The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 53

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે આજે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી રવિશંકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ઉપસ્થિત ગાઇડ મયુર રાઉલ દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલ સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીમાંથી નિર્માણ પામેલ વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી, બાદમાં સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.

સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો ઉપરાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી.

ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિના ધર્મપત્ની શ્રીમતી ડૉ. સુદેશ ધનખડ, ગુજરાતના માનનીય રાજયપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત, ગુજરાતના પ્રોટોકોલ રાજયમંત્રી જગદીષ વિશ્વકર્મા (પંચાલ) જોડાયા હતા.એકતાનગરની મુલાકાત દરમ્યાન જીલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક કલેકટર હિમાંશુ પરીખ, ધવલ જાની,સી.એ.ગાંધી, નાયબ કલેકટર શિવમ બારીયા, ડૉ. મયુર પરમાર સાથે રહ્યા હતા.

દેડીયાપાડા AAP ના જન સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી

દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેબિનેટ મંત્રી અમન અરોરા ની ઉપસ્થિતિમાં પારસી ટેકરા થી રેલી કાઢી બિરસા મુંડા ચોક થઈ વેરાઈ માતાના મંદિરે પહોંચી હતી ત્યારબાદ ત્યાં પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોટી સંખ્યામાં જન મેઘની ઉમટી પડી હતી. જન સંવાદ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દ્વારા કેજરીવાલ સરકાર ની શિક્ષણ, વીજળી, રોજગાર, તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓની પ્રસંશા કરી હતી. અને આવનાર વિધાનસભા ની ચૂંટણી માં મોંઘવારી, શિક્ષા, રોજગાર તેમજ આરોગ્ય જેવા મુદ્દા આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા રહેશે નું મંત્રીએ જણાવ્યું હતું.

આ સાથે કોંગ્રેસ અને બી.જે.પી. પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ ને કડી ટક્કર આપી ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત જન મેદનીએ ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમમાં ડૉ.કિરણભાઈ વસાવા સહ સંગઠન મંત્રી એસ.સી. એસ.ટી.ગુજરાત પ્રદેશ Aap, ચૈતરભાઈ વસાવા Aap નેતા, નિરંજન વસાવા ઉપ પ્રમુખ ગુજરાત Aap, ધર્મેન્દ્ર ગોહિલ પ્રમુખ નર્મદા Aap, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, ડો.દયારામભાઈ વસાવા, વકીલ હરિસિંહ વસાવા સહિત ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાના Aap પાર્ટીનાં આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા

તહેવારોમાં ગુનાખોરી ડામવા ભરૂચ પોલીસ દ્વારા હાથધરાઇ કોંમ્બીંગ નાઇટ

ભરૂચ પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલના માર્ગદર્શન હઠેળ નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર હોય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ફરી ગત રોજ તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતી અને સલામતી હેતુસર અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારના ગડખોલમાં આવેલ મહેન્દ્રનગર-૧, મહેન્દ્રનગર-૨, નિરવકુંજ સોસાયટી, પુષ્પવાટીકા, ચંડાલ ચોકડી વિસ્તાર, તથા અન્ય બીજી અલગ અલગ ૩૫ સોસાયટીઓમાં કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફલો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. અંકલેશ્વર રૂરલ, ઝઘડીયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ ૧૦ ટીમો જેમા પોલીસ ઇન્સ્પેકટર-૦૯, પોલીસ સબ ઇન્સ્પેકટર-૧૧, તથા ૧૧૪ પોલીસ માણસો દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

કોમ્બિંગ દરમ્યાન ૭૬ – વાહનો એમ.વી.એકટ ર૦૭ મુજબ જપ્ત કરવામાં આવ્યા.,૩૭ – મકાન ભાડુઆત વિરૂધ્ધ જાહેરનામા આઇ.પી.સી.૧૮૮ મુજબ કેસો કર્યા.,૨૬ – વ્યક્તિઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કેસો કર્યા.,૦૧ – એમ.વી.એકટ ૧૮૫ મુજબ કેસો કર્યા.,૧૮૮ – ઇસમોના બી-રોલ ભરવામાં આવ્યા. તેમજ ૦૧ – જુગારાધારા મુજબ કેસો કરાયા હતા તેમજ આગામી દિવસોમાં પણ જેલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતેની કામગીરી કરવા ભરૂચ જોલ્લા પોલીસ કટીબધ્ધ છે.

ભરૂચ જેએસએસ તાલીમ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ ઉજવાયો

આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ ઉજવણીનાં ભાગરૂપે સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ દ્વારા જેએસએસ તાલીમ કેન્દ્ર ખાતે બહેનોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ અનુદાનિત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચના કેન્દ્ર સંચાલક શ્રીમતી જાહ્નવીબેન દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સોનેરી મહેલ ખાતેનાં આસી.ડ્રેસ મેકર તાલીમ કેન્દ્ર ખાતે પ્રશિક્ષક શ્રીમતી સારિકાબેન પ્રજાપતિ સહયોગથી તથા ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટનાં નિતાબેન બારસાકવાલાની ઉપસ્થિતિમાં ક્લાસની બહેનોને મહિલા અને બાળવિકાસ વિભાગની વાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, ગંગાસ્વરૂપા આર્થિક પુન લગ્ન યોજના, ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC જેવી મહીલાલક્ષી યોજનાઓની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કયૉ હતા.

ભરૂચ ઝાડેશ્વરમાં ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાઇ

આજે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લકઝરી બસનો ચાલક શીફ્ટમાં જતા કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો.દરમિયાન જ્યારે બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે બસ વીજ પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

બસ ભટકાતા વીજ પોલ ધડાકા ભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો. જેને પગલે રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં અકસ્માતને પગલે વીજ પોલને નુકશાન થયું હતું.આ બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

BSFની ૩૦ બાઈકર્સની રેલીનું એકતાનગર ખાતે કરાયું સમાપન

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ કરતા અટકે તેવા શુભ આશયથી પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી નીકળી હતી. આ બાઈક રેલી દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને અંદાજે ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ની સાંજે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચી હતી.

આ રેલીનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં બીએસએફના આઈ.જી. જી.એસ. મલિક, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ સહિત જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરી ફ્લેગ ઈન (સમાપન) કરવામાં આવ્યું હતું.

બીએસએફની બાઈક રેલીના સમાપન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અટારી બોર્ડરથી શરૂ કરાયેલી ભારતીય સેનાની બાઈક રેલી દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈને સ્વતંત્રતા બાદ દેશના રજવાડાઓને એકઠા કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે આવી પહોંચી છે, ત્યારે આ સુરક્ષા જવાનોની દેશભાવના જોઈ અત્યંત ગર્વની લાગણી અનુભવ છું.

દેશની તમામ સુરક્ષા પાંખો અને તેમાં સેવારત જવાનો પરિવારની પણ ચિંતા કર્યા વિના સમાજ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે છે. તેઓ દેશની સીમાની સુરક્ષા તો કરે જ છે પણ જનતામાં એકતાનો સંદેશો ફેલાવી જાગૃત્તિનું કામ પણ કરી રહી છે. દેશની સુરક્ષા અને સેવામાં જોડાયેલી બહેનો જેઓ મહિલાઓના રાષ્ટ્રપ્રેમની ભૂમિકા દર્શાવે છે.વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, દેશને “સમૃદ્ધ રાષ્ટ્ર” બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા આ બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય કાર્ય છે. આપણે સૌ નાગરિકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈને સમૃદ્ધ રાષ્ટ્ર અને મહાન ભારતના નિર્માણમાં સહભાગી બનીએ તેમ તેઓએ ઉમેર્યું હતું.

દેશમાં નશાકારક દવાઓનો દુરઉપયોગ રોકવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના અભિયાન સાથે અઢારી બોર્ડરથી તા.૨ જી ઓક્ટોબરના રોજ રવાના થયેલી બાઇક રેલીમાં બીએસએફના ૩૦ બાઈકર્સ જેમાં ૧૫ પુરુષ અને સીમા ભવાનીની ૧૫ મહિલા રાઈડર્સ સામેલ હતી. આ રેલી જલંધર, અબોહર, બિકાનેર, જોધપુર, ઉદયપુર, માઉન્ટ આબુ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને ગુજરાતમાં પાલનપુરથી પ્રવેશ કરી ગાંધીનગર, વડોદરા થઈને કુલ ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓકટોબર,૨૦૨૨ ને મંગળવારના રોજ એકતાનગર (કેવડીયા) ખાતે આવી પહોંચતા રેલીનું સમાપન કરાયું હતું.

આ અવસરે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફના જવાનો અને મહિલા સીમા ભવાની બાઇકર્સ ગ્રુપ દ્વારા વિવિધ કરતબો દર્શાવાયા હતા. આ રાઇડર્સ ગ્રુપે તેમના કરતબો દર્શાવી અગાઉ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું સ્થાન અંકિત કર્યું છે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફની બેન્ડ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી પણ પ્રસ્તુત કરાઈ હતી. બીએસએફના જવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ભાંગડા નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને બતાવેલી આરોગ્યની ગુરૂચાવી એવા યોગાનું બીએસએફ ગુજરાત વિંગ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.

એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેના આ બાઈક રેલીના સમાપન પ્રસંગે બીએસએફ સ્ટેટ હેડક્વાક્ટરના ગાંધીનગરના ડીઆઈજી ભૂપેન્દર સિંઘ, ડીઆઈજી/જી એમ.એલ.ગર્ગ, ડીઆઈજી સુકુમાર સારંગી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વાણી દૂધાત, ૨૧૫ થી વધુ પોલીસ જવાનો, ૧૦૫ એનસીસી કેડેટ્સ સહિત અન્ય મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દેવુ વધતા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવાને લગાવી છલાંગ,કરાયો રેશ્ક્યુ

ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવાનને દેવું વધી જતાં નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.

સુરતના શિવબંગલો, ગામ વેલન્ઝામાં રહેતા 42 વર્ષીય અલ્પેશ કથરોટિયા પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ માથે દેવું વધી જતાં જીવનથી કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. આ યુવક પોતાની બાઈક લઈને ગત રાત્રીના ભરૂચના સરદાર બ્રિજ પર આવી પહોંચ્યો હતો. અલ્પેશે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં પાણીનું વહેણ હોઈ અલ્પેશ ડૂબવાની સાથે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો. નર્મદા નદીમાં તણાતા ગભરાઇ ગયેલ અલ્પેશે બચાવો બચાવોની બુમો પાડી હતી.

પરંતુ રાત્રીનો સમય હોય કોઈએ તેનો અવાજ સાંભળ્યો ન હતો બાદમાં આ યુવાન પાણીના વહેણમાં સરદાર બ્રિજથી તણાતો તણાતો છેક અંકલેશ્વર નજીક આવેલા ખાલપીયા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરીના સ્થળે પહોંચ્યો હતો. આ સમયે તેણે હાથમાં લોખંડની એંગલ પકડી લેતા અને બુમો પાડતા બુલેટ ટ્રેનના બ્રિજ પર કામ કરતા માણસોએ એનો અવાજ સાંભળી દોડી આવ્યા હતાં. કામગીરી કરતા કામદારોએ તાત્કાલિક બ્રિજ પરથી હાઈડ્રા મશીનની મદદથી પ્લેટ ઉંચકી અલ્પેશને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

આ બનાવની જાણ સ્થાનિકોએ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓ પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી યુવાનને બચાવવા કામગીરી હાથધરી હતી અને રેશ્ક્યુ કરાયેલ આ યુવાનને 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

કૉંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલાનો ભરૂચ કૉંગ્રેસે કર્યો વિરોધ

કૉંગ્રેસ નાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ  હુમલા નો ભરૂચ જિલ્લા કોંગસ  દ્વારા વખોડી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને  પાઠવવામા આવેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે , ગુજરાત રાજયમાં છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન તદ્દન નિષ્ફળ સાબિત થયું છે. ગેરવહીવટ અને આપખુદશાહી તેમજ પ્રજા વિશેષી નિર્ણયોના કારણે હવે ભારતીય જનતા પાર્ટી લોકોની નજરોમાંથી ઉતરી રહી છે ત્યારે શનિવાર તા.૮ ઓકટોબરના રોજ કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.

આવેદન પત્રમાં જણાવ્યાં મુજબ કોગ્રેસ દ્વારા આવી કોઈ ઘટના સાંખી લેવામાં આવશે નહીં. ખેર ગામ જિ.નવસારી નાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાની ઘટના ને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ ચિનગારી હવે આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર આદિવાસી પટ્ટા માં પ્રચંડ જવાલા રૂપે પ્રગટશે અને રાજયમાં આદિવાસી પ્રજા તરફથી કોંગ્રેસને પ્રચંડ સમર્થન મળી રહ્યું  છે . જેથી  હતાશ થઈ ગયેલા ભારતીય જનતા પાર્ટી ની આવી હલકી કક્ષાની રાજનિતીને ફરી એકવાર વખોડી કાઢવામાં આવી છે.

આવેદનમાં સુરત શહેર કોંગેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવેલ હતા જેને પણ આવેદનપત્ર દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે.

આ તમામ બાબતોએ યોગ્ય કરવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમાહિ રણાએ અપીલ કરેલ છે અને જણાવેલ છે કે, કોંગ્રેસ આવી રીતનો અન્યાય અને દમનને કયારેય સહન કરી લેશે નહી તેમજ ઉંગ્ર દેખાવો કરી આંદોલન કરશે જેની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેશે.

આ આવેદનપત્ર પાઠવવામાં સંદિપસીહ માંગરોલા, સુલેમાન પટેલ, સમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇંબાહિમ કલકલ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આર્ગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના આમોદથી વિવિધ વિકાસના પ્રકલ્પોના કર્યા ખાત મૂર્હત-લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. ૮ર૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

સંબોધનના પ્રારંભે વડાપ્રધાને સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુ.પી ના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના દુઃખદ નિધનથી દેશને પૂરી ન શકાય તેવી ક્ષતિ થઇ છે. તેમના આશીર્વાદ મારા માટે અનમોલ અમાનત છે. ઘોર રાજકીય અવરોધો વચ્ચે પણ તેમનો મારા પ્રત્યે સતત સ્નેહ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.૫૬૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. ૩૦ કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACL ના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત” ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

તેમણે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.૭૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા, છોટાઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને ભરૂચ શહેરમાં રૂ.૧૧૭.૫૩ કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી, રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ.૩૧૫કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાને ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સંદર્ભે તેમણે કહ્યું કે, એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાને ઉમેર્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર સરકાર એમ ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટાપાયે અને તીવ્ર ગતિએ પૂર્ણ થાય છે.

જો નીતિ અને નિયત બેય સાફ હોય તો તેના આધારે વિકાસના સપના સાકાર કરવાનું વાતાવરણ સુદ્રઢ બને છે તે આપણે પૂરવાર કર્યુ છે એમ પણ વડાપ્રધાને કહ્યું હતું.વીસ વર્ષ પૂર્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવવા માટે પણ વલખા મારવા પડતા હતા એવી વિકટ અને ભયાવહ સ્થિતિની યાદ તાજી કરાવતા વડાપ્રધાને કહ્યું કે, આદિવાસી બાંધવો કાળી મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હતા. ભરૂચ તો લોકોની હિજરતથી ખાલી થવાની તૈયારીમાં હતું. તેમાંય ગુનેગારો બેફામ બન્યા હતા. કાયદો અને વ્યવસ્થાની આવી વરવી સ્થિતિમાં ગુજરાતના આત્માને વીંખી નાંખવાના પ્રયાસો થતા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્ક ડ્રગ પાર્ક 2000 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો અને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતો ઔદ્યોગિક પાર્ક બનશે. આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા બલ્ક ડ્રગ પાર્ક માટે પાણી, વીજળી, રાજ્યવેરા, જેવી વિવિધ સેવાઓ માટે રાહતદર જાહેર કર્યા છે.

આ પ્રસંગેપ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, GIDC ના વહીવટી સંચાલક એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી

ભરૂચમાં રણછોડજી મંદિર શરદ પૂર્ણિમાએ દીપમાળાથી ઝગમગી ઉઠયું

ભરૂચમાં રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડ મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે અહીંયા આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.

શરદ પૂર્ણિમા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર તેની સોળ કળાઓથી ખીલીને અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કૌમુદી એટલે કે મૂનલાઇટ અથવા કોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલા અતિપૌરાણિક રણછોડજી  મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણીનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે આ સ્થળે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવે છે. શરદપૂનમ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.બે વર્ષ કોરોના કાળને બાદ કરતા આ વર્ષે છૂટછાટ મળતા જ દીપમાળા, રણછોડજી મંદિરના  શણગાર સાથે આરતી તેમજ દીપમાળનું લાઈટિંગ અને ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભક્તો ઉમટ્યા હતા.

error: Content is protected !!