The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 58

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે ડીજેના તાલે ગરબાનો જામ્યો રંગ

અંકલેશ્વર શહેરમાં નોરતાના પાંચમા દિવસે ખરો રંગ જામ્યો હતો. જેમાં પાર્ટી પ્લોટોને બાદ કરતાં સોસાયટીઓ અને મહોલ્લામાં શેરી ગરબાએ રંગત જમાવી હતી.

ત્યારે જુના બોરભાઠા બેટ નવરાત્રી મહોત્સવ મહાદેવ મંદિર ખાતે ગુપ દ્વારા પણ ગરબાનું અયોજન કરાયું છે. જેમાં નાના-મોટા સૌ ટ્રેડીશનલ વસ્ત્રો પહેરીને ડીજેના તાલે ગરબે ઝુમી રહ્યા છે.

અંકલેશ્વરના પટેલ નગર ખાતે ૨૨ વર્ષીય યુવાને પંખે લટકી કર્યો આપઘાત

અંકલેશ્વરના પટેલ નગર ખાતે રહેતા 22 વર્ષીય યુવાને પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર-રાજપીપળા રોડ પર ગડખોલ ગામની હદમાં પટેલ નગર સોસાયટીના મકાન નંબર બી. 10માં રહેતા ફ્રાન્સિસ ઉક્કડભાઈ વસાવાએ ગત રોજ કોઈ ઘરમાં એકલા હતા. તે સમય દરમિયાન તેણે અગમ્ય કારણોસર નાયલોન દોરીનો ફંદો બનાવી ઘરના પંખાના હુકમાં ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો.

આ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેમણે દોડી આવીને શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ પ્રાથમિક પરિવારના સભ્ય વેરોનિકા ચૌહાણની ફરિયાદ આધારે અગમ્ય કારણોસર આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની 153 મી જન્મજયંતી ઉજવાઇ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ નગર પાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ચેનલ નર્મદા સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે આવેલી બાપુની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભવોએ સુતરની આંટી, ફુલહાર અર્પણ કર્યા હતા.આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ગાંધી ગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.

આ ગાંધી જયંતીની ઉજવણીમાં ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકોર, નરેશ સુથારવાલા, શૈલાબેન પટેલ, પ્રશાંત પટેલ, અભેસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સુતરિયા, સહિત મહનુભવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ કોંગ્રેસે ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે અર્પી પુષ્પાંજલિ

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.દેશની આઝાદીમાં પોતાનો સિંહકાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાય રહી છે.આ ઉપરાંત આજે દેશના પુર્વ વડાપ્રધાન સ્વ.લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે.ભરૂચ જીલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંનેવ મહાપુરૂષોની તસવીરને સુતરા આંટી અને કુલ હાર અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત કોંગી અગ્રણીઓ સંદીપ માંગરોલા,મગન માસ્ટર,સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા, જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ભરૂચ અને વડોદરમાંથી સ્પોર્ટ્સ બાઇક ચોરી કરનાર અલીરાજપુરની ગેંગના બે ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં લેબર તરીકે આવી સ્પોર્ટ્સ બાઇકોની ચોરી કરતી મધ્યપ્રદેશના અલીરાજપુરની ટોળકીના બે સાગરીતોને વડોદરા અને ભરૂચથી ચોરી કરેલી રૂ.૭.૧૫ લાખની કિંમતની ૧૦ બાઇક સાથે LCB એ ઝડપી લીધા છે.

ભરૂચ જીલ્લામાં વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી.સહીત અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવાય હતી. જીલ્લામાં વધારે પ્રમાણમાં થતી વ્હીકલ ચોરીના વિસ્તારની વિઝીટ, આયડેન્ટીફાય કરી જરૂરી મેપ બનાવી , ડીકોઇ કરી , સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ વિગેરેની મદદ મેળવી હતી.

જેમાં એલ.સી.બી., ઉમલ્લા તેમજ ઝઘડીયા પો.સ્ટે.ની બનાવવામાં આવેલ અલગ અલગ ટીમોને જરૂરી માગદર્શન આપી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે વ્હીકલ ચોરી અંગે કામગીરી કરતી ટીમોને સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સર્વેલન્સ થી હકિકત સાંપડેલ કે, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી થતી મોટર સાયકલોને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર, જાંબુઆની ગેંગ દ્વારા અંજામ અપાય છે.

આ ગેંગના બે સાગરીતો મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ ખાતે છે. જેથી પો.સ.ઇ. એન.જે.ટાપરીયા ઉમલ્લા પો.સ્ટે.ની એક ટીમને તાત્કાલીક મધ્યપ્રદેશ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ. આ ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજયના અલગ અલગ જીલ્લાઓમાં કેમ્પ રાખી ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા હતા. ઝઘડિયામાં લેબર તરીકે MP ના અલીરાજ પુરથી પકડાયેલા મોહન મગરસીંગ બામણીયા અને સંજય સોબતસીંગ બામણીયા આવ્યા હતા. જેઓએ વાહન મારફતે તેઓના અન્ય 3 વોન્ટેડ સાગરીત સુનીલ ઉર્ફે નાનકો ઇંટાભાઇ બામણીયા, કાલુ ડાવર અને સોહનને બોલાવી રાતે સ્પોર્ટ્સ બાઇકના લોક તોડતા હતા. વાયરિંગ ડાયરેકટ કરી બાઇકો ચાલુ કરી વતન ભાગી જતા હતા.

આ બન્નેવ આરોપી તથા તેઓની સાથેના બીજા ત્રણ સાગરીતોએ ભેગા મળી ભરૂચ તથા વડોદરા જીલ્લામાંથી અલગ અલગ કંપનીની 10 મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત કરતા રૂ.૭.૧૫ લાખની બાઇકો રીકવર કરી આગળની કાર્યવાહી હાથધરાઇ હતી.

અંકલેશ્વર બ્રાન્ડેડ કંપનીનું ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવતા બે ગોડાઉન ઝડપાયા

ભરૂચ એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે એલ.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારી નાઓને જીલ્લામાં બનતા મિંલકત સંબધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે એલ.સી.બીની એક ટીમ પાનોલી જી.આઇ.ડી.સી વિસ્તારમાં તથા એક ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમ્યાન હયુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે “સંજાલી ગામે મહારાજા નગરમાં આવેલ ગ્રીન પ્લાઝામાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરી, અલગ અલગ બ્રાંન્ડેડ કંપનીના નામે ઓઇલનુ પોતાના આર્થીક ફાયદા સારૂ વેચાણ કરે છે તથા લક્ષમણનગરમાં રોયલ એપાર્ટેમેન્ટ દુકાનમાં એક ઇસમ ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનુ પેકીંગ કરી ઓઇલનુ પોતાના આર્થીક ફાયદા સારૂ વેચાણ કરે છે.

જે બાતમી હકિકત આધારે બન્ને ઠેકાણા ઉપર રેઇડ કરી અલગ અલગ જગ્યાથી બે ઇસમોને પકડી પાડી લુબ્રીકેન્ટ ઓઇલમાં ડાઇ કલર મીક્ષ કરી, સેમી ઓટોમેટીક ઓઇલ ડ્ડીલીંગ મશીનથી ડબ્બાઓમાં ઠોલીગ કરી, ઇન્ડકશન સીલીંગ મશીનથી સીલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકરો મંગાવી બ્રાન્ડેડ કંપનીનુ ડુલ્પીકેટ એંજીન ઓઇલ બનાવી પેકીંગ કરતા બે ગોડાઉન તથા બે ઇસમો હેઝાન મોહમંદ ઉમર ખત્રી ઉ.વ ર૩ હાલ રહે ઝમઝમ ર મકાન નં ૩૦ર સ્ટેશન રોડ અંકલેશ્વર,મુળ રહે શેખ મહોલ્લો બોડેલીગામ તા બોડેલી જી છોટાઉદેપુર ( સંજાલી ખાતેથી પકડાયેલ છે), હામીર યુસુઠ્ઠ શેખ ઉ.વ.ર૬ રહે, મ.નં.૧૩ ગુલનાર સોસાયટી રેલ્વે ગોદીની સામે અંક્લેશ્વર શહેર,તા-અંક્લેશ્વર જી-ભરૂચ (લક્ષ્મણનગર ખાતેથી પકડાયેલ છે)ને ઝડપી પાડી તેમની પાસેહી રૂ. કુલ કીંમત ર.૭,૨૮,૭૫૨/-નિ મુદ્દામાલ કબ્જે કરી અને તેમના વિરૂધ સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી તથા અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.

ભરૂચથી દહેજ તરફના બિસ્માર માર્ગના પગલે વાહનચાલકો અને સ્થાનીકોએ કર્યો ચક્કાજામ

આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો એકઠા થયા હતા. દહેજ જીઆઇડીસીની વિવિધ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્રમમાં જોડાયા હતા.

ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો લાગી ગઇ હતી. ભરૂચ ગ્રામ્ય પોલીસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. થોડા કલાકો અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. જોકે, આ ચક્કાજામના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.

ભરૂચના ખાદ્ય તેલના વેપારી ઉપર અજાણ્યા ઇસમોએ ચપ્પુ વડે કર્યો હુમલો

ભરૂચ શહેરના ખાદ્ય તેલના વેપારી ઉપર બે મહિનામાં બીજીવાર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીને ઈજા પહોંચતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વેપારીએ પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનામાં ભરૂચના સીંધુ નગર ખાતે રહેતા 27 વર્ષીય મોહિત ભોજવાની ધોળીકુઈ વિસ્તારમાં ખાદ્ય તેલનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ 28મી સપ્ટેમ્બરના રોજ મોબાઈલની ડિસ્પેની ખરીદી કરવા માટે અમરદીપ કોમ્પ્લેક્ષમાં ગયા હતા. તે વેળાએ બે અજાણ્યા ઈસમો તેઓ પાસે આવ્યાં હતા અને વેપારી કઈ સમજે તે પહેલા ચપ્પુ કાઢી વેપારીના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જે બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

જેમાં વેપારીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી પર ગત તારીખ-31 ઓગસ્ટના રોજ પણ નર્મદા માર્કેટ ખાતે હુમલો કરાયો હતો. ત્યારે પોલીસ દ્વારા આવા ગંભીર ગુનામાં સઘન તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આમોદની સુઠોદરા પ્રાથમિક શાળામાં કરાઇ નવરાત્રીની ઉજવણી

  • શાળાના બાળકો તેમજ માતાઓએ ગરબામાં ભાગ લીધો

હાલ ચાલી રહેલા શારદીય નવરાત્રીમાં જગત જનની માં જગદંબાની આરાધનામાં આખુ ગુજરાત જયારે ગરબા થકી ભકિતના રંગે રંગાયુ છે સુઠોદરા પ્રાથમિક શાળા તેમાથી કેવી રીતે બાકાત રહે.

નવરાત્રીના ચોથા નોરતે સુઠોદરા પ્રાથમિક શાળામાં ઉત્સવ પ્રિય આચાર્યા રેખાબેન દ્વારા ભવ્ય રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની મમ્મીઓને પણ આમંત્રણ આ૫વામાં આવ્ચુ હતુ.તેમજ ગામની દરેક મહિલાઓને આમંત્રિત કરવામાં આવી હતી.શાળાના દરેક બાળકો તથા બાળકીઓ નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેશમાં તૈયાર થઇને આવ્યા હતા.

સાથે સાથે એસ.એમ.સી.સભ્ચોની ટીમ,શાળા ૫રિવારની ટીમ,મઘ્યાહન ભોજન ૫રિવારની ટીમ તેમજ ભુતપૂર્વ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ટીમે ૫ણ ઉત્સાહ પૂર્વક ગરબામાં ભાગ લીઘો હતો અને ડી.જે.ના તાલે સુઠોદરા પ્રાથમિક શાળાના મેદાનમાં ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી.ગરબામાં વિજેતા બનેલા બાળકોને પુરસ્કાર રૂપે મોમેન્ટો આ૫વામાં આવ્યા હતા.અને છેલ્લે આચાર્યા શ્રીમતિ રેખાબેન તથા આસીસ્ટન્ટ શિક્ષક સમીરાબેન દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદ નજીકનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૬૪ ખખડધજ બનતાં કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ કરી હતી.જો ૮ મી ઓક્ટોબર સુધીમાં રીકાર્પેટિંગ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ વર્ષ ૨૦૧૭-૧૮ માં સુરતની રોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીએ ૧૩.૪૦ કરોડ ના ખર્ચે બનાવ્યો હતો.જે રોડ ટૂંક જ સમયમાં બિસ્માર બની ગયો હતો.કોન્ટ્રાકટર દ્વારા ડિવાઈડર ઉપર રિફ્લેક્શન લાઈટ કે સાઇન બોર્ડ એસ્ટીમેન્ટમાં હોવા છતાં લગાવ્યા નથી.જેના કારણે આ રોડ ઉપર વારંવાર અકસ્માતના બનાવો બને છે અને વાહન ચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

હાલ આ માર્ગ ઉપર બે થી ત્રણ ફૂટ ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે.જેની વારંવાર રજૂઆત કરતા ખાડા કાચા મેટલ નાખી પુરાણ કરવામાં આવ્યું હતું.પરંતુ ફરીથી મેટલ નીકળી જતાં નેશનલ હાઇવે ઉપર ખાડા યથાવત રહ્યા છે.જાડી ચામડીના ભ્રષ્ટાચારી અધિકારીઓ જાણે બહેરા અને મુંગા બનીને બેઠા હોય તેમ કોઈ કામગીરી કરતા નથી.જેથી આજે શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ બરફવાલાએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.જેમની સાથે આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતાં.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!