The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 48

ભરૂચમાં બિઝનેસમેનના મકાનમાંથી રૂ.30.28 લાખથી વધુનો નો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા બિઝનેસમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં અને યુ.એસ.ડોલર મળી કુલ 30.28 લાખની વધુની  મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા મકાન નંબર-840માં રહેતા વિપુલકુમાર કનૈયાલાલ કોઠારી ભરૂચ જી.આઈ.ડી.સી.માં આવેલી જી.ફેક્સીપેક કંપની ચલાવે છે. જેઓ ગત તારીખ-3 નવેમ્બરના રોજ પરિવાર સાથે બનારસ ખાતે ગયા હતા, દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

આ ચોરીમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં 7.25 લાખ તેમજ 1.66 લાખના યુએસ ડોલર મળી કુલ 30.28 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાલો વિકાસની ઘોડાગાડી જુના ભરૂચમાં આખરે સોનેરી મહેલનો ટેકરો તો ચઢી!

જુના ભરૂચમાં પણ માનવ વસ્તી રહે છે,તેઓ પણ વોટર્સ છે નો ખ્યાલ સફાળા જાગેલ ચૂંટાયેલા પાંખ અને તેના જવાબદાર હોદ્દેદારોને આવતા વિકાસની ઘોડાગાડી માંડમાંડ ધક્કામારી પાંચબત્તીથી સોનેરી મહેલનો ટેકરો ચઢાવતા કહી ખુશી કહી ગમના દ્રષ્યો સર્જાવા પામ્યા હતા.

લાંબા સમયથી જૂના ભરૂચની પ્રજા તેમની પ્રાથમિક સુવિધાઓની કાગડોળે રાહ જોતી હતી પરંતુ કોઇ કારણોસર આ વિસ્તારની ચુંટાયેલ પાંખને પ્રજા દ્વારા કરાયેલ રજૂઆત રૂપી વેદના દેખાતી ન હતી અથવા તો તેમણે કરેલ પ્રજાની રજૂઆત યોગ્ય જગ્યાએ સાંભળવામાં આવતી ન હોય તેમ વિકાસ રૂપી ઘોડાગાડી પાંચબત્તિ થી સોનેરી મહેલનો ટેકરો ચઢતા હાંફી જતી હતી.

જેને ચુંટણી જાહેર થતાં જ બે મહિના અગાઉનો વર્ક ઓર્ડર અચાનક કોન્ટ્રાકટરને પણ યાદ આવતા સ્થાનીક ચુંટાયેલ હોદ્દેદારો સાથે મળી માંડ માંડ આ વિકાસની ઘોડાગાડીને સોનેરી મહેલ સુધી લાવવામાં આવતા પ્રજા અને કોન્ટ્રાકટર વચ્ચે ગુણવત્તાને કારણે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું. જો કે અંતે વિકાસ ઝંખતી પ્રજાએ નમતું જોખી રસ્તાના કામને આગળ ધપવા દીધું હતું.

હવે જોવું એ રહ્યું કે શું આ ઘોડાગાડી જુના ભરૂચના બાકી રહેલા વિસ્તારો,શેરીઓમાં રસ્તા,ગટર,લાઇટ સહિતની સુવિધાઓ આપવા સક્ષમ બનશે કે પછી અહીં પણ થોડું કરી બહુ વિકાસ થયાનો સંતોષ માની સતાપક્ષ ફરી વાયદાની વણઝાર સાથે ફોટો સેશન કરાવશે તે તો હવે આવનાર ચુંટણી તેમજ પાલિકાની ચુંટણીનું પરિણામ જ નક્કી કરશે.

માણો શુકલતિર્થનો મેળો અને જાણો તેનું મહાત્મય!

જેના દર્શન માત્રથી બહ્મહત્યાનું પાપ નિર્મૂળ થાય છે. જયાં બધા તીર્થોના પ્રભાવ તેમજ જયાં પ્રત્યેક કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે તથા જેના નામ ઉપરથી ‘શુકલતીર્થ’ ગામના નામનો જન્મ થયો છે. તે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી અગિયારસથી પુનમ સુધીની જાત્રા ભરાય છે. જેનું પૌરાણિક મહત્વ હોવાને કારણે રાજ્યભરમાંથી  શ્રદ્ધાળુઓ મેળો મહાલવા ઉમટે છે.

શુક્લર્તીથ ગામે કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ મેળાનો શુક્રવારથી રંગેચંગે આરંભ થઇ ગયો છે. મેળાના પ્રથમ દિવસથી પ્રવાસીઓની મેળો મહાલવા અવરજવરનો પ્રારંભ થઈ ચુકયો છે. પ્રત્યેક કાર્તિકી પૂનમના દિવસે દૂરદૂરથી હજારો ભાવિક ભકતો નર્મદાના સ્નાન કરી આ શુકલેશ્વર મહાદેવનાં દર્શન કરી પવિત્ર બને છે.

સંસારના ભયને હરનારા અને સર્વ લોકોના એક જ નાથ એવા સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન યાને ૐકારેશ્વર (ઓમનાથ) ભગવાનની પ્રભાવશાળી વિષ્ણુ મુર્તિ અને ભવ્ય મંદિર શુકલતીર્થ ગામની મધ્યમાં આવેલું છે. પુરાણ પ્રસિધ્ધ રેવા પુરાણમાં (નર્મદાપુરાણમાં) ઓમકારેશ્વરનો પુરાણ ઇતિહાસ છે.કાર્તિક સુદ પૂર્ણિમા ૐ કારનાથ ભગવાનનો જન્મદિવસ છે. પ્રજાપતિ બ્રહ્માઓ, કામનાઓ પૂર્ણ કરે એવું શુકલતીર્થ ઉત્પન્ન કર્યું બ્રહ્માએ શુધ્ધ શુકલ ચિતે અને સાત્વીક ભાવે આ તીર્થ બનાવ્યું તેથી શુકલતીર્થ કહેવાયું, આ તીર્થ સુર સિધ્ધોથી સેવેલું સર્વ ધર્મમય ઋષિ સિધ્ધીઓઓ મુકેલ મુકિતબીજ છે પુરાણ પ્રસિધ્ધ રેવાખંડમાં ઓમકારનાથનો પુરાણો ઇતિહાસ વર્ણવેલો છે.

વિષ્ણુ ભગવાનની આ મંદિરમાં ભવ્ય મૂર્તિ ન તો કોઇ કારીગરે કોતરેલી કે ન બનાવડાવેલી પરંતુ ‘સ્વયં ભૂ’ એટલે કે પોતે સ્વયં વિષ્ણુ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયેલા છે, અને તેથી આખી મૂર્તિ રેતીની બનેલી છે. નજરે જોનારને મૂર્તિ આરસના પથ્થરની બનેલી હોય એવી ઉડી છાપ આજે પણ એ મૂર્તિ તમામ દર્શનાર્થીને પાડી રહી છે. ૐકારનાથ વિષ્ણુ ભગવાન દિવસના સવારે બાલ્ય અવસ્થા, બપોરે યુવા અવસ્થા અને સાંજે વૃધ્ધા અવસ્થા એમ ત્રણ સ્વરૂપ ધારણ કરે છે. જેના દર્શનથી ભક્તો પવિત્ર થાય છે.

જાણો એવું તો શું થયું…સાત વર્ષના બાળકને ૭-૭ વાર આવ્યો હાર્ટ એટેક- બુટ પહેરવા જતા મળ્યું ધ્રુજાવી દેતું મોત

દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલ માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક જ્યારે બુટ પહેરી રહ્યો હતો ત્યારે પગ નાખતા જ તડપવા લાગ્યો હતો. વાસ્તવમાં, જ્યારે બાળક બુટ પહેરી રહ્યો હતો, ત્યારે તેને ખબર નહોતી કે દક્ષિણ અમેરિકાની સૌથી ખતરનાક પ્રજાતિનો એક વીંછી તેની અંદર રાહ જોઇને બેઠો છે. વીંછીના ડંખ બાદ બાળકને એક પછી એક 7 હાર્ટ એટેક આવ્યા અને પછી બાળકનું મોત થયું. બાળકના મોતના સમાચાર ફેલાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

ધ મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ બાળકનું નામ બાર્બોસા હતું. તે માત્ર 7 વર્ષનો હતો. બુટમાં બેઠેલા વીંછીના ડંખને કારણે માસૂમનું દર્દનાક મોત થયું હતું. વીંછીએ ડંખ માર્યા બાદ બાળકીને પીડા થવા લાગી ત્યારે માતા-પિતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

બાર્બોસાની માતાએ જણાવ્યું કે તે બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહે છે. તેમનો પરિવાર કેમ્પિંગ ટ્રીપ માટે તૈયાર થઈ રહ્યો હતો અને ત્યારે જ આ દુ:ખદ ઘટના બની. તેના બાળકને વીંછીએ ડંખ માર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલા બાળકને 7 વખત હાર્ટ એટેક આવ્યો હતો.

ભરૂચમાં નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝને કન્ઝયુમર કોર્ટે ફટકાર્યો રૂપિયા ૧ લાખનો દંડ

  • રિલાયન્સ મોલે એમ.આર.પી. કરતા પાંચ રૂપિયા વધારે લેતા રૂપિયા એક લાખનો દંડ

નફા ખોરી કરનાર વેપારીઓ સામે કન્ઝયુમર કોર્ટે આકરા તેવર આપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝયુમર કોર્ટે મહત્તમ કિંમત કરતા પાંચ રૂપિયા વધારે લેનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને નફાખોરી કરવા સામે રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આશુતોષ નગરમાં રહેતા શૈલેન્દ્ર સોલંકીએ વડોદરાના રિલાયન્સ ટ્રેંડઝ મોલમાંથી લેકમે કમ્પનીની પ્રોડક્ટ ખરીદી હતી. જેમાં મોલ ઘ્વારા મહત્તમ કિંમત કરતા રૂપિયા 5 વધારે લીધા હતા. શૈલેન્દ્ર સોલંકીએ રિલાયન્સ ટ્રેંડઝ વિરુદ્ધ એડવોકેટ રીમાં પટેલના માધ્યમથી કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદ તથા પુરાવાઓના આધારે કન્ઝયુમર કોર્ટે ગ્રાહક શૈલેન્દ્ર સોલંકીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે અરજી તારીખથી ચુકાદા સુધીના દિવસો સુધી રૂપિયા પાંચ વ્યાજ સહિત ચૂકવવા, વકીલ ફી ના રૂપિયા ત્રણ હજાર અને માનસિક હેરાનગતિના રૂપિયા ત્રણ હજાર પણ ચૂકવવાનો આદેશ કર્યો છે.

શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની થઈ શરૂઆત

ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની શરૂઆત થઈ છે.

બે વર્ષ બાદ યોજાઈ રહેલ શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી પાંચ દિવસના મેળામાં ખાણીપીણી અને મનોરંજન માણશે. પુરાણોમાં પણ પંચર્તીથ તરીકે ઓળખાતા અને પુરાણમાં ઉલ્લેખાયા મુજ્બ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો સ્વયં ઉપસ્થિત રહે છે.

રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો આ મેળો યાત્રા માણતા હોય છે.જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ, વિવિધ ચકડોળ સહિતની રંગત જામી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું છે.

ભરૂચ : આલિયાબેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાયું

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૫(પાંચ) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લાના મતદારોની માહિતી આપતા વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૨,૬૫,૫૮૮ જેટલા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થવાના છે.જે પૈકી પુરૂષ -૬૪૯૮૨૬ મહિલા-૬૧૫૬૯૧, ટ્રાન્સ જેન્ડર-૭૧, દિવ્યાંગ-૧૪૬૪૭ તથા ૮૦ થી વધુ આયુષ્ય ધરાવતા ૨૭૫૬૪ મતદારોનો સમાવેશ થાય છે.વધુમાં નવા ૩૦૪૪૯ મતદારો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં મતદાન મથકોની વિગતો આપતા તેમને વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં પાંચ મતદાન આદર્શ મથકો બનાવવામાં આવશે.જેમાં દિવ્યાંગજનો માટે,મહિલા દ્વારા સંચાલિત સખી મતદાન મથક,ઈકો મતદાન મથક તથા યુવાનો દ્વારા સંચાલિત યુવા મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકોમાં મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે.વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ( એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે.

આ વખતના ચૂંટણીમાં છેવાડાના વિસ્તારમાં રહેતા મતદાર ચૂંટણીના આ મહાપર્વમાં પોતાનો પવિત્ર મત આપી શકે તે માટે આલિયા બેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં  મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.જેની ભારતીય ચૂંટણીપંચે પણ સરહાના કરી છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી યોજાશે

આમોદના શ્રીકોઠી ગામેથી અપહરણ થયેલ બહેનને છોડાવી 5ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ગઇ કાલ તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ બપોરના ફરીયાદી તથા ભોગબનનાર બહેન એકટીવા લઇને રોંઢ ગામે ટપાલ આપવા જતા હતા તે વખતે ભોગબનનાર બહેનની અગાઉ સગાઇ થઇ હતી તે નયન પટેલ તેના સાગરીતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં આવી એકટીવાને આંતરી, બળજબરી પુર્વક એકટીવની ચાવી કાઢી લઇ ફરીયાદી બહેનને ધક્કો મારી નીચે પાડી દઇ તેના સાગરીતોની મદદથી ભોગબનનાર બહેનને અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયેલ જે બાબતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.ની સંલગ્ન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.

આ ગુન્હાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે આ અપહરણ થયેલ ભોગબનનાર બહેનને અપહરણ કર્તાઓની ચુંગાલમાંથી તાત્કાલીક છોડાવવા નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જબુંસર ડીવીઝન તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., એસ.ઓ.જી.શાખાની અલગ અલગ ટીમો બનાવી, રૂટ ઉપરના ફુટેજ ચેક કરવા તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીઓને સત્વરે ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ચોકકસ હકિકત મળેલ કે આ આરોપીઓ ભોગબનનાર બહેનનું અપહરણ કરી સૌરાષ્ટ્ર તરફ જાય છે.જેથી તાત્કાલીક એક ટીમને તપાસમાં મોકલી તપાસમાં ગયેલ ટીમ દ્વારા આરોપીઓને અમદાવાદ જીલ્લાના બગોદરા નજીક અરણેજ ગામ પાસે હાઇવે ઉપરથી ઝડપી પાડી ભોગ બનનાર બહેનને ગણતરીના કલાકોમાં સુરક્ષિત છોડવવામાં સફળતા મેળવી છે.

પોલીસે આ કામે પકડાયેલ આરોપીઓ (૧) નયનકુમાર નિતીનભાઇ પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૨) ધ્રવલકુમાર નિતીનભાઇ પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૩) રૂત્વલકુમાર રજનીકાંત પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૪) સ્મિતકુમાર ઉર્ફે ચિન્ટુ નિલેશભાઇ પટેલ રહે-સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૫) તરંગભાઇ અલ્પેશભાઇ પટેલ રહે-સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગરને વધુ તપાસ માટે આમોદ પોલીસ મથકે સોંપ્યા છે.

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો માટે 12.65 લાખ મતદારો કરશે મતદાન

  • 1359 મતદાન મથકોમાં 5 દિવ્યાંગ, પાંચ મોડલ, 35 સખી, પાંચ ઇકો અને ઝઘડિયામાં એક યુવા મતદાન મથક
  • 682 મતદાન મથકોએ થશે વેબકાસ્ટિંગ, દિવ્યાંગો અને વૃદ્ધો માટે પોસ્ટલ બેલેટ
  • જિલ્લામાં 312 શતાયુ, 30449 યુવા, 14647 દિવ્યાંગ, 27564 મતદારો 80 થી વધુ ઉંમરના, 71 કિન્નરો

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ પાંચ વિધાનસભા બેઠકો ઉપર પહેલી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી હતી.ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 12 લાખ 65 હજાર 588 મતદારો માટે 1359 બુથોનું આયોજન કરાયું છે. જેના ઉપર 5901 કર્મચારીઓ ફરજ બજાવશે.

આ વખતે ચૂંટણીમાં 682 મતદાન મથકોથી લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. સાથે જ છેવાડા એક એક મતદાર સુધી પોહચવા પણ વિશેષ ઝુંબેશ અને આયોજન હાથ ધરાયુ છે. જિલ્લામાં આ વખતે પાંચ દિવ્યાંગ, પાંચ મોડલ, 35 મહિલા સંચાલિત મતદાન મથકો હશે.જ્યારે પ્રથમ વખત ઇકો મતદાન અને યુવા માટે ઝઘડિયામાં ફક્ત યુવા સંચાલિત મતદાન મથક પણ ઉભું કરાશે. જિલ્લામાં કુલ મતદારોમાં 312 મતદારો શતાયુ, 14647 દિવ્યાંગ, 30449 યુવા અને 27564 મતદારો 80 થી વધુ ઉંમરના છે. 80 થી વધુ ઉંમરના વૃધ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે.

ભરૂચ જિલ્લાની ભરૂચ, વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 5 નવેમ્બરે પડશે. 14 નવેમ્બર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ. 15 મી એ ચકાસણી, પેહલી ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે કે.જે.પોલીટેક્નિક ખાતે મતગણતરી હાથ ધરાશે.​​​​​​​​​​​​​​

આદર્શ આચાર સંહિતા માટે કટિબધ્ધ બન્યું ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તૃષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉક્ત ચૂંટણીઓ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને સંબંધિતોને સોંપાયેલી કામગીરી નિષ્પક્ષ રીતે હાથ ધરીને ભરૂચ જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જિલ્લા કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજી જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે પણ જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામા ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂંક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય.

error: Content is protected !!