The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 63

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજ રોજ પદવી દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલીમાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આમોદની તાલીમ સંસ્થામાં વિવિધ તાલીમી ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પદવી દાન સમારંભમાં પધારેલા મહેમાનો ડી.કે.સ્વામી.આમોદ નગરપાલિકા કારોબારી ચેરમેન બીજલ ભરવાડ,ગેરીશન પોલીસેક્સ પ્રા.લી.ના મેનેજર કમલેશ પટેલ,કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન ઠાકોર સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આવેલા મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કરી તાલીમાર્થી વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આમોદની આઈ.ટી.આઈ.માં ૩૪૧ તાલીમાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે.જેમાં સાત પ્રકારના ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેમાંથી ૮૯ તાલીમાર્થીઓને મહેમાનોના હસ્તે કોપા,વેલ્ડર,ઇલેક્ટ્રિશિયન,ફીટર ના ટ્રેડ ધરાવનારને એન.સી.વી.ટી.(NCVT) પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવ્યા હતાં.તાલીમી સંસ્થાના આચાર્ય કે.સી.કાછડીયાએ ઉપસ્થિત લોકોને સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ટ્રેડ વિશે માહિતી આપી હતી.તેમજ રોજગારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાષ્ટ્રગાન ગાયા બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ મુન્શી આઇ.ટી.આઇ.માં યોજાયો કન્વોકેશન સમારોહ – 2022

મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. ખાતે કોનવોકેશન Ceremony – 2022  નું આયોજન તા. ૧૭/૦૯/૨૦૨૨ ના વિશ્વકર્મા દિને આ પ્રોગ્રામ ઉજવવાનું આયોજન થયું હતું. પ્રોગ્રામ ની શરુઆત તિલાવતે કલામે પાક્થી કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત પ્રવચન મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્ર્સ્ટ ના ટ્ર્સ્ટી યુનુસભાઇ પટેલ સાહેબે કર્યું હતું .અને પ્રોગ્રામ ની રૂપરેખા અને પરિચય સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા કરવામાં આવેલ.

મુખ્ય મેહમાન હેમરાજ પટેલ (આસીસ્ટ્ન્ટ જનરલ મેનેજર એચ.સી.એસ.આર.) બીરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીજ લીમીટેડ નું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન ટ્ર્સ્ટ્ના ટ્ર્સ્ટ્રી યુનુસભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ મેહમાન જતીનભાઇ પટેલ (ચીફ મેનેજર એચ.આર./આઇ.આર) ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડ નું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન કારોબારી સમિતિના સભ્ય સલીમભાઇ અમદાવાદી દ્વારા કરવામાં આવેલ, ત્યાર બાદ મંચ ઉપર બિરાજ્માન મહાનુભવો દરેક વ્યવસાયમાં પ્રથમ અને દ્વીતીય ક્ર્મે ઉત્તીણ થનાર તાલીમાર્થીઓને ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા.

ત્યારબાદ AOCP ટ્રેડમાં પ્રથમ નંબર પર આવનાર તાલીમાર્થી પટેલ જેદ સાદિકે પોતાના અભ્યાસ કાળ દરમ્યાનના અનુભવો અને પોતાના ગુરુજીઓ દ્વારા મળેલ સારા ગુણોને વાગોળી પોતાની આ જ્ળ્હરતી સફળતાનો શ્રેય પોતાના માતા‌-પિતા પછી પોતાના શિક્ષકો ના ફાળે જાય છે. તેવું શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ પછી ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડ માંથી પધારેલ મુખ્ય અતિથિ વિશેષ જતીનભાઇ પટેલ દ્વારા પ્રસંગને અનુલક્ષીને ઉદભોધન કરવામાં આવેલ જે માં તેઓએ સારી એવી છણાવટ ભરી માહિતી તાલીમાર્થીઓ ને આપી કંપનીના વાતાવરણથી માહિતગાર કર્યા હતા. જેમાં તેઓએ થિયરી પ્રેકટીકલ ની એક સુત્રતા, સેફટીનું મહત્વ, સ્ત્રી શિક્ષણ નારી રોજગાર, નારી સમ્માન નું સારી એવી વાતો કરી શ્રોતાગણ ને સંબોધન કર્યું હતું.

અંતમાં સંસ્થાના કારોબારી સભ્ય સલીમભાઇ અમદાવાદી આભારવિધિ કરી રાષ્ટ્રગીત સાથે પોગ્રામ નો પુર્ણાહૂતી કરેલ છે. આ તબક્કે ટ્રસ્ટ ના CEO શ્રી સુહેલભાઈ દુકાનવાલા તથા મહંમદપૂરા બ્રાન્ચ ના આચાર્ય લુકમાન પટેલ પણ હાજર રહ્યા હતા. સદર પોગ્રામ ની અનેકરિંગ ની જવાબદારી યુસુફ એ મતાદાર તથા નુહ પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી, પોગ્રામ ને સફર બનાવવા માટે મુન્શી આઈટીઆઈ ના સ્ટાફમિત્રો ખડાપગે હાજર રહ્યા હતા.

અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી નજીક ભરૂચના માજી નગર સેવક ઉપર કરાયો હુમલો

ભરૂચના માજી નગર સેવક અને સામાજિક કાર્યકર્તા મનહર પરમાર ઉપર અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી નજીક હુમલો કરાયો હતો. હુમલામાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.

અંકલેશ્વરમાં આવેલી સામ્રાજ્ય સોસાયટી નજીક ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર કેટલાક ઇસમોએ હુમલો કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. મનહર પરમાર અંકલેશ્વર તરફથી પોતાના ઘર તરફ ભરૂચ આવી રહ્યા હતાં. તે સમયે તેમની કારને આંતરીને ચાર જેટલો ઇસમોએ તેમના પર હથોડી વડે મારમારી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને માથામાં અને શરીર ઉપર ઇજાઓ પહોંચી હતી. હુમલાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

હુમલા બાદ મનહર પરમારે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, હુમલો કરનારમાં અમિત ગોહિલ, વિશાલ ગોહિલ સાથે અન્ય બે લોકોએ તેમના પર હુમલો કરીને તેમની સોનાની ચેન અને રોકડા રૂપિયા 50 હજાર લઈ ગયા છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે તેમના નિવેદન ઉપર હુમલાખોરોને શોધવાની કવાયત હાથ ધરી છે.

દેડીયાપાડાના સોલિયા ગામે પ્રેમ સબંધમાં સગીરાને ગર્ભવતી બનાવી તરછોડતા કરી આત્મહત્યા

  • આરોપીએ પ્રેમ સબંધ રાખી સગીરાને ગર્ભવતી બનાવી “તું બીમાર જેવી દેખાય છે” કહી તરછોડી

દેડીયાપાડા ના સોલિયા ગામે સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી શરીર સુખ માણી ગર્ભવતી બનાવી ડિલિવરી થયા બાદ “તું બીમાર જેવી દેખાય છે” કહી કાઢી મૂકતા સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી જ્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના આરોપી ઇન્દ્રમણી દલસુખભાઇ વસાવા રહે. સોલીયા,ગાયત્રી મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા ઓએ સગીરા સાથે પ્રેમ સબંધ રાખી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી ડીલીવરી થયા બાદ અવાર નવાર આરોપીના ઘરે જાય તે વખતે “ તુ બીમાર જેવી દેખાય છે જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી અને તારી દિકરીને અહીં મુકી જવી હોય તો મુકી જા.” તેવુ કહી અવાર નવાર ગાળો આપી કાઢી મુકેલ હોય જે બાબતે મરણ જનાર સગીરાને મરવા માટે મજબુર કરતા સગીરાએ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે, ત્યારે દેડીયાપાડા પોલીસે આરોપી વિરૂદ્ધ પૉસ્કો સહિત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણા ખરા લગ્નનો સામાજિક રીતે દાવો ભાંગીને સમાધાન થઈ જતું હોય છે તેના કારણે નાની ઉંમરની યુવતીઓને શોષણનો ભોગ બનવું પડે છે જેના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે, તેમજ આ ઘટના પછી પોલીસ અને સામાજિક સંસ્થા સહિત મહિલા વિભાગ દ્વારા પણ સામાજિક ક્રાંતિ લાવવાની ખૂબ મોટી જરૂરિયાત ઉભી થઈ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ રનિંગ ક્લબ દ્વારા ૧૦૦ કિલોમીટર ની મેરેથોનનું કરાયું આયોજન

રન ફોર યુનિટી , રન ફોર પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા ને અનુલક્ષી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે  ભરૂચ રનિંગ ક્લબ દ્વારા ૧૦૦ કિલોમીટર  મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં  ભરૂચ રનીંગ ક્લબના દોડવીરો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ૧૦૦ કિલોમીટર નું રનિંગ કરી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ભરૂચ પહોંચશે, આ દોડ દરમિયાન દોડવીર ઓ નર્મદા જિલ્લા અને ભરૂચ જીલ્લાની અંદર પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા માટેનું કેમ્પેન ચલાવશે. રસ્તા વચ્ચે એ જૂથ અથવા કાપડની થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરશે. સાથે સાથે પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે એ વિશે અવગત કરશે. આ રનિંગ દોડ માં રોટરી ભરૂચ ફેમિના ની મહિલાઓ જૂથની બેગો પૂરી પાડવાનું કામ કરશે.

ક્લબના દોડવીરો જ્યારે ભરૂચ પહોંચે ત્યારે રોટરી ક્લબ ભરૂચ ફેમિના અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દોડવીરો નું સન્માન કરવામાં આવશે.

અંકલેશ્વરના સંજાલીમાં યુવકે ખંડેર મકાનમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે તળાવ ફળીયાના એક ખંડેર મકાનમાં 20 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની તાલુકા પોલીસને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ આરંભી છે.

અંકલેશ્વરના સંજાલી ગામે તળાવ ફળીયામાં રહેતા 20 વર્ષીય આકાશ ધરમસિંહ રહે છે. આ યુવકે આજ રોજ કોઇક અગમ્ય કારણોસર એક ખંડેર મકાનમાં જઈ છતની લોખંડની એંગલ સાથે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આકાશની આત્મહત્યાની વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોક ટોળા ઉમટી પડ્યાં હતાં.

બનાવ અંગેની જાણ ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આત્મહત્યા કરેલા આકાશના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વાગરા વિધાનસભા બેઠકના પ્રભારીએ વિવિધ ગામોના હોદ્દેદારોની લીધી મુલાકાત

આજરોજ વાગરા વિધાનસભા બેઠકના પ્રભારી રાજેશભાઈ દેસાઈ દ્વારા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભામાં, ભરૂચ તાલુકા સમાવિષ્ટ નબીપુર જીલ્લાપંચાયત બેઠકના પારખેત, કેલોદ, કારેલા, બોરી, હલદર તેમજ પગુથણ ગામોમાં ભરૂચ તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત લીધી.

મુલાકાત દરમ્યાન શકિત કેન્દ્ર સંયોજક, તાલુકા/ જી. પંચાયત સભ્યો, સરપંચો, પક્ષના સિનિયર આગેવાનો વગેરે સાથે બેઠકો કરી પક્ષના વિવિધ કાર્યક્રમો જેવાકે મતદાર યાદી સુધારણા, બાકી પેજ સમિતિ રચના, “મન કી બાત”,નું આગોતરુ આયોજન,કેન્દ્ર/ રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાની માહિતી, લાભાન્વિતોની યાદી, ચૂંટણીલક્ષી કામગીરી-નિયુકિત અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

ભરૂચમાં ૧૫ મી સપ્ટેમ્બરે જે.પી. આર્ટસ કોલેજ ખાતે 36મી નેશનલ ગેમ્સ યોજાશે

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 36મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાઈ તે હેતુથી અને રમતગમતની પ્રવૃતિઓને  પ્રોત્સાહન મળે તે માટે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન માટે “ CELEBRATING UNITY THROUGH SPORTS  અંર્તગત તારીખ ૧૫ મી સપ્ટેમ્બરે ૨૦૨૨ના રોજ કાર્યક્રમની ઉજવણી નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યકક્ષસ્થાને જે.પી. આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લાના સાસંદ મનસુખભાઈ વસાવા, અને  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતિ રહેશે. તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વાગરાંના ધારાસભ્ય અરૂણસિંહ રણા ,જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, ઝગડીયાનાના ધારાસભ્ય છોટુભાઈ  વસાવાની ગરીમામય ઉપસ્થિતિ રહેશે.

ભરૂચના દશાનથી ૧૯ દિવસ બાદ ગુમ પ્રેમિકા નો મૃતદેહ વિકૃત હાલતમાં મળતા અનેક તર્કવિતર્ક

  • પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • અંકલેશ્વર શહેર પોલીસે યુવતીના અપહરણ અને ગુમ થવામાં પરિણીત પ્રેમીની પત્ની સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી.

ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હત્યા કે દુર્ઘટના અંગે રિપોર્ટની રાહ જોવાય રહી છે.ઝઘડિયાના સિમોદરા ખાતે રહેતો પરિણીત કિશન માનસંગ વસાવા જોલવાની 21 વર્ષીય પાયલના પ્રેમમાં પડ્યા બાદ બે મહિના પહેલા લગ્ન કરવાનું વચન આપી દાદીના ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો.

અંકલેશ્વરના અંદાડા ગામે મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ જોડે રહેવા લાગ્યો હતો. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશનનું ઘર બંધ આવ્યું હતું.પૌત્રીના પ્રેમીની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પોહચી હતી.પતિની પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે કિશનની પત્ની કરિશ્મા, વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, વૈશાલી અને ઇકોના ચાલક અકબરની ધરપકડ કરી હતી.

દરમિયાન મંગળવારે સાંજે દશાન ગામ ખાતેથી પાયલનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હવે પી.એમ. રિપોર્ટની રાહ જોવાય રહી છે જે આવ્યા બાદ પાયલની હત્યા કરાઈ છે કે નહીં તેનો ભેદ ખુલશે.

અંકલેશ્વર:પાર્કીંગમાં ઉભેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો અને ૧ બુટલેગર ઝડપાયો,૨ ફરાર

અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલ મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ખેપિયાને ઝડપી પાડ્યો હતો. અમરોલીના બુટલેગરે અંકલેશ્વરમાં આ દારૂ મોકલ્યો હતો. પોલીસે કારમાં રહેલા બુટલેગરને ઝડપી પાડીને બે બુટલેગરોને વૉન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના અમરોલીના શ્યામ કોમ્પલેક્ષ રહેતો બુટલેગર પોતાની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે મોકલ્યો હતો. જે અંગેની માહિતીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ચૌટા નાકા પાસે આવેલા મેઘના આર્કેટની પાછળના ભાગેના પાર્કિંગમાં ઉભેલી કારને પકડી લીધી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોંઘા ભાવની 61 નંગ બોટલ કબ્જે કરી હતી. પોલીસે 32 હજારથી વધુનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કાર સાથે મૂળ સંજાણનો અને હાલ અમરોલીના શ્યામ કોમ્પલેક્ષમાં રહેતો બુટલેગર રોહિત ઉર્ફે ટાલો ગણેશ ઘોડીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરનો બુટલેગર અલ્પેશ હલદરીયા સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!