાના લાઇટ વિભાગના વહીવટ સામે અરજદારોનો હોબાળો

ભરૂચ નગરપાલિકાના લાઇટ વિભાગના વહીવટ સામે આખા શહેરમાંથી બુમો ઉઠી રહી છે. EESL કંપનીએ પાલિકા સાથેનો કોન્ટ્રાકટ રદ કરી દીધાં બાદ શહેરમાં લાઇટોના ધાંધિયા જોવા મળી રહયાં છે. કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ સ્ટ્રીટલાઇટ બંધ રહે છે જયારે કેટલાકમાં દિવસે પણ સ્ટ્રીટલાઇટ ઝગારા મારતી હોય છે. સોમવારે પાલિકા કચેરી ખુલતાની સાથે લાઇટ વિભાગમાં ફરિયાદીઓની ભીડ જામી હતી. ભરૂચ શહેરમાં છેલ્લા છ મહિનાથી લાઇટ વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્ટ્રીટલાઇટ તથા તેના મેઇટેનન્સનો કોન્ટ્રાકટ ધરાવતી કંપની સાથે નાણાકીય મુદ્દે વિખવાદ થયા બાદ કંપનીએ કામગીરી બંધ કરી દીધી છે.

આ કામગીરી હવે પાલિકાના માથે આવી ગઇ છે પણ પાલિકા પાસે પુરતો સ્ટાફ અને સાધનો નહિ હોવાથી કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ સ્ટ્રીટલાઇટ બંધ રહે છે જયારે કેટલાકમાં દિવસે પણ સ્ટ્રીટલાઇટ ઝગારા મારતી હોય છે.મોટાભાગના વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઇટો અંગેની ફરિયાદ પાલિકા કચેરીમાં કરવામાં આવે છે પણ ફરિયાદનું નિવારણ આવતું ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. સોમવારે પાલિકા કચેરી ખાતે લાઇટ વિભાગમાં લોકોએ ફરિયાદનો મારો ચલાવ્યો હતો. સુરેશ વસાવા નામના અરજદારે જણાવ્યું હતું કે, સ્ટ્રીટલાઇટો અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. લાઇટ વિભાગનો વહીવટ જ અંધારમય ચાલી રહયો છે.

આમોદના રોઝાટંકારીયામાં ભૂતમામાની ડેરી પાછળ જુગાર રમતાં ૪ ઝડપાયા, ૫ ફરાર

આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામે ભૂતમામાં ની ડેરી પાછળ જુગાર રમાતો હોવાની આમોદ પી.એસ.આઈ.ને બાતમી મળતાં પોલીસે રેડ કરી જુગાર રમતાં ચાર જુગારીયાઓમાં સાબીર ઐયુબ ઇસ્માઇલ રહે.ઓચ્છણ તા.વાગરા,જાકિર હસન અહમદ રહે.રોઝાટંકારીયા તા.આમોદ,વલી મહંમદ ઉમરજી.રહે રોઝાટંકારીયા.તા.આમોદ, શાહનવાઝ ઐયુબ મુસા રહે.આછોદ તા.આમોદને ઝડપી પાડયા હતા.

પોલીસે દાવ ઉપરના તથા અંગજડતીના રોકડા ૧૫૧૯૦,મોબાઈલ નંગ ૪ કિંમત રૂ.૨૨૦૦૦,મોટર સાઇકલ નંગ ૨ કિંમત રૂ.૫૦૦૦૦ મળી કુલ ૮૭૧૯૦ના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસને જોઈ અન્ય પાંચ જુગારી આસીફ ઉર્ફે આસુ ઇબ્રાહીમ સુરખાવાલા રહે.નુરાની પાર્ક આમોદ,મુબારક હુસૈન પટેલ ઉર્ફે અરબી રહે.આછોદ.તા.આમોદ,એઝાજ ઉર્ફે કાદર માલજી રહે.આછોદ તા.આમોદ, સદ્દામ ઐયુબ ઇસ્માઇલ પટેલ રહે.ઓચ્છણ તા.વાગરા,ફૈઝલ મહેબૂબ મક્કા.રહે.ચાંચવેલ તા.વાગરાનાઓ ફરાર થઇ ગયા હતાં.પોલીસે આ તમામ સામે જુગારધારા કમલ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

અંકલેશ્વરની કર્માતુર ચોકડી પાસે મોડી રાતે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં લાગી આગ

અંકલેશ્વર GIDCની કર્માતુર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં મોડી રાતે અચાનક આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુની કંપની કેમી ફાઇબર પણ આગની ઝપેટમાં આવી જતા અન્ય કંપની સહિત આસપાસના લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા.

અચાનક આગ લાગવાની ઘટનામાં બારે દોડધામ મચીજવા પામી હતી. જો કે આગની જાણ કરાતા જ અંકલેશ્વર DPMC સહિતના ફાયરફાઇટરો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા.આ ઘટનામાં હાલમાં તો કોઇ જાનહાનીના એહવાલ સાંપડી રહ્યા નથી પરંતુ આખી કંપનીને વિકરાળ આગે ઝપેટમાં લેતા બળીને ખાખ થતાં મોટું નુકશાન જરૂર થવા પામ્યું છે.

સમર્થકો દ્વારા મર્હુમ એહમદ પટેલના દીકરી મુમતાઝ પટેલનો જન્મદિવસ ઉજવાયો

આજરોજ મર્હુમ એહમદ પટેલના દીકરી અને સમાજ સેવિકા મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે અહેમદ પટેલ તેમના સમર્થકો દ્વારા સ્વ.અહેમદ પટેલે દત્તક લીધેલ ડેડીયાપાડા તાલુકાના વાંદરી ગામની ડુમખલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે કેક કપાવી, ચોકલેટ અને મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

 

સાથે અંકલેશ્વરના પિરામણ ગામ ની પ્રાથમિક શાળા ખાતે પણ બાળકોને ચોકલેટની વહેંચણી કરી ઉજવણી કરી અન તેમના દીર્ઘ આયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થનાઓ,દુવાઓ ગુજારાઇ હતી.

આ પ્રસંગે શરીફભાઇ કાનુગા, વસીમ ફડવાલા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, ઈમ્તિયાઝ બાણવા, મુકેશ વાસવા, દેવેન્દ્દસિંહ ડોડીયા, વિનય પટેલ, યોગેન્દ્ર સોલંકી, ભરત પરમાર, મનુ સોલંકી, સિકંદર કડીવાલા હાજર રહ્યા હતા

ભરૂચના દાંડીયાબજાર સ્મશાન નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર પી. આર. વાઘેલા ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ભરૂચ શહેરનાં દાંડીયાબજાર વિસ્તારના સ્મશાનઘાટ સામે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરનાં પાછળનાં ભાગે કોટને અડીને આવેલ નર્મદા નદીના પટમાં ઝાડી-ઝાખરાઓમાં દેવ ઉર્ફે ગદો તથા લારા મકવાણાનાએ ગે.કા. વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવી સંતાડી રાખેલ છે.

જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની/મોટી  બોટલ નંગ-૫૯૬, કિં.રૂ.૭૦,૪૦૦/- ના પ્રોહિબિટડ મુદ્દામાલ સાથે એક આરોપી ચિરાગભાઈ ચેતનભાઈ વસાવા ઉં.વ.૧૯ રહે.દાંડીયાબજાર લોઢવાડનો ટેકરો,ભરૂચને પકડી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ:અટાલી ખાતે આશ્રમશાળાના ૨૦૦ વિદ્યાર્થીઓને વિનામુલ્યે યુનિફોર્મ અને બુટ-મોજા અપાયા

આજરોજ અટાલી આશ્રમશાળા ના ધોરણ ૧ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ   વિદ્યાર્થીનીઓને ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ દહેજ દ્વારા કંપનીના યુનિટ હેડ વ્યાનું  વ્યાસ ના માર્ગદર્શન હેઠળ સ્કૂલ યુનિફોર્મ તથા બુટ મોજા સંસ્થાના આગેવાન અર્જુનસિંહ રાણા  તેમજ અટાલી પ્રાથમિક શાળાના આચાર્યની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગીતા વ્યાનું વ્યાસ, સૂક્ષમા સમીર વૈદ્ય,  એચ આર હેડ  સમીર વૈદ્ય  તેમજ અન્ય અધિકારીગણ તથા આશ્રમશાળા ના સ્ટાફગણ હાજર રહ્યો હતો.

કંપની CSR પ્રવૃત્તિમાં આ સંસ્થા સાથે ખુબજ ધગશ થી કામ કરે છે. ફિલાટેક્સ કંપની એક વાલી તરીકે કાર્યરત છે જેથી અટાલી આશ્રમશાળા ના સંચાલકો(સંસ્થા) ફિલાટેક્સ ઈન્ડિયા લીમીટેડ કંપનીનો તથા  મેનેજમેન્ટ નો ખુબ ખુબ આભાર માને છે. કાર્યક્રમની આભારવિધિ આશ્રમશાળા ના આચાર્ય  જસવંતભાઈએ કરેલ અને જણાવેલ કે અમને આશા છે કે ભવિષ્યમાં પણ  તેમનો સાથ સહકાર અવિરત મળતો રહેશે.

ભરૂચ ખાતે ભરૂચ શહેર, તાલુકા અને વાગરાના વિકાસ કામોનો કાર્યકમ યોજાયો

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત શહેર અને તાલુકા તેમજ વાગરાના વિવિધ રૂ.3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું.

ભરૂચના ધરાસભ્યે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભરૂચ પ્રાંતમાં સમાવિષ્ટ શહેર, તાલુકા અને વાગરાના રૂપિયા 3.22 કરોડના  109 વિકાસ કામોનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 50 જેટલા રૂપિયા 50 લાખના કામોનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલે સમારંભમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે જેટલી વખત મળતા એક જ વાત કરતા અને તે સર્વાંગી વિકાસની.વિકાસના એટલા કર્યો નથીકરો કે તમે જ્યારે આપણે પ્રજા પાસે પાસે જઈએ તો મતની ભીખના મંગાવી પડે. આજે આંનદ થાય છે કે ભરૂચમાં પણ ઉધોગ, ખેતી અને સામાજિક ક્ષેત્રે વિકાસ થયો છે.

આજના કાર્યકમમાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, આર.ડી.સી. ધાંધલ, પ્રાંત અધિકારી, મુખ્ય અધિકારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરમાં JCI દ્વારા આંખ અને દાંત નિદાન કેમ્પ યોજાયો

જેસીઆઈ અંકલેશ્વરે ડેકન કંપનીના સહયોગથી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામમાં આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વરમાં કાર્યરત જેસીઆઈ સંસ્થા અને ડેકન કંપનીના સહયોગથી નવા દીવાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આંખ અને દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જયાબેન મોદી હોસ્પિટલના ડો.અંજનાબેન તથા ડેન્ટલ મોદી ક્લિનિકના ડો.પ્રિયંકાએ બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દરેકે બાળકોના દાંતની તપાસ કરીને તેમને ડેન્ટલ કીટ એટલે કે એની અંદર પેસ્ટ, બ્રશ, તથા ટંક ક્લીનર આપવામાં આવ્યું હતું. જ્યારે બાળકોની આંખની તપાસ કરીને જ્યાં સુધી રાહત ના મળે ત્યાં સુધી સારવાર કરી આપવામાં આવશે. આ કેમ્પમાં અંદાજીત 615થી વધારે વિદ્યાર્થી બાળકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે ડેકેન કંપનીના હેડ પરાગભાઈ, ઝોન વાઈસ પ્રેસિડન્ટ જે સી વિકાસ પટેલ, જોન ડાયરેક્ટર પબ્લિક રિલેશન જેસી તેજસભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ એક્ઝિટિવ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રાથમિક શાળા નવા દીવાના આચાર્ય હિતેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય હિરલબેન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન ઉપર અપલાઇન ઉપર થયું રેલ ફેક્ચર

ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન ઉપર અપલાઇન ઉપર રેલ ફેક્ચરની ઘટના સોમવારે સવારે સામે આવી છે. જોકે ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી.

નબીપુર અપલાઈન પર રેલ ફેક્ચરને લઈ અમદાવાદ-દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર 30 મિનિટ સુધી ઠપ થઈ ગયો હતો. અડધા કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.

શિયાળામાં રેલવેના પાટા સંકોચાવાની અને ઉનાળામાં વિસ્તરણ પામવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા અને ગરમીમાં પોહળા થવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે.એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના સોમવારે સવારે 9 કલાકના અરસામાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશન નજીક સામે આવી હતી.

વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર નબીપુર રેલવે સ્ટેશન નજીક અપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો. સોમવારે સવારના ફરજ બજાવતાં ગેગમેન કે પેહલા પસાર થયેલી ઉદેપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરને રેલ ક્રેક વિશે જાણ થઈ હોવાની માહિતી સાંપડી છે.રેલવે ટ્રેક ચેકીંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ નબીપુર રેલવે સ્ટેશન અને ભરૂચ રેલવેના અધિકારીને કરવામાં આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પી ડબ્લ્યૂ આઈ ને પણ કરાઈ હતી. રેલવે ગેંગમેનની સમય સુચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી.

ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી.જેમાં પાલેજ, નબીપુર અને અન્ય સ્ટેશનો ઉપર પશ્ચિમ એક્સપ્રેસ, ગુજરાત એકપ્રેસ અને પુરી વલસાડ 3 ટ્રેનોને અટકાવી દેવાઈ હતી.રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી 3 સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો તેના નિયત સમય કરતાં અડધોથી પોણો કલાક મોડી ચાલતી હતી.રેલવે એ અડધો કલાકનો બ્લોક લઈ ટ્રેક કેક્ચરને નવો પાટો નાખી દુરસ્ત કરી દીધું હતું. આશરે સવા 10 કલાકથી અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.

ભરૂચમાં ધો.૧૦ની વિદ્યાર્થીની વારંવાર બની આચાર્યના દુષ્કર્મનો ભોગ !

ભરૂચ નગરમાં ગુરૂ એવો આચાર્ય જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં લંપટ નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય રણજીત પરમાર સામે ફિટકાર સાથે ક્રોધ ભભૂકી ઉઠ્યો છે.

ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10 માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી.

ગત 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તેવામાં 10 સપ્ટેમ્બરનાં રોજ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી તેની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી તે પણ હચમચી ઉઠી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર CCTV કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો.

હાલમાં જાણવા મળ્યા મુજબ પીડીત વિદ્યાર્થીનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્ય રણજીત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

error: Content is protected !!